હેઝલનટ એક ઔષધિ છે. હેઝલનટ કાચા, શેકેલા અથવા તેની પેસ્ટ દ્વારા ખાવામાં આવે છે અને તેનો સ્વાદ મધુર હોય છે. બદામ ની જેમ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ હેઝલ નટ્સમાં વધુ માત્રામાં જોવા મળે છે. આપણા આરોગ્ય માટે પણ હેઝલનટ ઘણા ફાયદાકારક છે. એક રીતે તે આપણી ફિટનેસને જાળવી રાખે છે.
હેઝલનટ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે અને તે વજન ઘટાડવામાં પણ ઘણી મદદરૂપ થાય છે. અનિંદ્રા થી પીડાતા લોકો માટે પણ તે ફાયદાકારક છે, વળી તે હૃદયને લગતી બીમારી અને ટાઇપ ટુ ડાયાબિટીસને પણ દૂર રાખે છે. આ સિવાય પણ તે ઘણા ફાયદા ધરાવે છે. તે આપણને ગંભીર બિમારીઓથી બચાવે પણ છે.
તો ચાલો હવે આપણે જાણીએ હેઝલનટ થી થતાં અનેક લાભો. અખરોટની સાથે હેઝલનટ મગજના ખોરાક તરીકે ગણવામાં આવે છે. તેમાં સારા ચરબી, પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે સેલ પુનર્જીવનમાં મદદ કરે છે અને મગજને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે.
હેઝલનટ માં જોવા મળતા વિટામિન ઈ, વિટામિન કે, થાયમિન અને સેલેનિયમ નું સંયોજન મગજને સંપૂર્ણ બનાવે છે. તે અલ્ઝાઇમર જેવા રોગોને રોકવામાં પણ ઉપયોગી થઈ શકે છે કારણ કે તે મેમરી અને મગજની પ્રવૃત્તિમાં સુધારો કરે છે. મેલાટોનિન નામના હાર્મોન આપણી ઊંઘ માટે ઉતરદાયી હોય છે અને આ મેલાટોનિન હેઝલનટ માં પણ મળી આવે છે. જે લોકોને ઊંઘ ન આવવાની તકલીફ છે, તેમને હેઝલનટના સેવનની સલાહ આપવામાં આવે છે.
જાડાપણું એ આરોગ્યની ગંભીર સમસ્યા છે અને આરોગ્ય માટે સ્વસ્થ વજન જાળવવું જરૂરી છે. હેઝલનટ માં ફાયદાકારક ચરબી અને ફાઇબર વધુ હોય છે, જે અતિશય આહારની તૃષ્ણા ને રોકવામાં મદદ કરે છે અને નાસ્તા માટે આરોગ્યપ્રદ વિકલ્પ છે.
હેઝલનટ ઘણા પોષક તત્વોથી પણ સમૃદ્ધ છે જે વજનને નિયંત્રણમાં રાખીને, ખોરાક વચ્ચે ઉર્જા ના સ્તરને જાળવવામાં મદદ કરે છે. હેઝલનટ હ્રદય રોગોથી બચાવે છે. હ્રદયના રક્ષણ માટે હેઝલનટને તમારા રોજીંદા ભોજનમાં ઉમેરો. હાઈ બીપીનું મુખ્ય કારણ છે ચિંતા. ચિંતા જ તમારા બ્લડ પ્રેશરને વધારીને મુશ્કેલીઓ ઉભી કરે છે.
હેઝલનટની છાલને પાણીમાં ઉકાળીને તેમાં ગોળ મેળવીને પીવાથી બહેનોને અનિયમિત માસિક ચક્ર ની ફરિયાદ હોય તો દૂર થાય છે. હેઝલનટને ૧૦ ગ્રામ સમભાગ દ્રાક્ષ સાથે દરરોજ ખાવાથી વૃદ્ધોના શરીરમાં શક્તિ વધે છે. હેઝલનટમાં ફેટ અને કેલેરીની ભરપુર માત્ર હોય છે એટલા માટે આ ડાયટીંગ કરવા વાળા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. હેઝલનટ માં જરૂરી ફાયબર અને પ્રોટીન પણ હોય છે, જે શરીરને એનર્જી અને તંદુરસ્તી આપે છે.
હેઝલનટમાં ઓમેગા ૩ ની હાજરીથી શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તે સિવાય પિત્તાશય ને સારું રાખી તેને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે. સવારે દાતણ કર્યા વગર ૫ થી ૧૦ ગ્રામ હેઝલનટની છાલને મોઢામાં ચાવીને તેનાથી લેપ કરવાથી થોડા જ દિવસોમાં ધાધર મટી જશે. હેઝલનટની છાલના ઉકાળથી ઊંડા ઘાને ધોવાથી ઘા માં લાભ થાય છે.
હેઝલનટમાં ફાઇબર વધારે હોય છે તેને પુષ્કળ પ્રમાણમાં ખાવાથી આંતરડાની સ્વસ્થ થાય છે અને કબજિયાત અટકાવવામાં મદદ મળે છે. હેઝલનટ માં વિટામિન ઇ ની ઊંચી માત્રા તંદુરસ્ત ત્વચા અને વાળ માં ફાયદો આપે છે. વિટામિન ઈ વાળના વિકાસમાં મદદ કરે છે અને વાળના નુકશાનને અટકાવે છે.
હેઝલનટના છોતરાની રાખ બનાવીને તેમાં ૩૬ ગ્રામ ગળો સાથે મેળવીને રોજ સવાર સાંજ ખાવાથી ખૂની બવાસીર નાશ પામે છે. હેઝલનટ પૌષ્ટિક હોય છે. તેના સેવનથી નબળાઈ દુર થાય છે. રોજ સવારે હેઝલનટ નું તેલ નાક ના નસકોરામાં નાખવાથી લકવામાં રાહત મળે છે.