ઉનાળાની ઋતુની અસર લોકોના કેટરિંગ પર પડે છે. આ ઋતુમાં લોકો ઓછું ખાવાનું પસંદ કરે છે અને તે જ ખોરાક પસંદ કરે છે જે ગરમીથી રાહત આપીને તેમના શરીરને ઠંડુ પાડે છે. આવી સ્થિતિમાં, તમે તમારા કેટરિંગમાં ગુલકંદનો સમાવેશ કરી શકો છો. ગુલકંદ શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.
ગુલાબની પાંખડીમાંથી બનેલો ગુલકંદ સ્વાસ્થ્ય માટે સાથો સાથ આરોગ્ય માટે પણ ફાયદેમંદ છે. ગુલકંદ બાળકોથી માંડીને વડીલો સુધીની દરેક સમસ્યાઓનો સામનો કરે છે. ચાલો આપણે જાણીએ ગુલકંદનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે ગુલકંદનું સેવન બહુ ફાયદાકારક છે.
પ્રેગ્નેનસીમાં જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેનું સેવન કરવાથી જલ્દીથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. પ્રેગ્નેટ મહિલાઓને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ગુલકંદનું સેવન જરૂર કરવું જોઈએ તેનાથી માં અને થનાર બાળક ને ખુબ જ ફાયદો મળે છે. જો કોઈની ત્વચા સુકી અને ઢીલી પડી ગઈ હોય તો ગુલકંદ ખાવાનું શરુ કરી દો તેનાથી ત્વચા સારી થાય છે અને ત્વચાનો રંગ પણ નિખરે છે.
શરીરમાં ગરમીના લીધે કેટલીક વખત મોઢામાં ચાંદા પડી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે સવાર-સાજ એક ચમચી ગુલકંદનું સેવન કરવું. તે સિવાય એ દાંતનાં દુઃખાવામાં પણ રાહત અપાવે છે. ઘણીવાર મોઢામાં છાલા પડવાને લીધે બળતરા અને દુઃખાવો થવા લાગે છે પણ જો નિયમિત ગુલકંદ નું સેવન કરીએ તો આ તકલીફમાંથી બચી શકીએ છીએ.
ગુલકંદ પેટ માટે એક રામબાણ ઔષધીનું કામ કરે છે. કેમ કે ઘણા લોકોને પેટની તકલીફ જેવી કે કબજિયાત, ગેસ, બળતરા, મરડો અને પેટના દુખાવાની તકલીફ થતી રહે છે. પણ જયારે ગુલકંદ નું સેવન કરો છો તમને પેટની આ તકલીફો નો સામનો નહીં કરવો પડે. તેને ખાવાથી ભૂખ પણ વધે છે. કેમ કે તેમાં વિટામીન સી,એ અને બી નું વધુ પ્રમાણ મળી આવે છે.
ગુલકંદ ખાવાથી આંખોની તકલીફ જેવી કે બળતરા પણ દુર થઇ જાય છે. તેનાથી આંખોની રોશની પણ વધી જાય છે અને આંખોની નસ પણ ઠીક થઇ જાય છે. ગુલકંદ ખાવાથી શરીરમાં ઈમ્યુનીટી પાવર વધી જાય છે. જેનાથી રોગો સામે લડવાની શક્તિ મળે છે. જો કોઈને ગરમીની સિઝનમાં નાકમાંથી લોહી નીકળવાની તકલીફ છે જેને નસકોરી ફૂટવી કહેવામાં આવે છે તો તેવામાં ગુલકંદ ખાવાથી આ તકલીફ માંથી મુક્તિ મળી જાય છે.
ગુલકંદમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે. તેનાથી આપણું લોહી પણ સાફ થાય છે. જેના લીધે આપણે પીંપલ્સ નો સામનો નથી કરવો પડતો. તેનાથી શરીરમાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. અને તેનાથી શરીરના બધા ટોક્સિન બહાર નીકળી જાય છે અને તેનાથી સ્કીનનો રંગ ચોખ્ખો થઈ જાય છે.
ગુલકંદનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે. મેગ્નેશિયમ ગુલકંદની અંદર જોવા મળે છે, જે હૃદય માટે ફાયદાકારક છે. આ સિવાય ગુલકંદનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય માટે જીવલેણ માનવામાં આવે છે અને હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
ગુલાબમાં લેસેટીવવ ડ્યરેટીવ ગુણ મળી આવે છે જે શરીરમાં મેટાબોલિઝ્મ ને તેજ કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં કેલેરીનું પ્રમાણ ને ઓછું કરી દે છે જેનાથી વજન ઓછું થઇ જાય છે. દરરોજ ગુલકંદ ખાવાથી ફેસ ગ્લો કરવા લાગે છે કેમ કે, તે બ્લડને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી વ્હાઈટનેસ, ખીલ, ડાઘ-ધબ્બા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.
ગુલકંદ આંખો માટે પણ સારું માનવામાં આવે છે અને તેને ખાવાથી આંખોને અનેક રોગોથી બચાવે છે. ગુલકંદની અસર ઠંડી છે, જેના કારણે તેને ખાવાથી આંખમાં બળતરા થવાની ફરિયાદ થતી નથી. બીજી બાજુ, ગુલકંદ પર થયેલા ઘણા સંશોધન મુજબ, આંખોમાં સોજો આવે છે અને આંખોની લાલાશની સમસ્યા પણ તેનું સેવન કરવાથી સુધારે છે. તેથી, જે લોકોને આંખોને લગતી આ સમસ્યાઓ છે, તેઓએ ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ.
જે લોકોને ભૂલવાની આદત હોય છે તેમને દરરોજ દૂધની સાથે એક ચમચી ગુલકંદનું સેવન કરવું જોઈએ. તેનાથી દિમાગ તેજ થશે અને ગુસ્સો પણ નહીં આવે. ગુલકંદનું રોજ સવાર સાંજ એક ચમચી સેવન કરવાથી મગજ શાંત રહે છે. તેને ખાવાથી માનસિક તણાવ કે ચિડીયાપણું પણ દુર થઇ જાય છે. જેથી માનસિક થાક અને તનાવ પણ ઓછો થાય છે અને તેને ખાવાથી બાળકો ની યાદશક્તિ વધી જાય છે.