કોઈ પણ ત્વચાને લગતી સમસ્યા થાય એટલે લોકો લીમડાનો સાબુ વાપરવાની સલાહ આપે છે કારણ કે તે ખૂબ જ અક્સીર ઈલાજ સાબિત થાય છે. કારણ કે લીમડો કોઈ પણ સ્કીન ઇફેક્શન અને અન્ય સમસ્યા માટેનો રામબાણ ઈલાજ છે. બહારથી લીમડાનો સાબુ લો તો તેમાં લીમડાનું પ્રમાણ કેટલું છે તે કઈ ખબર હોતી નથી. પરંતુ જો આ સાબુ ઘરે જ બનાવેલો હશે તો તમે તેને એકદમ નિશ્ચિંત થઈને વાપરી શકો છો.
લીમડાના સાબુમાં વિટામીન ઈ, એન્ટીઓક્સીડન્ટ, કીટાણું વિરોધી કણ હોય છે. તેથી આ સાબુનો નિયમિત ઉપયોગ કરવાથી દાદ પણ દુર થઇ જશે તેમજ ત્વચામાં પડતી કરચલીઓ પણ દુર થઇ જશે. તેથી આ સાબુનો નિયમિત ઉપયોગ કરવાથી આ સાબુ તમારી ત્વચાને સુંદર અને યુવાન બનાવી રાખે છે.
આ સાબુને તમે ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને માત્ર ત્રણ જ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીમડાનો સાબુ ઘરે બનાવી શકો છો. તમને જાણીને આનંદ થશે કે લીમડો આપણી ત્વચાને ચામડીના રોગથી તો બચાવે છે પરંતુ તેની સાથે તમારા ચહેરાને પણ સૂંદર બનાવે છે. ખીલ જેવી સમસ્યા દૂર થાય છે. કારણ કે લીમડામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી રહેલી છે.
લીમડાનો સાબુ બનાવવાની રીત: સાબુ બનાવવા માટે તાજા લીમડાના પાન લ્યો. તાજા લીમડાની થોડી ડાળી માંથી એના પાન છુટા કરીને સારી રીતે પાણીથી ધોઈ લો. હવે એને મિક્સરના નાના જારમાં નાખો (એક બે મુઠ્ઠી જેટલા). અને એમાં માત્ર થોડું પાણી નાખી એનું ઘટ્ટ મિશ્રણ બનાવો.
તે મિશ્રણ ને એક કપમાં કાઢી લો તેમાં એક વિટામીન ઈ ની ઓઈલ કેપ્સુલ તોડીને લીમડાની પેસ્ટમાં નાખો. આપણી ત્વચા માટે પણ તે ઘણી ફાયદાકારક છે. બંનેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દો. તમે ગ્લિસરીન સાબુ લો. ગ્લિસરીન સાબુ ને તમારે છીણી લેવાનો છે. (તમે ગ્લીસરીન સાબુની જગ્યાએ સોપ બેઝ પણ લઇ શકો છો જે તમને મોટી દૂકાનથી મળી રહેશે.)
સાબુને આકાર આપવા માટે આઈસ્ક્રીમના કપ અથવા એ આકારના પાત્ર(પ્લાસ્ટિકની ડબ્બી) કે પછી બજારમાં મળતી સિલિકોન ડીસનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકની ડબ્બી કે આઇસ્ક્રીનમાં કપમાં થોડું વેસેલીન લઈને એની અંદરની ધાર પર લગાવી દો, જેથી સાબુ સરતાથી બહાર નીકળી જાય. જો તમે સિલિકોન ડીસ વાપરો છો તો એમાં કંઈ લગાવવાની જરૂર નથી.
સુગંધ માટે તેમાં તમે 2-3 ટીપા એસેન્શીયલ ઓઇલ કે ફરેગરેન્સ ઓઇલ નાખી શકો છો. હવે એને સારી રીતે મિક્સ કરી લો. હવે જે છીણેલો સાબુ છે એને ઓગળવાનો છે. એના માટે એક મોટા વાસણમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો અને એને ગરમ કરવા મુકો. ત્યારબાદ પાણી ગરમ થાય એટલે બીજા એક નાના વાસણમાં છીણેલો સાબુ નાખી એને ગરમ પાણી વાળા વાસણમાં મુકો. ધ્યાન રહે કે તમારે છીણેલા સાબુને સીધો ગેસ પર ગરમ કરવાનો નથી.
ગ્લિસરીન સાબુ ઓગાળવા માંડે એટલે એને હલાવતા રહો. અને એ ઓગળી જાય એટલે એમાં આપણી લીમડાની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેને તમારા લીધેલા કપ કે ડીસમાં ભરી લો. હવે એને ફ્રીઝરમાં મૂકી દો. એને તમે 35 થી 60 મિનિટ સુધી ઠંડા થવા દો. હવે તમે એને બહાર કાઢી લો. તો તૈયાર છે લીંમડાના સાબુ. હવે એને વાપરી શકો છો.
લીમડા ના સાબુ ના ફાયદા : લીમડાના પાંનમાં ત્વચા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાના પાંનમાં ઔષધીય ગુણો રહેલા છે જે બેકટેરિયાને મારે છે અને ત્વચાની રક્ષા કરે છે. આ ઉપરાંત લીમડો ખીલને પણ દુર કરે છે. વિટામીન ઈની કેપ્સુલ ત્વચાને મોઇસ્ચરાઈઝ કરે છે. તેમજ ત્વચાને ચમકદાર બનાવે છે. લીમડાના પાંનમાંથી બનાવેલો સાબુ આપણી ત્વચાને પોષણ પ્રદાન કરી ડેડ સેલ્સને રીમુવ કરે છે.
ત્વચા પર લાગેલી ધૂળ માટી અને તેલને સાફ કરે છે. લીમડાના પાંન ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. સૌથી મોટી ખાસિયત તો એ છે કે લીમડાના પાંનમાંથી બનાવેલો સાબુ દરેક પ્રકારની ત્વચાને માફક આવે છે. આ સાબુ તમારી ત્વચાને નુકશાન પહોંચાડ્યા વગર અંદરથી સાફ કરશે. આ ઉપરાંત આ સાબુ ત્વચાની સમસ્યામાં રાહત આપે છે.