Site icon Ayurvedam

સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે.

હળદર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. લગભગ દરેક રોગ માં તમે હળદર ને કોઈ ને કોઈ રીતે દવા તરીકે ઉપયોગ માં લઈ શકો છે. અને કદાચ એટલે જ ગુજરાતી માં “શું કામ હળદર વાંકે હેરાન થાવ છો “ એ કહેવત પ્રચલિત હશે. તો ચાલો આપણે હળદર ના કેટલાક પ્રયોગો જોઈએ.

સુંકી ખાંસીમાં રાહત મેલળવા માટે હળદર ખૂબ ઉપયોગી છે. આ માટે તમે હળદરના ચૂર્ણમાં મધ મેળવીને ચણા જેટલી ગોળીઓ તૈયાર કરવી છાંયે સૂકવી બાટલી ભરી રાખવી અને ખાંસીવાળાને ચૂસવા આપવી. દિવસ દરમિયાન ગોળીઓ ચૂસ્યા કરવાથી છાતીમાં ભરાયેલો કફ નીકળી જશે અને ખાંસી મટી જશે.

એક ગ્લાસ પાણીમાં તુલસીના સાત પાન અને એક તોલો હળદર પાવડર મેળવી તેમાં થોડી ચા ભૂકી નાખી ઉકાળો ખૂબ ઉકાળ્યા પછી ગરણી વડે ગાળી લ્યો તેમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ આ પ્રકાર ની ચા પીવાથી દરેક પ્રકારની ઉધરસ માં રાહત મળે છે.

હળદરનું ચૂર્ણ ૩ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર પાણી સાથે લેવાથી જૂની ઉધરસ પણ મટે છે. ખરાશવાળી ઉધરસ આવતી હોય તો હળદરના ગાંઠિયાને ગરમ રાખમાં શેકીને તેનું ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણ સવાર-સાંજ જમ્યા પછી મધ સાથે ૩ ગ્રામ જેટલું ચાટવાથી બે-ત્રણ દિવસમાં સંપૂર્ણ મટી જશે. કપૂરી પાન બે તથા આદુનો ગાંઠિયો બંનેને વાટીને રસ કાઢવો આ રસમાં હળદ૨નું ચૂર્ણ બે ગ્રામ મેળવી ચાટણ તૈયાર કરવું આ ચાટણ સવારસાંજ ચાટવાથી ઉધરસ જડમૂળથી મટી જશે.

કપૂરીપાનમાં જેઠીમધને બદલે હળદરનો પાવડર નાખી દિવસમાં ચારપાંચ વાર આ પાન ચાવી ધીરે ધીરે તેનો રસ ગળામાં ઉતારતા જવાથી ઉધરસ મટી જશે. હળદરના સમભાગે સિતોપલાદિ ચૂર્ણ લઈ તેમાં મધ મેળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી થોડા જ દિવસમાં ઉધરસ મટી જશે. હળદરના કકડાને સોપારીના કકડાની જેમ મોઢામાં રાખી ચગળવાથી મોંઢાનાં ચાંદા, ખારાશ, બળતરા મટે છે અને ઉધરસમાં રાહત થાય છે.

હળદર, કાળા મરી, પીપર, રાસ્ના અને કપૂર દસ ગ્રામ દરેક સરખા ભાગે લઈ તેમાં દ્રાક્ષનું મુનક્કા બીજ વગરની વીસ ગ્રામ અને ગોળ પચાસ ગ્રામ મેળવી ખૂબ જ ખરલ કરવું. બધું મિશ્રણ બરાબર ઘૂંટાઈ જાય પછી વટાણા જેવડી ગોળી બનાવી તેનું સવાર સાંજ સેવન કરવું ગોળી લીધા પછી પાણી પીવાની તીવ્ર ઇચ્છા થશે તો પણ અડધા કલાક સુધી પાણી કે અન્ય કોઈ ચીજ લેવી નહિ ઉધરસ મટશે. આ દવા લેતા હોય તે દરમિયાન તેલ-ખટાશ-મરચું મૂળા-લીંબુ દહીં અને ઠંડા પીણાં ન લેવા જેથી દમ ઉધરસ વગેરે માં ફાયદો થાય છે.

 

Exit mobile version