હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા.
છાતી ની વચ્ચોવચ જરાક ડાબી બાજુ એ મુઠ્ઠી જેવડું હ્રદય આવેલું હોય છે. હૃદયનું વજન લગભગ 250 થી 300 ગ્રામ આસપાસ હોય છે. જે તે તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રક્તવાહિનીઓ માં ધક્કો મારે છે. હ્રદયની રચના બહુ અટપટી અને જટિલ હોય છે. ટૂંકમાં સમજવા માટે હૃદયના બે મુખ્ય કામ ચલાવ ભાગ પાડી શકાય.
ડાબુ હૃદય અને જમણું હૃદય: ડાબા અને જમણા ભાગમાં બીજાં બે-બે ખાનાં હોય છે જે
કર્ણક અને ક્ષેપક
કર્ણકમાં લોહી પ્રવેશે છે અને ક્ષેપકમાંથી બહાર ફેંકાય છે. ડાબા હ્રદયના ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત લોહી આખા શરીરમાં રકતવાહિનીઓ દ્વારા પહોંચે છે, શરીરમાં દરેક જગ્યાએ લોહીમાં ઓક્સિજન કોષો વાપરે છે. અને બિનજરૂરી કાર્બન ડાયોકસાઇડ લોહીને પાછું આપે છે.
કાર્બન ડાયોકસાઇડ ધરાવતું લોહી આખા શરીરમાંથી ભેગું થઇને મુખ્ય શિરા દ્વારા જમણા હ્રદયના કર્ણક સુધી પહોંચે છે ત્યાંથી આ લોહી જમણા ક્ષેપકમાં જાય છે જે આ અશુદ્ધ લોહીને ફેફસાં માં મોકલે છે, ફેફસાં માં લોહી માંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને ઓક્સિજન અંદર પ્રવેશે છે. અંતે ઓક્સિજનયુક્ત લોહી ડાબા કર્ણકમાં પ્રવેશે છે અને ત્યાંથી ડાબા ક્ષેપકમાં આમ હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ લોહી અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે.
હૃદયના કર્ણકોનું કામ લોહીને ભેગું કરવાનું છે અને ક્ષેપક્નું કામ લોહીને બહાર ધકેલવાનું છે. બીજા શબ્દો માં જે રીતે મોટા મકાન માં દરેકે દરેક માળ સુધી પાણી પહોંચાડવા માટે પમ્પ મૂકવો પડે છે એવી જ રીતે આખા શરીરના દરેકે દરેક કોષને લોહી અને લોહી વાટે ઓક્સિજન ગ્લુકોઝ વગેરે પોષક તત્વો પહોંચાડવા માટે કુદરતે જ હૃદય રૂપી પમ્પ આપ્યો છે, ફરક એટલો જ છે કે મકાનમાં ચાપ દબાવવાથી બંધ થાય છે.
જ્યારે શરીરમાં આ પંપ હદય ચોવીસે કલાક અને 365 દિવસ સતત ચાલ્યા જ કરે છે, જે દિવસે એ બંધ પડે તે દિવસે શરીર પણ કામ કરતું બંધ થઈ જાય છે મકાનમાં મૂકેલ પમ્પ અને શરીરના પંપનો મુખ્ય તફાવત હવે પડે છે. મકાનમાં રાખેલ પંપ તો બધા માળ સુધી પાણી પહોંચાડી દે એટલે એનું કામ પૂરું થઈ જાય છે,જ્યારે હૃદયના પંપ નું કામ તો શરીરના કોષોને લોહી પહોંચાડયા પછી પાછા ફરતાં અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધ કરવા મોકલી અને આ શુદ્ધ લોહી ફરીથી રકતવાહિનીઓમાં વહેવડાવવા સુધીનું હોય છે. આમ રદય બે પંપનું બનેલું હોય છે. ડાબો પમ્પ શુદ્ધ ઓક્સિજનયુક્ત લોહીને શરીરના કોષો સુધી ધકેલે છે. અને જમણો પંપ અશુદ્ધ કાર્બન ડાયોકસાઇડ લોહીને શુદ્ધ કરવા માટે ફેફસાંમાં ધકેલે છે.
હ્રદયમાં વાલ્વનું શું કામ હોય છે?
અન્ય કોઈ પણ પમ્પની જેમ જ હૃદયમાં પણ લોહીને ઇચ્છિત દિશામાં ધકેલવા માટે વાલ્વની જરૂર પડે છે. હૃદયમાં ચાર વાલ્વ હોય છે ડાબી બાજુ અને જમણી બાજુનાં હ્રદયનાં ખાનાં બે સ્વતંત્ર પંપની જેમ જ કામ કરતા હોવાથી એ બંને ખાનામાં બે-બે વાલ્વ હોય છે. દરેક ખાનામાં એક વાલ્વ કર્ણક (એટ્રીયમ) અને ક્ષેપક (વેનટ્રીકલ) વચ્ચે અને બીજો વાલ્વ ક્ષેપક અને ધમનીની વચ્ચે હોય છે.
બહારથી આવતું લોહી સૌથી પહેલા કર્ણકમાં પ્રવેશે છે અને ત્યાંથી વન-વે (એકમાર્ગીય) પસાર કરીને ક્ષેપકમાં પહોંચે છે. ક્ષેપક (વેન્ટ્રીકલ) લોહી ને જમણી તરફ ધકેલવાનું પંપનો મુખ્ય કામ કરે છે જ્યારે ક્ષેપકમાં લોહી ભરાઈ જાય અને એ સંકોચવાનું શરૂ થાય એટલે તરત પહેલો વન-વે વાલ બંધ થઈ જાય છે અને લોહીને ફરી પાછું કર્ણકમાં જતું અટકાવે છે, ક્ષેપક સંકોચાઇ જાય એટલે તરત ક્ષેપક અને ધમની વચ્ચેનો બીજો One Way Valve ખુલે છે અને જેવું બધું લોહી હ્રદયમાંથી ધમનીમાં જતું રહે કે તરત આ બીજો પણ બંધ થઈ જાય છે. જેથી ધમનીમાં ધકેલાયેલી લોહી પાછું ક્ષેપકમાં ન આવી જાય.
