હરસ મટાડવા માટે સૌથી અસરકારક દવા છે ગરમ પાણી અને ત્રિફળાચૂર્ણ (આંબળા,હરડે,બેરડા સરખા ભાગે લઈ બનાવવું). સવારે નરણા ગરમ પાણી સાથે 1 મોટી ચમચી ત્રિફળા પીવાથી 2 દિવસ માં રાહત મળે છે.
કાયમ માટે છુટકારો મેળવવા માટે ગરમ પાણી અને ત્રિફળા ચૂર્ણ નું સેવન દરરોજ સવારે 15 દિવસ સુધી કરવું. મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું જોઈએ.
મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી તેમાં લાભ થાય છે. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે ખાવાથી તેમાં ફરક પડે છે.
હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવથી દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી હરસની તકલીફમાંથી મુક્ત થઈ શકાય છે. દરરોજ બે- ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખુબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે.
સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા મટી જાય છે. કોથમરીને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે. જીરાને વાટી તેની પોટલી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલ અને ખુબ દુ:ખતા મસા અંદર જાય છે.
કોબીના વાટેલા પાન નો રસ મસા પર લગાવવાથી મસા મટી જાય છે. સૌ ગ્રામ. જેટલી જલેબીને સવા સો મી.લી.મૂળાના રસ સાથે ૧ કલાક સુધી પલાળી રાખી, પછી આ જલેબી ને ખાવાની તેમજ તેનો રસ પીવાથી આવું એક અઠવાડિયા સુધી કરવાથી હરસ મટી જાય છે.
લીંબુને થોડા દૂધ સાથે સવારમાં ખાલી પેટ પીવું, એક લીંબુ, ઠંડુ દૂધ (ઠંડુ દૂધ એટલે કે તેનું તાપમાન ઠંડુ હોવું જોઈએ ) ફ્રિજ નું ઠંડુ દૂધ ન લેવું આવું સતત 7 દિવસ પ્રયોગ કરવાથી હરસમાં સારું થઈ જાય છે.
વાટેલો અજમો અને ૧ ગ્રામ. જેટલું સીધું લુણ છાશ માં નાખીને લેવાથી હરસ કાયમી માટે મટી જાય છે તેમજ મસા પણ પાછા થતા નથી. કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. અથવા તો ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
કારેલાંનો કે કારેલીના પાનનો એક નાની ચમચ જેટલો રસ સાકર સાથે મેળવી ને પીવાથી તેમાં ફાયદો થી છે. ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસ્ત્રાવ બંધ થાય છે .
1 કપ ગાયના કાચાં દૂધમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવું. ચણા અને દેશી કપૂર કેળા સાથે મિક્ષ કરીને ખાવું. નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્ષ કરીને પણ પીવથી ફાયદો થાય છે. પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્ષ કરીને પીવો.
10 ગ્રામ. જેટલા ગલગોટા ના છોડ ના પાંદડાઓ ને સપ્રમાણમાં ઘી ભેળવી ગરમ કરી દિવસ માં ત્રણ વખત લેવાથી હરસ ની પીડા માંથી છુટકારો મળે છે તેમજ કાળા મરી સાથે છૂંદીને પીવાથી પણ લાભ થાય છે.
રાતના પારીજાત ના પુષ્પોને. પાણી સાથે પલાળી પ્રાતઃ પુષ્પો નો છુંદો કરી ગાળી અને એમાં એક ચમચી સાકર ભેળવી નરણા કોઠે એક અઠવાડિયા સુધી ખાવામાં આવે તો પણ હરસ થી છુટકારો મળે છે.