શરીરની બળતરા, કોલેસ્ટ્રોલ અને મોંના ચાંદાનો મોંઘી દવા વગરનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

ઘણા વર્ષોથી ગૂગળનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. ગૂગળમાં ડાયાબિટીઝથી લઈને મેદસ્વીપણા સુધીના ઘણા ગંભીર રોગોને મટાડવાની શક્તિ હોય છે. તેને એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી સમૃદ્ધ માનવામાં આવે છે. આ કારણથી તે ઘણા ગંભીર રોગોમાં વધુ સારી દવા તરીકે સાબિત થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ ગૂગળના ફાયદાઓ વિશે.

જેમને કમરનો દુખાવો રહેતો હોય છે તેને આ ગૂગળનો પ્રયોગ કરવો. સૌથી પહેલા બે ગ્રામ જેટલો સારો ગૂગળ લેવો અને એક ખજૂરની પેશી લેવી તેમાંથી ઠળિયો કાઢી લેવો અને તેની જગ્યાએ ગૂગળનો પાવડર ભરી લેવો, પછી તેની ઉપર રોટલીનો લોટ બાંધીને વિટી દેવો જેનાથી ગૂગળ બહારના નીકળે પછી તેને થોડું ગરમ કરવું, ગરમ કર્યા પછી બહાર કાઢી તેને સારી રીતે મિક્સ કરી લેવું, મિક્સ કર્યા પછી તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ 1 ગોળીનું સેવન રોજે સવારે ભૂખ્યા પેટે કરવું તેનાથી કમરનો દુખાવો ધીરે ધીરે મટવા લાગશે.

ગૂગળ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તે હૃદય સંબંધી દરેક સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. ગૂગળ બ્લડપ્રેશરની સમસ્યાને નિવારવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. ગૂગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછુ કરે છે. ગૂગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

ગૂગળ ગર્ભાશય સાથે જોડાયેલા રોગો માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે એક ચમચી ગૂગળના પાવડરને સવારે અને સાંજે ગોળ સાથે લેવો જોઈએ. જો રોગ ખૂબ જટિલ છે, 4 થી 6 કલાકના અંતરે તેનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી રોગ જડમૂળથી દૂર થશે. ગૂગળમાં એવા ગુણધર્મો હોય છે જે પીડા અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે શરીરની નર્વસ સિસ્ટમ મજબૂત કરવામાં પણ મદદ કરે છે. આ માટે ગૂગળના ચુર્ણની એક ચમચી સવાર-સાંજ હળવા પાણી સાથે લેવી જોઈએ.

મોઢામાં ચાંદા અથવા કોઈ પણ પ્રકારની પીડા થતી હોય તો ગૂગળ ખૂબ ઉપયોગી થાય છે. આ માટે ગૂગળને ગરમ પાણીમાં દિવસમાં 2 થી 3 વાર ઓગાળી લો અને તેનું સાથે સેવન કરો, તે મોઢાના ચાંદાની સમસ્યામાં રાહત આપે છે. ગૂગળ શરીરની ચરબી પણ ઓછી કરે છે. 1 થી 2 ગ્રામ શુદ્ધ ગૂગળ ગરમ પાણી સાથે દિવસમાં 3 વખત લેવામાં આવે તો સરળતાથી મેદસ્વીપણાથી છૂટકારો મેળવી શકાય છે.

મહિલાઓને વાળની સમસ્યા અને ચરબીની સમસ્યા માટે ખાસ ગૂગળ ઉપયોગી છે. એક ચમચી ગૂગળ રોજે સવારે, બપોરે અને સાંજે એક ગ્લાસ પાણી સાથે કરવું તેનાથી જામેલી ચરબી ઓગળવા લાગશે. ગૂગળને વિનેગરમાં મિક્સ કરી રોજે રાત્રે માથામાં હળવા હાથે લગાવી મસાજ કરો નિયમિત આ વસ્તુ કરવાથી વાળ મજબૂત અને કાળા થવા લાગશે.

હાડકાંમાં સબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો ગૂગળ એક ખૂબ જ સારી દવા છે. હાડકાંનો સોજો, ઈજા પછી દુખાવો, તૂટેલા હાડકાંને યોગ્ય કરવા અને લોહીની અછત દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક છે. આ ચુર્ણનો એક ચમચી સવાર-સાંજ હળવા પાણી સાથે લેવી જોઈએ. તેનાથી તમને રાહત આપશે.

ગૂગળ ઇન્સ્યુલિનના ઉત્પાદનને સુધારવાનું કામ કરે છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ અવશ્ય ખાવો જ જોઇએ. તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે અને સ્વાદુપિંડનું રક્ષણ કરે છે, ત્યાં ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં સુધારો કરે છે. આ માટે ચુર્ણની એક ચમચી સવાર-સાંજ હળવા પાણી સાથે લેવી પડશે.

ગુગળ નો ઉપયોગ સુગંધ પરફ્યુમ અને દવામાં પણ કરવામાં આવે છે. તેની સુગંધ સારી હોય છે. ગુગળ ની સુગંધ થી તમારા માથા નો દુખાવો અને એના સબંધિત રોગો નાશ થઈ જાય છે. કોઇપણ વાઇરસજન્ય કે ચેપી રોગો ને દૂર કરવા માટે સવાર-સાંજ ગુગળ નો ધૂપ કરવો જોઈએ જેથી આવા રોગોથી બચી શકાય છે. ઘરનું વાતાવરણ શુદ્ધ કરવા માટે ગુગળ નો ધૂપ ખુબજ ફાયદાકારક છે. લીલા ગુગળ ને ગરમ પાણીમાં ઓગળી ત્રણ વાર લેવાથી ચરબીની ગાંઠો મટી જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!