ફળ દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક બની રહે છે. દરેક ફળ માં અલગ અલગ ગુણધર્મો હોય છે, જેનાથી ઘણી બીમારી આપણા થી દૂર રહે છે, એટલા માટે હંમેશા ફળ નું સેવન જરૂર કરવું જોઈએ. જેથી શરીર તંદુરસ્ત રહે અને સ્વસ્થ પણ રહી શકે. એમાં પ્રત્યેક વ્યક્તિ ને ઋતુ ના હિસાબે ફળો નું સેવન જરૂર થી કરવું જોઈએ. કારણ કે ફળો નું સેવન કરવાથી શરીર ને કેટલાય જરૂરી પોષક તત્વ અને એનર્જી મળી રહે છે.
ફળ શરીર ને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. સાથે જ તે બીમારી થવાથી પણ આપણને બચાવે છે. મોટાભાગ ના તો ડોક્ટર પણ ફળ ખાવાની સલાહ આપે છે. આ ફળ નું નામ લેસુઆ (ગુંદા) છે.
રોજ આ ફળ નું સેવન કરવાથી પુરુષો ના શરીર માં કોઈ પણ પ્રકાર ની કોઈ પણ ઉણપ રહેતી અને અને ઘણી બીમારીમાંથી પણ છુટકારો મળી શકે છે. આ ફળ નું સેવન કરવાથી શરીર ને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.
આ ફળ ને રોજ ખાવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ફળમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજ ને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ફળ માં મળી આવતા આયરન ની માત્રા લોહી ની કમી ને દૂર કરે છે. આ ફળ માં ઘણા પ્રકાર ના વિટામીન પણ જોવા મળે છે, જેનાથી ઘણી બીમારી માંથી છુટકારો મળે છે.
લેસુઆ ના ફળ ને સુકવી ને પીસી લેવા અને પછી એવું કર્યા પછી તેના લાડુ બનાવી ને તેનું રોજ સેવન કરવું જોઈએ. આ ફળ ના લાડુ ખાવાથી થોડા જ દિવસો માં તમારું શરીર ખુબ જ મજબૂત અને તાકાતવર બની જશે. સાથે જ કમજોરી ની સમસ્યા હંમેશા ને માટે દૂર થઇ જશે. આ ફળના લાડુ નું સેવન કરવાથી શરીર માં તાકાત બની રહે છે.
રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.
ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
કાચા ગુંદાનું શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા લાગે છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે. ગુંદા મધ્ય ભારતના વન માં જોવા મળે છે.
ગુજરાતના આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. અને તેને મેંદા, બેસન અને ઘી સાથે મેળવીને લાડુ બનાવે છે.તેનું સેવન દરરોજ કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી નથી આવતી અને હાડકાની બીમારી પણ આના સેવનથી દુર થઇ જાય છે.
ગુંદા ની છાલનો કાડો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સોજા વાળા ભાગ પર લગાવવાથી અને માલીશ કરવાથી ખુબજ ફાયદો થાય છે. આ પેસ્ટ ને ધાધર પર લગાવાથી ધાધર સારી થઇ જાય છે.
આ ફળ એન્ટી ઓક્સીડન્ટ થી ભરેલું છે જેના કારણે ટે આપણા મગજ ને તેજ કરે છે. અને તેમાં આયર્ન નની માત્ર ભરપુર પ્રમાણ માં હોય છે. જે આપણા શરીરમાં લોહીની માત્રા વધારે છે. તેથી જો આ ફળ તમારી આસ પાસ માં મળતું હોય તો તેનું સેવન જરૂર કરવું.
ગુંદાનુ મોટુ ઝાડ હોય છે, જેના પાંદડા ચિકાણા હોય છે, આદિવાસી લોકો હંમેશા તેના પાંદડાને પાનની જેમ ખાય છે. આ વૃક્ષનુ લાકડુ બાંધકામ માટે કામમાં આવે છે. ગુંદાનુ વનસ્પતિક નામ કર્ડિયા ડાઈકોટોમા છે, તેની છાલની અંદાજે 200 ગ્રામ માત્રામાં લઈને તેટલી જ માત્રા પાણીની સાથે ઉકાળવુ અને જ્યારે એક ચતુર્થાશ પાણી રહે તેનાથી કોગળા કરવાથી દાંતનુ દર્દ દૂર થાય છે.