Site icon Ayurvedam

ગરમ પાણીમાં માત્ર આ એક ચપટી મિક્સ કરીને પિય લ્યો પેટની ચરબી ગાયબ થઈ, દુખાવા અને ગેસથી 100% મળી જશે રાહત

હીંગનો ભારતીય ઘરોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા મસાલામાંથી એક છે. હીંગ માત્ર તેની સુંગઘથી જ નહી પરંતુ ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહી, હીંગ પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. હીંગના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

વાસ્તવમાં હીંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે સારા છે અને બિમારીઓની સામે શરીરને સુરક્ષિત રાખે છે. જો તમે ભોજનમાં હીંગ નાખવાનું પસંદ નથી કરતા પરંતુ પાણીમાં એક ચપટી હીંગનું સેવન કરવાનું પણ ફાયદાકારક માનવામાં આવે છે. એક ચપટી હૂંફાળા પાણીમાં હીંગ નાખીને દરરોજ પીવાથી શરીરની ઘણી સમસ્યા દૂર થાય છે જાણીએ આ વિશેના ફાયદા.

હીંગનું પાણી સરળ રીતે બની જાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 1/2 ચમચી હીંગા પાઉડર નાખો અને આ પાણીનું સેવન સવારે ખાલી પેટે કરો. જલ્દીથી અસર જોવા મળશે.  હીંગનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે, આ પાણી માત્ર ભોજન પચાવવામાં મદદ કરે છે પરંતુ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

હીંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે માથાના દુખાવામાં રાહત આપે છે. માથાની રક્તવાહિકાઓના સોજાને ઓછા કરે છે. એક ગ્લાસમાં હીંગના પાણીનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે. હીંગનું પાણી મેટાબોલિઝમ વધારે છે જેનાથી શરીરમાં વધારાની ચરબી જમા નથી થવા દેતુ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હીંગ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયત્રિંત કરે છે જેનાથી હૃદય રોગ થતા બચે છે.

હીંગ પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ પાચન તંત્રથી તમામ હાનિકારક વિષાણું પદાર્થોને દૂર કરે છે જેનાથી અપચાની સમસ્યા નથી થતી. આ સિવાય પેટનું ph સ્તરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. હીંગમાં એન્ટી વાયરલ અને એન્ટી બાયોટિક જેવા ગુણ હોય છે જે અસ્થમા, બ્રોંકાઇટિક્સ, સૂખી ખાંસી જેવી સમસ્યાને આરામ અપાવે છે. શ્વાસને સંબંઘિત સમસ્યાથી રાહત મેળવવા માટે હીંગ, સૂઁઠ અને થોડું મધ વાળું પાણી પીવાથી સારું થાય છે.

પીરિયડ દરમિયાન પીઠ અને પેટના નીચલા ભાગમાં દુખાવો થતો હોય છે એવામાં જો હીંગનો ઉપાય કારગર સાબિત થાય છે આ બ્લડ થિનરના રૂપથી કામ કરે છે અને શરીરમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેનાથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. હિંગમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વો દાંતના દુખાવામાં રાહત આપે છે. ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી રાહત મળે છે.

જે લોકો નિયમિત રૂપથી હિંગ નાં પાણીનું સેવન કરે છે. તે લોકોનું વજન એક મહિનાની અંદર જ ઓછું થઈ જાય છે અને તેથી વજન ઓછું કરવા ઈચ્છતા લોકોએ રોજ સવારે હિંગના પાણીનું સેવન જરૂર કરવું. વજન ઓછું કરવાની સાથે હિંગ નું પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ શરીરમાં યોગ્ય બની રહે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચાવ થાય છે.

હિંગ નું પાણી સવાર નાં સમયે પીવું સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. અથવા તો ભોજન કર્યા બાદ આ પાણીનું સેવન કરી શકો છો અથવા તો ખાલી પેટ પણ તેનું સેવન કરી શકો છો. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે, આ પાણીનું સેવન કર્યા બાદ ઓછામાં ઓછી એક કલાક સુધી કંઈ ન ખાવું. જો તમને હિંગ નું પાણી પસંદ ન હોય તો તમે દહીંની સાથે પણ હિંગનું સેવન કરી ને વજન ઓછું કરી શકો છો.

Exit mobile version