હ્રદયમાં ધબકાર સંભળાવાનું કારણ શું?
હૃદય એક વખત લોહીની ધમનીઓમાં ધકેલે ત્યારે નાડી માં એક ધબકારો અનુભવાય છે. પરંતુ એ જ સમયે હૃદયમાં વારાફરતી બે ધબકારાના અવાજ આવે છે. આ બે ધબકારા થવાનું કારણ હ્રદયનાં બંને ખાનામાં બે જોડી વાળો છે. જ્યારે આવા બંધ થાય ત્યારે બે ખુલ્લા બારણાં જોરથી પકડાય ત્યારે જેવો અવાજ આવે એવો અવાજ નાના પાયે હૃદયમાં આવે છે.
કોઈ પણ તંદુરસ્ત માણસ ની છાતી પર કામ મૂકીને આ રદયના વાલ બંધ થવાના અવાજ સાંભળી શકાય છે. લ, બ, ડ, બ, લ, બ, ડ, બ એ લઈ માં બે ના જોડકા માં હૃદય ના આ અવાજ સતત આવ્યા જ કરે છે. સ્ટેથોસ્કોપ ની મદદથી બહુ સારી રીતે આ અવાજો સાંભળી શકાય છે. અને એમાં કોઇ ખરાબી આવે તો એને આધારે રોગને પારખી પણ શકાય છે.
હૃદયના ધબકારા કેટલા હોવા જોઈએ?
હૃદયના ધબકારાની ગતિ નો આધાર જે તે વ્યક્તિના ઉંમર ધંધા અને કામ પર રહેલો છે. ગર્ભમાં રહેલા બાળકનું હૃદય દર મિનિટે ૧૪૦થી 160 વખત ધબકે છે. બાળકના જન્મ વખતે પણ આદર 120 થી 140 જેટલો હોય છે. આ પછી ઉંમર સાથે હૃદય ના ધબકારા ઘટતા જાય છે. પુખ્તવયે હૃદયના ધબકારા દર મિનિટે 60 થી 100 ની વચ્ચે હોવા જોઈએ. વધુ પરિશ્રમ કરવો પડે આવે ચિંતા થાય માનસિક આવે આવે ત્યારે હૃદયની ગતિ વધી જાય છે.
જ્યારે ઊંઘ દરમિયાન કે આરામના સમયે હૃદયની ગતિ પ્રમાણમાં ધીમી હોય છે. વળી મજબુત બાંધા વાળા કસરત બાજુના હૃદય પણ કસરતથી એવી રીતે કહેવાય ગયા હોય છે કે જ્યારે કસરત ન કરતા હોય ત્યારે આ લોકોના હ્રદયની ગતિ અન્ય સામાન્ય લોકોના હ્રદયની ગતિ કરતા ઓછી હોય છે.
હ્રદયને પોષણ કેવી રીતે મળે છે?
જે રીતે મકાન ના પંપ ને ચાલવા માટે વીજળી કે ડીઝલ ની જરૂર પડે છે, એ જ રીતે હૃદય રૂપી પંપને પણ પોષણની જરૂર તો પડે જ મજાની વાત એ છે કે હ્રદયને મળતો મોટાભાગનો ઓક્સિજન અને ગ્લુકોઝ હ્રદયમાંથી બહાર ધકેલે લોહીમાંથી જ મળે છે.
આપણે આગળ જોઇ ગયા કે ડાબા હ્રદયમાંથી શરીરના બધા અવયવો માટે જુદી જુદી ધમનીઓમાં લોહી ધકેલાય છે ડાબા હ્રદયમાંથી બહાર ધકેલાઇ લોહીમાંથી જ હૃદયને પોષણ મળે છે ડાબા હ્રદયમાંથી બહાર નીકળતું બધું લોહી શરૂઆતમાં એક મોટી ધમનીમાં જાય છે જેના આગળ જતાં અનેક ફાંટા પડે છે.
આ મોટી ધમનીના શરૂઆતના ભાગ માંથી સૌથી પહેલા હૃદય લોહી આપવા માટે બે નાની ધમની છૂટી પડે છે. તબીબી ભાષામાં આ જન્મની કોરોનરી આર્ટરી ડાબી અને જમણી કોરોનરી ધમની ઓ તરીકે ઓળખાય છે. ડાબી બાજુ નો પાટો ડાભી કોરોનરી ધમની ફરી પાછા બે મોટા વિભાગમાં વહેંચાય છે. પરિણામે હ્રદયને લોહી પહોંચાડવા માટે મુખ્ય ત્રણ ધમનીઓ કાર્યરત હોય છે, એક જમણી બાજુ અને બે ડાબી બાજુએ.
આમ આખા શરીરને લોહી પહોંચાડતી હૃદય પોતાના માટેનું લોહી પણ કાયદેસર ધમનીઓ દ્વારા જ મેળવે છે કેમ કે શરીર માં ભ્રષ્ટાચાર ચાલતો નથી જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં ખરાબી આવે ત્યારે માણસ હૃદયરોગનો શિકાર બની જાય છે.