હાઈ બ્લડપ્રેશર એ એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું જેનાથી હાઇ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તો ચાલો જાણીએ આવા ઉપાયો.
તાંબાના વાસણમાં સોનાનું કે ચાંદીનું 10 ગ્રામનો ટુકડો નાખી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણી દિવસમાં બે-ત્રણવાર પીવાથી હાઇ બ્લડપ્રેશર મટી જાય છે. નારંગી ખાવાથી લોહીનું ઉચું દબાણ ઘટે છે. લસણ પીસી દૂધમાં પીવાથી બ્લડપ્રેશરમાં અત્યંત ફાયદો થાય છે. લસણ હાઇ બ્લડપ્રેશરની રામબાણ ઔષધી છે.
લસણ, ફુદીનો, ધાણા, જીરું, મરી અને સિંધવની ચટણી બનાવી ખાવાથી હાઇ બ્લડપ્રેશર ઓછું થાય છે. બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ એકરસ કરી સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. સર્પગંધાનું 2-3 ગ્રામ ચૂર્ણ દિવસમાં 3 વાર પાણી સાથે ફાકવાથી લોહીનું દબાણ ઘટે છે.
ચોખાનું વધુ પ્રમાણમાં સેવન કરવું એ હાઈ બ્લડપ્રેશરની એક ઉત્તમ ચિકિત્સા છે. ચોખાનું સેવન અન્ય પ્રકારે હાનીકારક ન હોય તો બીજા કોઇપણ ખોરાક કરતાં ચોખા વધુ પ્રમાણમાં ખાવા. જે લોકો ચોખા વધુ પ્રમાણમાં લેતા હોય છે તેમને લોહીનું ઉચું દબાણ ભાગ્યેજ હોય છે.
ઝીણી દળેલી મેથી સવાર-સાંજ એક એક ચમચી પાણી સાથે નિયમિત કાયમ લેવાથી લોહીનું ઊચું દબાણ હોય તો તે સપ્રમાણ જળવાય રહે છે. એ માટે બીજી કોઇ દવા લેવાની જરૂર રહેતી નથી. ગળો, ગોખરું અને આમળાંનું સરખાભાગે બનાવેલ ચૂર્ણ રોજ સવાર-સાંજ 1-1 ચમચી પાણી સાથે લેવાથી હાઇ બ્લડપ્રેશર ઓછું થાય છે.
અજમાના પાણીનું સેવન કરવા માટે સૌથી પહેલાં સાફ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળીને રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ થોડીકવારમાં પાણીનો રંગ બદલાઇ જશે. સ્વાદ માટે ઇચ્છો તો તેમાં થોડુક લીંબૂ મિક્સ કરી શકો છો. ત્યારબાદ દરરોજ સવાર સવારમાં આ પાણી પીઓ. તેનાથી હાઇ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.
વધતા હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે વરિયાળી સૌથી સારો ઉપાય છે. જેના માટે વરિયાળી, જીરૂ, ખાંડ ત્રણેય બરાબર પ્રમાણમાં લઇને પાઉડર બનાવી લો. ત્યાર પછી તેને એક ચમચી મિશ્રણ સવારે-સાંજ પીઓ. જેનાથી વધતું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે. લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલરી અને હાઇ ફાઇબર હોય છે. પાલકમાં રહેલા યૌગિક બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
તુલસી અને લીંબડા ના પાંદડા હાઈ બીપી ના ઉપચાર માં કારગર ઉપાય છે. આપણે કરવાનું એ છે કે ૩ લીંબડા ના પાંદડા અને ૫ તુલસીના પાંદડા ને વાટીને પાણીમાં ભેળવી લો હવે તેને સવારના સમયે ખાલી પેટ પીવાનું છે 10-12 દિવસમાં જ હાઈ બીપીમાં આરામ થતો જોવા મળશે.
દહીંમાં પ્રોટીન, કેલ્શ્યિમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. રોજ તેને ખાવાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. દિવસમાં ત્રણ વખત એક મુઠ્ઠી ભરીને કિશમિશ ખાવાથી વધતા હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. જો તમને પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે રેગ્યુલર ડાયેટમા તેને સામેલ કરી શકો છો.
આદુમાં હાઈ બીપીને ઠીક કરવામાં એક ચમત્કારી ચીજ છે, તેમાં ઘણા એવા ગુણ છે જેનાથી હાઈ બ્લડપ્રેશરમાં ઓછું થઇ જાય છે. આંબળા અને મધ ભેળવીને પીવો તે પણ એક હાઈબ્લડપ્રેશરનો ઈલાજ છે. 1 ચમચી આંબળા અને 1 ચમચી મધ ભેળવીને દિવસમાં ૨ વાર સવાર સાંજ લો. આનાથી જરૂર આરામ મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.