જો તમારા પણ હાથ પગ ઠંડા પડી જતા હોય તો તેને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, થઈ શકે છે આ ગંભીર બીમારી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે તો તે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા કરતાં વધુ નીચું હોવાની સ્થિતિ) ના લક્ષણ હોઈ શકે છે. જો યોગ્ય સમયે હાઈપોથર્મિયાનો ઈલાજ ન કરાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે. શિયાળામાં ઓછાં કપડાં પહેરીને બાઈક ચલાવવાથી ઠંડો પવન લાગી જવો અને ઠંડા પાણીમાં કામ કરવાથી કે નહાવાથી પણ હાઈપોથર્મિયાનો ખતરો વધે છે.

જ્યારે શરીરનું તાપમાન 95 ડિગ્રીથી ઓછું થઈ જાય અથવા શરીરની ગરમી પેદા કરવાની ક્ષમતા ઘટવા લાગે તો હાઈપોથર્મિયા થાય છે. ઠંડીની સિઝનમાં વૃદ્ધો અને નવજાત શિશુઓમાં હાઈપોથર્મિયાનો ખતરો વધી જાય છે. આ બીમારીને કારણે હાથ-પગ એકદમ ઠંડા પડી જાય છે અને કામ કરવાના બંધ કરી દે છે. સાથે જ પેટમાં પણ દુખાવો થવા લાગે છે. જ્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે થતું નથી ત્યારે હાથ અને પગ ઠંડા રહે છે.

વિટામિન ડી ની ઉણપ ના લીધે પણ હાથ અને પગ ઠંડા પડે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ૨૦ થી ૩૦ મિનિટ સુધી તડકો લેવો જોઈએ. જો તમે બ્લડપ્રેશરના દર્દી છો તો તમારા હાથ અને પગ ઠંડા રહી શકે છે. જે લોકોનાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમનાં હાથ-પગ ઠંડા રહે છે. શરીરમાં પૂરતું લોહી ના હોવું તે પણ હાથ અને પગ ઠંડા પડવા નું એક મુખ્ય કારણ છે. નર્વસ સિસ્ટમ ડિસ્ઓર્ડેર ને લીધે તમારા હાથ અને પગ ફક્ત શિયાળા દરમિયાન જ નહીં પરંતુ અન્ય ઋતુમાં પણ ઠંડીનો અનુભવ કરશે. હાથ પગ ગરમ ન થવાનું કારણ રેનોડ રોગ પણ છે.

કેટલીક દવાઓ લાંબા સમય સુધી લેવાનાં કારણે પણ તમને આ સમસ્યા થઈ શકે છે. એટલે કે, લાંબા સમય સુધી દવાઓનું સેવન કરવાથી ધમનીઓ સંકુચિત થઇ જાય છે. તેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બગડે છે. આવી સ્થિતિ માં લાખો પ્રયત્નો કરવા છતાં પણ હાથ અને પગ ગરમ થતા નથી.

વ્યક્તિને બહુ જ વધારે ઠંડી લાગે છે અને ધ્રૂજારી ચડે છે, હાથ-પગ ઠંડા થવા લાગે છે, બોલવામાં પરેશાની અને શરીર અચેતન થઈ જાય છે, ચાલતા-ચાલતા કે કામ કરતાં અચાનક પડી જાય છે, ઊંઘ આવવા લાગે છે, હાથ અને પગ અકડાય જાય છે.મગજ શરીર પર નિયંત્રણ ગુમાવવા લાગે છે, શરીરનું તાપમાન જો 95 ડિગ્રી ફોરનહાઈટથી ઘટી જાય છે.

હાઈપોથર્મિયાના રોગીને સૌથી પહેલાં ગરમ કપડાંથી ઢાંકી દો અને કોઈ ગરમ રૂમમાં કે ગરમ જગ્યાએ સૂવડાવી દો. કપડાં ભીના હોય તો બદલી દો. ત્યારબાદ તરત ડોક્ટરને બોલાવો. આવી સ્થિતિમાં ડાયરેક્ટ ગરમી આપવી પણ ઘણીવાર ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી સીધું આગ પાસે કે હીટર પાસે દર્દીને રાખવું નહીં. હાઈપોથર્મિયામાં ડોક્ટરની સલાહ વિના કોઈ મેડિકલ સ્ટોરથી દવાઓ લઈને ખાવી નહીં, કારણ કે તેનાથી ખરાબ અસર થઈ શકે છે.

