Site icon Ayurvedam

ઘરે જ બનાવી લ્યો આ ઔષધિની ફાકી કબજિયાત, ગેસ અને એસિડિટી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

હિમેજ એ એક અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. હીમેજ વાળ ના વિકાસમાં પણ વધારો કરે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને અને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા ઔષધિ છે.

જો તમને ત્વચા સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હીમેજનો ઉકાળો રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. આ માટે હીમેજના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત રૂપ દિવસમાં બે વખત કરવાથી તમારી ત્વચાની એલર્જી માં રાહત મળે છે. આ ઉપરાંત કફ, શરદી, ઉધરસ જેવા રોગોમાં હીમેજ ના પાવડરને મીઠામાં ભેળવી લઇ શકાય છે. તેનાથી તેમાં રાહત મળે છે.

હીમેજની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે. અને તેનું સેવન કરવાથી આંખોમાં તેજ પણ વધે છે. અને આંખોની બળતરા માં રાહત થાય છે. હીમેજનો લેપ પાતળી છાશમાં મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી સોજો મટી જાય છે. અને દાંતના દુખાવામાં પણ આરામ મળે છે.

જો તમારું મળ સુકાઈ જતું હોય તેને પણ હીમેજ સાફ કરે છે. તેની માટે લોકોએ તેલમાં હિમેજ ને સાંતળી તેનો પાવડર રોજ રાતે ખાવો જોઈએ. જે લોકો કબજિયાતની સમસ્યાથી હેરાન થતા હોય તેની માટે હીમેજ વરદાનરૂપ સાબિત થાય છે. કબજિયાત દૂર કરવા માટે હીમેજના લેપને થોડાક મીઠા સાથે ખાવું અને અડધું ગ્રામ લવિંગ તથા તજ સાથે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાતા હોય છે. હીમેજનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે.

નાના બાળક ને રોજ હીમેજ ચટાડવી જોઈએ. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ હીમેજમાં થોડો વધારો કરવો જોઇએ. એકાદ વરસનો થાય એટલે એક ચમચી હીમેજ અપાવી આ રીતે બાળકને હીમેજ આપવાથી બાળક ને કોઈ રોગ થતો નથી. હીમેજનું સેવન કરવાથી શરીર લાંબા સમય સુધી મજબૂત રહે છે. અને હીમેજ હાડકાને તાકત આપવાનુ કામ કરે છે.

પીપર, આદું, વરીયાળી અને હીમેજ 25-25 ગ્રામ લો. 150 ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળીઓ બનાવી લો. 1-2 ગોળી દિવસમાં એક વખત લેવાથી ચક્કર આવવા અને માથું ભમવાનું બંધ થઇ જશે. હીમેજ નું સેવન નિયમિત કરવાથી શરીરમાં થાક નો અનુભવ નથી થતો. હીમેજના ટુકડાને ચાવી ચાવી ને ખાવાથી ભૂખ વધે છે. હીમેજના સેવનથી કબજિયાત કે ખાંસી જેવા રોગ પણ દુર થઇ જાય છે.
હીમેજ પેટને સ્વચ્છ અને પાચન તંત્રને સુધારીને તેને સક્રિય કરવાનું કામ કાજ કરે છે.

આ સિવાય આ ઔષધી શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. વજન ઉતારવા માટે હીમેજનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજન ઓછું થઇ શકે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે.

હરડે, હિંગ, સૂંઠ, હિમેજ, પીપર, કાકચીયાના મીંજ, સિંધવ અને સંચળ નું ચૂર્ણ તૈયાર કરીને હૂંફાળા જળ સાથે સવારે તથા સાંજે લેવા માં આવે તો કબજીયાત દૂર થઈ જાય છે. હીમેજ ના બીજમાંથી મેળવેલું તેલ જઠરાંત્રિય માર્ગની ગતિ સુધારવા માટે વપરાય છે. હીમેજ આંતરડાની ચળવળને મટાડવામાં મદદ કરે છે.

Exit mobile version