ગોખરૂ એ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે ગોખરૂ ના ઝાડમાંથી પ્રાપ્ત થાય છે. ગોખરૂ ના પાંદડા, ડાળખી અને મુળિયા બધું ઔષધી તરીકે વાપરવામાં આવે છે. ઉભા ગોખરૂ એટલેકે બોડા ગોખરું ને વેળા ગોખરૂ બે જાતના ગોખરું જોવા મળે છે. ઉભા ગોખરૂ ના છોડ થાય છે. તેને તલના છોડ જેવા પાન થાય છે. અને જમીનથી એક ફૂટ જેટલો ઉચો છોડ હોય છે. તેના ફળ પર ત્રણ બાજુ કાંટા હોયછે. તેને ‘ત્રીકેટક’ પણ કહે છે. વેલ ગોખરૂ કાળી જમીનમાં ખુબ ફેલાયેલા વેળા રૂપે થાય છે. તેના પાંદડા ચણાના પાંદડા જેવા હોય છે. તેની ચારેબાજુ કાંટાવાળા અનેક ગોખરૂ જોવા મળે છે.
ગોખરૂ વરસાદની સિઝનમાં વધારે થાય છે. તે ઠંડા અને ગરમ બન્ને તાપમાનમાં થાય છે. તેના સુકા ફળ ને ઔષધી તરીકે વાપરવામાં આવે છે. પ્રાચિનકાળ થી ગોખરૂ નો ઉપયોગ હર્બલ ઔષધી તરીકે કરવામાં આવે છે. બદલતા મોસમ માં તાવ અને શરદી સામાન્ય સમસ્યા બની જાય છે. તાવ આવતો હોય ત્યારે ૧૫ ગ્રામ ગોખરૂ માં ૨૫૦ મીલી પાણી નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.
ગોખરૂ નું નિયમિત સેવન થી પથરી ને બહાર નિકાળી શકાય છે. ૫ ગ્રામ ગોખરૂ ના ચૂર્ણમાં ૧ ગ્રામ મધ મિલાવીને દિવસમાં ત્રણ વાર લેવાથી અને તેના ઉપર બકરીનું દૂધ પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. ગોખરૂ ને પાણીમાં નાખીને પીસીને તેનો લેપ લગવાવથી ખંજવાળ, ત્વચાની સુજન, ઘાવ, દાદર વગેરે જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.
જો પાચનશક્તિ કમજોર હોય તો ગોખરૂ નો ઉકાળો બનાવીને પીવાથી લાભ થાય છે. ગોખરૂ ના ૩૦-૪૦ મિલી ઉકાળામાં પીપળી મૂળના ચૂર્ણને મિલાવીને થોડું થોડું પીવાથી પાચન શક્તિ મજબુત બને છે. ગોખરૂનો દુર્બળતા માટે ખુબ જ કારગર છે. ગોખરૂ, શતાવરી, નાગબલા, ખરેટી, અશ્વગંધા વગેરેને સરખા ભાગે લઈને વાટીને, ખાંડીને કપડાથી ગાળીને દરરોજ એક નાની ચમચી ચૂર્ણ, દૂધ સાથે લેવું. તેનું સેવન ધાતુ ક્ષીણતાની સમસ્યાની રામબાણ ઔષધી છે. 41 દીવસ સુધી ગોખરૂ ના આ ચૂર્ણનું સેવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને સંભોગ શક્તિ વધે છે.
પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ રોકાઈ રોકીને આવવો, ઓછો પેશાબ આવવો વગેરે જેવી સમસ્યાઓમાં ગોખરૂ નો ઉપયોગ કરીને મટાડી શકાય છે. ગોખરૂ ના ૨૦-૩૦ મિલી ઉકાળામાં મધ મિલાવીને દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી પેશાબ સબંધિત સમસ્યા માં લાભ થાય છે.
વધતી ઉમર સાથે હાડકા પણ નબળા થતા જાય છે. અને આમવાત કે સંધીવા ની સમસ્યા થઇ જાય છે. તેવામાં ગોખરૂ ના ફળમાં સુંઠ નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી કમરના દુખાવા, સંધના દુખાવા, હાડકા નબળા પડી જવા વગેરેમાં ખુબ જ લાભ થાય છે. ગોખરૂ અને સુંઠ ની માત્રા સરખી લેવી. શ્વાસ અને દમની બીમારીમાં ગોખર નો ઉપયોગ કરી શકાય છે. ૨ગ્રામ ગોખરૂ ના ચૂર્ણ ને સુકેલા અંજીર સાથે ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો. ગોખરૂ અને અશ્વગંધા ને સરખા ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણમાં બે ચમચી મધ નાખીને દિવસમાં ૨-૩ વાર ચાટવાથી ફાયદો થાય છે. ઉપર થી ગરમ દૂધ પીવું.
ગોખરૂ પુરુષોમાં પ્રજનન અંગોમાં મજબૂતી લાવે છે. વાંઝપણું દૂર કરે છે. શુક્રકોષની ગુણવત્તા વધારે છે. તે પ્રજનન સમસ્યા માટે ઉપયોગી છે, જે લોકોને શારીરિક કમજોરી અનુભવાઈ તેવા લોકોએ ગોખરૂનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ચણા, ગોખરૂનો રસ કે ચૂર્ણ અને મીશ્રીને બરાબર માત્રામાં લઈને મિશ્રણ બનાવી શકાય છે.
ચણાને 24 કલાક ગોખરૂ ના રસમાં ભેળવી દેવા. જયારે ચણા રસથી ભરાઈ જાય ત્યારે તેને છાયડે સુકાવી લેવા. સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવીને 1 ચમચી ચૂર્ણ દૂધ સાથે સવારે અને સાંજે લેવાથી સંભોગ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. માથાના દુખાવામાં ગોખરૂ નો બનાવેલો ઉકાળો પીવાથી લાભ થાય છે. ૧૦-૨૦ મિલી ગોખરૂ ના ઉકાળા ને સવાર-સાંજ પીવાથી પિત્ત વધી જવાને કારણે જે માથામાં દુખે છે તે તદ્દન મટી જાય છે.
મસાલેદાર ભોજન કર્યા પછી જો પેટ ગરમ થઈ ગયું છે અને ઝાડા થઇ ગયા છે તો ગોખરૂ ના ચૂર્ણને દહીં સાથે લેવાથી ફાયદો થાય છે. દિવસ માં બે વખત લેવું. ૫ ગ્રામ ગોખરૂ ના ફળ, ૫ ગ્રામ કાળી દ્રાક્ષ, અને બે ગ્રામ મુલેઠી લઈને આ બધું પીસીને સવાર સાંજ આ ચૂર્ણ નું સેવન કરવાથી રાહત મળે છે.