Site icon Ayurvedam

શિયાળમાં સવારે કરી લ્યો આ દૂધનું સેવન, શરદી-કફ, બ્લડપ્રેશર, ગળાનો દુખાવો અને ખંજવાળ જીવનમાં ક્યારેય નહીં થાય

હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે.  હળદર વાળું દૂધ પીવાથી આપણા શરીર ને પુષ્કળ ફાયદા થાય છે. શરદી, ખાંસી, ઘા વગેરે મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

હળદર અને દૂધ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને બંને એક સાથે એટલે કે હળદરવાળું દૂધ પોતાના ઘણા ગુણો સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે.સામાન્ય રીતે હળદરનો ઉપયોગ વૈકલ્પિક દવા તરીકે થાય છે, હળદર ખૂબ જ ગુણકારી હોય છે અને ઠંડીના વાતાવરણમાં તો વરદાનરૂપ સાબિત થાય છે.

દૂધની સાથે હળદરનું સેવન ત્વચાની સમસ્યાઓ જેવી કે ઇન્ફેક્શન, ખંજવાળ, ખીલ વગેરેથી રાહત મળે છે. તેનાથી ત્વચા સાફ, સ્વસ્થ અને ચમકદાર બની જાય છે.  લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જવા પર હળદરવાળા દૂધનું સેવન ફાયદાકારક રહે છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શુગર લેવલ ઓછું થાય છે. પરંતુ યાદ રાખો કે હળદરનું વધારે સેવન બ્લડ શુગરના નિર્ધારિત પ્રમાણને પણ ઘટાડી શકે છે. હળદર વહેતા લોહીને અટકાવવા અથવા ઘાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

હળદર એન્ટી માઈક્રોબિયલ છે. માટે ગરમ દૂધ સાથે લેવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યામાં આરામ મળી શકે છે. તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન સાથે લડવામાં મદદગાર છે. દૂધમાં હળદર મિક્સ કરવાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધી જાય છે. જેના કારણે દુખાવામાં ઝડપી રાહત મળે છે. દરરોજ સવારના સમયે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીર સુડોળ બની જાય છે.

જો દરરોજ રાત્રે હળદરનું દૂધ પીતા હોવ તો ખૂબ જ સરળતાથી વજન ઘટાડી શકાય છે. જો રાત્રિભોજન પછી અને સુવાની વચ્ચેના સમયમાં ભૂખ લાગે છે તો, હળદરવાળું દૂધ એકદમ યોગ્ય વસ્તુ છે. હળદરમાં થર્મોજેનિક ગુણધર્મો હોય છે. જે ચયાપચયને વેગ આપે છે, જેનાથી કેલરી પણ ઝડપથી બળી જાય છે.

વજન ઘટયા ઘટાડયા પછી ઝડપથી વધે નહિ તો એ માટે પ્રોટીન એક એ શ્રેષ્ઠ સ્રોત છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. અને સાથે હળદરના ગુણધર્મ સાથે આને ઊંઘતા પહેલા પીવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હળદર વાળું દૂધ પીવાથી વા થી લઈને કાનના દર્દ જેવી સમસ્યામાં રાહત મળે છે. તેનાથી શરીરમાં રક્ત સંચાર પણ સારો થાય છે. જેના કારણે દર્દમાં જલદી આરામ પણ મળે છે. આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે.

હળદર વાળું દૂધ પીવાથી પીરિયડ્સમાં થનારા ક્રેમ્પ્સમાં રાહત મળે છે. અને માંસપેશિઓમાં થનારા દર્દમાંથી છૂટકારો મળે છે. દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. અને હળદરમાં એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે. માટે તેનું સેવન કરવાથી હડકાં મજબૂત થાય છે અને શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે.

લોકો દૂધમાં હળદરનો પાવડર ભેળવીને પીવે છે, પણ હળદરના પાવડરને બદલે મૂળિયાવાળી હળદર વધુ અસરકારક સાબિત થાય છે. આખી હળદરને લો અને તેને પીસી લો. સાથે જ કાળા મરીને પણ પીસી લો, જો સફેદ મરી હોય તો વધુ સારું. હવે અડધો કપ દૂધમાં એક કપ પાણી નાખો અને પછી તેમાં હળદર અને મરીનો ભૂકો નાખો અને ઉકાળો.

આ મિશ્રણને 20 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો અને જ્યા સુધી આ મિશ્રણ અડધું ન થઇ જાય ત્યાં સુધી ઉકાળો. એ પછી તેને ગાળી લો અને તેમાં મધ મિક્સ કરીને પીવો. જો તમારું ગળું ખરાબ હોય તો એમાં અડધી ચમચી ઘી પણ નાખો, આનાથી તમારું ગળું જલ્દી સારું થઇ જશે.

હળદરમાં એમીનો એસિડ હોય છે. માટે દૂધની સાથે તેને પીવાથી સારી અને મીઠી ઉંઘ આવે છે. અનિંદ્રાની સમસ્યા હોય તો ઉંઘવાના અડધા કલાક પહેલા ગરમ દૂધની સાથે હળદરનું સેવન કરો. ચહેરા પર પડેલી કરચલીઓના કારણે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. હળદર વાળું દૂધ પીવાથી તે પણ દૂર થાય છે. કાચું દૂધ, વટાણાનો રસ, ચોખાનો લોટ અને હળદર ભેળવીને તેની પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને થોડું સૂકાવા દો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ ડેડ થયેલી સ્કિનને રિપેર કરશે.

Exit mobile version