જીવો ત્યાં સુધી ગોઠણ-હાડકાંના દુખાવા અને ચામડીના રોગથી છુટકારો, માત્ર થોડા દિવસ કરી લ્યો આ શક્તિશાળી લાડુ નું સેવન

ગુંદરના લાડવાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. કારણ કે ગુંદર, દેશી ઘી, ખાંડ, કિસમિસ અને ઘણા બધા ડ્રાયફ્રૂટનો ઉપયોગ ગુંદરના લાડુ બનાવવામાં કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, સાથે જ ગુંદરના લાડવાનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળે છે.

ગુંદર એ કોઈ બનાવટી વસ્તુ નથી તદ્દન કુદરતી રીતે મળતી અમૂલ્ય ઔષધિ છે. લીમડો, બાવળ, જેવા ઝાડના થડ પર ચીરો મુકતા તેમાંથી રસ કે સ્ત્રાવ નીકળે છે જે સુકાયા બાદ કડક થઇ જાય છે.  આ સુકાયેલો રસ એજ ગુંદર. જે કુદરતી રીતે મળતો હોવાથી તેમાં ગુણોનો અમૂલ્ય ખજાનો રહેલો છે. તે તાસીરમાં ઠંડો અને પૌષ્ટીક હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. અલબત તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે. આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે. જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે લાડુ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.

ગુંદરના લાડવા ખાવાથી થતા ફાયદા:

ગુંદરના લાડુનું સેવન હાડકાં માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ગુંદરના લાડુમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, ગુંદરના લાડુના સેવનથી હાડકાં મજબૂત થાય છે. જે હાડકાને લગતા રોગોનું જોખમ ઘટાડે છે.ગોઠણના દુખાવા કે કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવામાં માત્ર થોડા દિવસ ગુંદરના લાડુ ખાવાથી દુખાવાથી છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુંદરના લાડુમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી જો ગુંદરના લાડુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. જેના દ્વારા વાયરસ અને બેક્ટેરિયાની પકડથી બચી શકો છો. જ્યારે તમે નબળાઈ અને થાક અનુભવો ત્યારે ગુંદરના લાડુનું સેવન ખૂબ ફાયદાકારક છે. કારણ કે ગુંદરના લાડુમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે, જે શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

ગુંદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરવામમાં મદદ કરે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

કબજિયાતની ફરિયાદ હોય ત્યારે ગુંદરના લાડુનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ગુંદરના લાડુમાં ફાઈબર જોવા મળે છે, જે મળને નરમ બનાવે છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. ગુંદરના લાડુનું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ગુંદરના લાડુમાં પોટેશિયમ, પ્રોટીન અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

શરીરમાં લોહીની ઉણપ હોવા પર જો આ લાડું ખાવામાં આવે તો શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય રહે છે. જેથી જે લોકોના શરીરમાં લોહી ઓછું છે તે લોકોએ આ લાડું ખાવા જોઇએ, તેમજ તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. ગુંદરના લાડુમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેથી ગુંદરના લાડુનું સેવન કરો છો, તો તેનાથી દૃષ્ટિ સુધરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

મજબૂત હાડકા માટે પણ આ લાડુ લાભદાયી છે. અને તેને ખાવાથી હાડકા કમજોર થતા નથી, જેથી રોજ રાતે સૂતા પહેલા એક ગુંદરનો લાડુ ગરમ દૂધ સાથે ખાઇ લો. ગરમ દૂધ સાથે લાડુ ખાવાથી હાડકા અને સ્નાયુઓ પર સારી અસર પડે છે. તે સિવાય કરોડરજ્જુ માટે આ લાડુ ઉત્તમ માનવામાં આવે છે.

ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી:

ઘઉંનો કરકરો લોટ 2 કપ, ઘી 250 ગ્રામ,ગોળ 200 ગ્રામ, સૂકા નારિયળ નું છીણ 50 ગ્રામ, ગુંદર 200 ગ્રામ, કાજુ 50 ગ્રામ, બદામ 50 ગ્રામ, અખરોટ 50 ગ્રામ, સુઠ પાવડર 1 ચમચી, એલચી પાવડર ¼ ચમચી, જાયફળ પાવડર ¼ ચમચી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક કડાઈ ગરમ કરવા મૂકો, એમાં એક બે ચમચા ઘી ગરમ કરી ગુંદર તળી લ્યો, તળેલા ગૂંદરને સાઈડમાં લઇ એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટ ના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘી ને બરોબર ગરમ કરો

ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટને ધીમા તાપે હલાવતા રહો લોટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તળેલા ડ્રાયફ્રૂઈટ્સ, ગુંદર અને નારિયળ નું છીણ નાખી મિક્સ કરી દ્યો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળને લોટ ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો. આ મિશ્રણ થોડું ઠરે એટલે તેના નાના નાના લાડુ બનાવી દ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!