Site icon Ayurvedam

દિવસમાં એક વખત પી લ્યો આ શરબત, આખો દિવસ મળી જશે ઠંડક, પંખા અને AC ની પણ જરૂર નહીં પડે

દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો, અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.

વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટામિન બી સમુહના વિટામિન રહેલા હોય છે. ગોળ અને વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. તેમા વર્તમાન પોટાશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકે છે.વરિયાળી ખાવાથી હાર્ટ ને લગતી બીમારી પણ દૂર થાય છે.

વરિયાળીને પાણીમાં ઉકાળીને, પછી મેશ કરીને આ લેપને માથા પર લગાવવથી માઈગ્રેનની સમસ્યાથી આરામ મળે છે. વરિયાળીનુ સેવન કરવાથી મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. વરિયાળી ચાવવા થી મોઢામાંથી સારી સુગંધ આવવા માંડે છે.

ગોળ અને વરિયાળી શરબતને પીવાથી શરીરમાં ઠંડક અનુભવાય છે. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાની સમસ્યાથી છુટકાળો અપાવે છે. શરીરમાં તાજગીનો અનુભવ થાય છે. આ શરબતને ઉનાળામાં બાળકો અને વડીલો બંને પી શકે છે. સ્વાદમાં પણ આ શરબત ખુબજ સ્વાદિષ્ટ હોય છે.

આ શરબત બનાવવા માટે ગોળના નાના નાના ટુકડા લો અને તેને પાણીમાં પલાળો. પછી તેને પાણીમાં સંપૂર્ણ રીતે ઓગાળી દો. ગોળ ઓગળી જાય ત્યારે તેમાં એક ચમચી જેટલી વાળિયારી ઉમેરો. આ પાણીને ૧૦ થી ૧૫ મિનિટ એમ જ રહેવા દો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ શરબતમાં થોડું સંચળ મીઠું પણ ઉમેરો. તેના પછી ઈલાયચીના બીજનો ભૂકો ઉમેળો અને 2 મળીનો પાઉડર ઉમેળો. અડધી ચમચી જેટલો સૂંઠનો પાઉડર ઉમેળો અને છેલ્લે એક લીંબુનો રસ ઉમેરી લો.

આ બધું મિક્સ કરીને તેને ગળીલો અને આ શરબત પીવા માટે રેડી છે. આ શરબતને પીવાથી શરીરને તરત જ ઉર્જા મળે છે. આ શરબતને ઉનાળાની ઋતુમાં પીવાથી શરીરને ઠંડક પહોંચાડે છે અને ગરમી ઓછી લાગે છે. આ શરબત શરીરને કેલ્શિયમ પૂરું પાડે છે માટે તેને ઉનાળાની ઋતુમાં રોજ એકવાર તો આ શરબત પીવો જ જોઈએ. જે છોકરીઓ અથવા સ્ત્રીઓને માસિક નિયમિત ન આવતું હોય તેમણે પ્રતિદિન 3 વાર ગોળ ખાવો જોઈએ. ગોળનો ટુકડો ખાવાથી સ્ત્રીઓમાં પીએમએસ(PMS)ના લક્ષણો, માસિક પીડા, મૂડ સ્વિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે.

ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત હોય છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. તેમા વર્તમાન પોટાશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકે છે. વરિયાળીના ઔષધીય ગુણો પર કોઈને પણ કોઈ શંકા નથી.

પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દુર કરે છે ગોળ. ગોળ પેશાબ કરવામાં થતી તકલીફ માટે સારો ઈલાજ છે. પૂરતા પ્રમાણમાં પેશાબ કરવામાં મદદ કરે છે. તેના માટે આયુર્વેદિક ડોક્ટર ગરમ દુધમાં ગોળ નાખીને ખાવાનું કહે છે. વરિયાળીમાં ભરપૂર એંટીઓક્સીડેંટ્સ અને ખાદ્ય રેશા મળે છે. તેમા વર્તમાન એંટીઓક્સીડૈટ્સ નુકશાનદેહ ફ્રી રૈડિકલ્સ દૂર કરે છે. આ કેન્સર અને તંત્રિકા તંત્રની બીમારીઓને રોકવામાં સહાયક છે. તેમા રહેલા ફ્લેવોનાઈડ અને એંટીઓક્સીડૈંટથી કોલોન કેન્સર સંકટ ઓછુ થાય છે.

ગોળ ત્વચામાં નિખાર લાવે છે. મહિલાઓને ત્વચા વિષે ઘણી બધી ચિંતા રહેતી હોય છે. જો નિયમિત રૂપે ગોળનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં રહેલું હાનિકારક ટોક્સીન કાઢી નાખે છે. જેનાથી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે તે હાડકાઓને પણ મજબુત બનાવે છે. ગોળમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં ફાયદાકારક છે.

વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચામાં પણ નિખાર આવે છે.આફરો થઈ જાય તો વરિયાળીને પાણીમાં ઉકાળીને આ પાણીની એક એક ચમચી થોડી થોડી વારે લેતા રહો.

તાવ આવતા વરિયાળીને પાણીમાં ઉકાળી 2-2 ચમચી લેવાથી તાવ વધતો નથી.અને તાવ માં રાહત મળે છે. અને ખાટા ઓડકાર આવતા વરિયાળીના ચૂરણને કુણા પાણી સાથે લો તેનાથી લાભ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version