શિયાળામાં જ્યારે પણ બહારનું તાપમાન શરીરને અનુકૂળ ન રહીને નીચું થઈ જાય ત્યારે શરીરને ગરમીની જરૂર પડે છે. આ જ કારણથી ઠંડીમાં ગરમ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે. ઘરમાંથી બહાર જાઓ ત્યારે પેટ ભરેલું રાખો. ખાલી પેટ હાઈપોથર્મિયાનો ખતરો વધી જાય છે. તમારા ખોરાકમાં વિટામીન ડી અને વિટામીન બી-૧૨ નો સમાવેશ કરો. તમારા નિયમિત ભોજનમાં લીંબુ, નારંગી, બ્રોકોલી, આમળા, કેપ્સીકમ, અનાનસ, સૂકી દ્રાક્ષ, કીવી, પપૈયા સ્ટ્રોબેરી, ગોળ વાળું દૂધ અને કઠોળ નો સમાવેશ કરો. આ ઉપરાંત નવશેકું પાણી પીવાની આદત પાડો.

ઠંડી જો બહુ જ વધારે હોય તો ઘરમાં જ રહો અને બ્લેંકેટ અથવા રજાઈ ઓઢીને રાખો. ગરમ કપડાં પહેરો. માથાથી શરીરને ગરમી મળે છે જેથી માથું ઢાંકીને રાખો. ઘરમાં નાનું બાળક હોય તો હીટરનો ઉપયોગ કરો જેથી ઘરમાં તાપમાન સામાન્ય રહે. આ સિવાય ધ્યાન રાખો કે ઠંડી હવામાં બાઈકથી જવું નહીં અથવા તો બોડીમાં પ્રોપર ગરમાવો રહે તેવા કપડાં પહેરીને જ જવું.

હાથ પગ ઠંડા રહેવાનું સૌથી મોટું કારણ શરીરમાં લોહીનો અભાવ અથવા લોહીનું પરિભ્રમણ બરાબર ના થવું છે. આવી સ્થિતિમાં ખજૂર, લાલ માંસ, સફરજન, દાળ-કઠોળ પાલક, સૂપ અને સોયાબીન ખાઓ. શિયાળામાં એવી વસ્તુઓ ખાઓ જે તમારા શરીરને અંદરથી ગરમ રાખે. આ માટે મગફળી, ચણા, સૂપ ,આદુનાં લાડુ, માછલી, દૂધ, ગોળ, જીરું, આદુ વાળી ચા, ઈંડા અને હળદરવાળા દૂધ નું સેવન કરી શકાય છે. આ ઉપરાંત તમારી જાતને દારૂ અને ધુમ્રપાન વગેરેથી દૂર રાખો.

શિયાળાની ઋતુમાં ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ મીનીટ સુધી તડકો જરૂર લેવો જોઈએ એ શરીરને વિટામિન ડી પ્રદાન કરે છે. સાથે સાથે લોહીનું પરિભ્રમણ વધારે છે. પગમાં નારીયલ તેલ ગરમ કરી ઘસવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને હાથ પગ ગરમ થાય છે. દૂધમાં મધ મેળવીને પીવો. ખાલી પેટે લસણ ખાઓ.

તમારા પગને ગરમ રાખવા માટે હંમેશા મોજા પહેરો સાથે સાથે દિવસમાં એક વખત ગરમ પાણીથી હાથ અને પગને સેકો. આમ તો કસરત દરરોજ કરવી જોઈએ. જો તમારા હાથ અને પગ ગરમ ન થતાં હોય તો સવારે લગભગ 30 મિનિટ સુધી લીલા ઘાસ પર ચાલવું. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ અને મેડિટેશન જરૂર કરો તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને હાથ પગ ગરમ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top