99% લોકો નથી જાણતા 100 થી વધુ રોગોનો સફાયો કરતી આ ઔષધિ વિશે, કોલેસ્ટ્રોલ માટે તો છે રામબાણ..

આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. આ વનસ્પતિ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં ઉગે છે.

ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે. આવો જાણીએ કે આયુર્વેદ મુજબ આપણે ગુગળ ના પ્રયોગથી કઈ કઈ બીમારી માંથી રાહત મેળવી શકીએ છીએ.

ગુગળ એ આયુર્વેદનું એક શ્રેષ્ઠ ઔષધ છે. તેમાંથી અંદાજે ચાલીસ જેટલા ઔષધો તૈયાર થાય છે. તેને આયુર્વેદમાં જીવન રસાયણ પણ કહે છે. તેના વિના આયુર્વેદની કલ્પના પણના થઈ શકે. આયુર્વેદમા તેને સર્વ દોષ હરનાર કહે છે. તે સ્વાદે કડવો , તીખો, રસાયન, ઉષ્ણ, તુરો અને પાચક હોય છે.

ગૂગળનો ઉપયોગ ભાંગેલા હાડકાને સાંધનાર, અગ્નિદીપક, ભીનો, મધુર, તીક્ષ્ણ સ્નિગ્ધ, સુગંધ, પૌદ્રષ્ટિક, ભેદક અને કફ, વાયુ કાસ, કૃમિ, વાતોદર, સોજો, પ્રમેહ, ભેદરોગ, રક્તદોષ, ગ્રંથિરોગ, કંડમાલા, કોઢ, ઉલ્ટી, આમવાયુ તથા અશ્મરી જેવી સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે. ગુગળનો સુગંધીદાર ધૂપ તથા ઔષધ બનાવવામાં ઉપયોગ કરવા તેની વધુ પડતી કાપણી ને લીધે તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.

જો મોટાપાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ગૂગળ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત થાઈરોઈડની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો પણ ગૂગળ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય કોલેસ્ટ્રોલની સમસ્યાને નિયંત્રિત કરવા માટે પણ ગૂગળ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય હૃદયરોગ સાથે સંકાલાયેલ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે પણ ગૂગળ લાભદાયી સાબિત થાય છે.

ગૂગળ સંધિવાનાં લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે. ગૂગલનો ઉપયોગ અન્ય ઔષધીય વનસ્પતિઓ ઉમેરીને સંધિવાની સારવાર માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ અન્ય તત્વો જેવા કે ત્રિફલા પાવડર, અમલાકી, જીરું વગેરે સાથે કરીને થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સંધિવા, અને બળતરાની સારવાર માટે થાય છે. તે સાંધાને મજબૂત કરવામાં મદદ કરે છે અને સાંધાવાળા લોકોને સખત મદદ કરે છે. જો કે, વધુ પડતા સેવનથી નુકસાન થઈ શકે છે.

મૂત્ર માર્ગની બધી સમસ્યાઓના ઉપચાર માટે ગૂગળ ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને, ડિસ્યુરિયા પેશાબમાં મુશ્કેલીનું કારણ બને છે. ગૂગળ કિડનીને મજબૂત બનાવે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આ મિશ્રણનું સેવન કરવાથી કોઈ નુકસાન થતું નથી.

પિમ્પલ્સ પર ગૂગળની અસર એન્ટીબાયોટીક ટેટ્રાસિક્લાઇન જેવી જ છે. તે બળતરા ઘટાડે છે અને પિમ્પલ્સને ફરીથી આવતા અટકાવવાનું પણ કામ કરે છે. એવું માનવામાં આવે છે કે ગુગળમાં એસ્ટ્રિજન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિસેપ્પ્યુટિવ જેવા ગુણધર્મો છે. આ ગુણધર્મોની હાજરીને લીધે, ગુગળ ખીલની સારવારમાં મદદ કરે છે.

તાવ મટાડવા માટે ગૂગળ એન્ટિપ્રાયરેટિક તરીકે પણ કામ કરે છે અને શરીરના રોગને કારણે ત્વચાના સ્ત્રાવને પણ ઘટાડે છે. તેનો ઉપયોગ પૂરક તરીકે એન્ટી-ઇન્ફ્લેમેટરી ઔષધિ જેવા કે ટીનોસ્પોરા (ગુડુચી), ઇચિનાસીઆ અને ગોલ્ડનસેલ વગેરે સાથે કરવામાં આવે છે. ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે. જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ અતિ લાભદાયી છે.

ગુગળનો ઉપયોગ કરીને માસિક સ્રાવની સમસ્યાઓ દૂર કરી શકાય છે. તે સ્ત્રીઓ માટે એક લોકપ્રિય આયુર્વેદિક પૂરક છે. ગુગળ ચેપ અને ગળાની સમસ્યાઓ દૂર પણ  કરવામાં મદદ કરે છે.ગુગળ લોહીમાં પ્લેટલેટ્સ ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

ગૂગળ ને કબજિયાતની સમસ્યા માટે સર્વશ્રેષ્ઠ ચુર્ણ માની શકાય છે. એને ત્રિફળા ચૂર્ણની સાથે ભેળવી રાત્રે સૂતી વખતે નવશેકું ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યા કાયમી માટે દૂર થાય છે. પેટને લગતી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી છુટકારો મેળવી શકાય છે.

વાળની સમસ્યાઓ માટે ગૂગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગૂગળને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે.ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગૂગળના ચૂરણને એક કપ પાણીમાં ઓગળી ને એક કલાક પછી ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા નથી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!