કદાચ ઘણા લોકો ગોવિંદ ફળ નામથી અજાણ હશે કારણ કે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઓછો થાય છે. ગોવિંદ ફળનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. તેના મૂળ, ફૂલો અને પાંદડા દવા તરીકે વપરાય છે. તેની ડાળીઓ ગોળાકાર અને ભુરા રંગની હોય છે. તેના પાંદડા લાંબા, પહોળા અને ટોચ વાળ હોય છે. તેના ફળો નરમ હોય છે. તેના બીજ ગોળાકાર અને સફેદ રંગના હોય છે. તેના ફૂલો નો સમયગાળો જાન્યુઆરીથી એપ્રિલનો છે અને ફળ નો સમય જૂન થી જુલાઇ સુધીનો છે.
તો ચલો હવે આપણે જાણીએ કે ગોવિંદ ફળથી આપણા શરીરને કયા કયા લાભ થાય છે. જો ખાવા-પીવા ને લીધે પેટમાં દુખાવો થાય છે, તો પછી ગોવિંદ ફળની દાંડીની છાલને પીસીને પેટ પર લગાવવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. જો કોઈ રોગ ની આડ અસર ને લીધે ભૂખ ઓછી લાગે છે, તો કાળા મરી, આમલી અને લસણ સાથે 1 ગ્રામ ગોવિંદ ફળના પાંદડા પીસીને તેનું સેવન કરવાથી ભૂખ વધે છે.
20 થી 40 ગ્રામ ગોવિંદ ફળના મૂળ, દાંડી, પાન, ફળ અને ફૂલ નો ઉકાળો સવાર-સાંજ પીવાથી શ્વાસ ની તકલીફ દૂર થાય છે. ગોવિંદ ફળના પાંદડા પીસીને ફોલ્લા પર લગાવવાથી રાહત મળે છે. તગર, બહેડા, સિંધવ મીઠું અને દેવદાર સમાન પ્રમાણમાં લો અને તેમાં તેલ નાંખીને તેને ગાળી લો. આ ગરમ તેલમાં રૂ પલાળીને તેને યોનિમાં રાખવાથી યોનિમાર્ગના દુખાવામાં રાહત મળે છે. સિફિલિસ એ જાતીય રોગ છે. ગોવિંદ ફળના પાનનો ઉકાળો લેવાથી દર્દી માટે ફાયદાકારક છે.
જ્યારે હરસ માંથી લોહી વહી જાય છે અને દુખાવો ઓછો થાય છે, તો ગોવિંદ ફળના પાંદડા પીસીને મસા પર લગાવવાથી હરસ થી થતી પીડામાં રાહત મળે છે. ઈન્દ્રવૃણી મૂળ, બાવળ ની છાલ, નસોત્તર અને કચનારા સમાન માત્રામાં મેળવીને ઉકાળો તૈયાર કરો. 15-30 મિલીલીટર ઉકાળા સાથે ગોળ મેળવી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.ગોવિંદ ફળના પંચાંગ (મૂળ, દાંડી, પાંદડા, ફળ અને ફૂલ)નો ઉકાળો સવારે અને સાંજે લેવાથી બ્રોન્કાઇટિસ રોગમાં ફાયદો થાય છે. 20 થી 80 ગ્રામ સવાર-સાંજ ગોવિંદ ફળના મૂળા નો રસ પીવાથી આવતો તાવ મટે છે.
ગોવિંદ ફળના મૂળની છાલ નો ઉકાળો કરો અને 10-20 મિલિલીટર પીવો, તે તાવ થી રાહત આપે છે. ગોવિંદ ફળના ઉકાળથી મેલેરીયા, ટાઈફોડ, કમળો, ડેન્ગ્યુ જેવા તાવ માં રાહત મળી રહે છે. ગોવિંદ ફળના મૂળની છાલને પીસીને તેનો લેપ કરવાથી અંડકોષનો સોજો અને અંડકોષ ગ્રંથિની બળતરા ઘટાડવામાં મદદ મળે છે. ફિલેરિયા સોજા ની સાથે ગાંઠો પર પણ અસર થાય છે. શરીરની આ સમસ્યાથી રાહત મેળવવા માટે ગોવિંદ ફળના મૂળ અને પાંદડા લગાવવાથી ફાયદો થાય છે.
પિમ્પલ્સ માં ગોવિંદ ફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ગોવિંદ ફળના મૂળની છાલ ને પીસી લો અને તેને લગાવવાથી પિમ્પલ્સ થી રાહત મળે છે. જો કોઈ જગ્યા પર સોજો ઉતરતો જ નથી, તો પછી ગોવિંદ ફળના મૂળ અને પાંદડા પીસીને સોજો વાળી જગ્યાએ લગાવવાથી સોજો ઓછો થાય છે. ગોવિંદ ફળના પંચાંગ (મૂળ, ડાળ, પાન, ફળ અને ફૂલ) નો ઉકાળો બનાવો અને તેને દિવસમાં બે વાર લેવાથી કફ અને શરદી ઓછી થાય છે. ગોવિંદ ફળના મૂળ નો રસ સવાર-સાંજ પીવાથી ઝાડા માં ફાયદો થાય છે.
ગોવિંદ ફળના સુકા મૂળના પાવડરની પાણીમા પેસ્ટ બનાવો અને અસરગ્રસ્ત ભાગ પર લગાવવાથી ઈજા ઝડપથી મટે છે અને દુખાવો પણ ઓછો થાય છે. ગોવિંદ ફળના બીજ વાટી લો અને તેને ઘા પર બાંધો. તે ઘા ઝડપથી મટાડે છે. ગોવિંદ ફળના પાંદડા પીસીને પેટના નીચેના ભાગ (પેડુ) પર લગાવવાથી દર્દીને મરડા થી રાહત મળે છે. મરડામાં 40 થી 80 ગ્રામ ગોવિંદ ફળના બીજને પાણીમાં મેળવી પીવાથી તાત્કાલિક રાહત મળે છે.