ઘી એ ભોજન નો એક મહત્વ નો ભાગ છે. એમાં પણ ના ઘી નું ખૂબ મહત્વ છે. ગાય ના દૂધ ના માખણ નું ઘી બનાવતી વખતે એક કિલો માખણ દીઠ એક બીલીપત્ર નું પાન નાખવાથી એમાંથી બનેલ ઘી ની આવરદા અને ગુણ ખૂબ વધી જાય છે. ગાય ના ‘શુધ્ધ ઘી’ થી થતા ઔલોકીક ફાયદા વિશે કદાચ તમે નહિ જાણતાં હોય! એ સ્મરણ શક્તિ, બુદ્ધિ, જઠરાગ્નિ, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પિત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.
પચી ગયા પછી મધુર અને આંખ માટે હિતકારી છે, એ માટે એને પગના તળિયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી 15 મિનિટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે. એનો અખંડ દિવો જ્યાં ચાલુ હોય ત્યાં કોઈ ઝેરી જનાવર રહેતું નથી. 10 ગ્રામ ઘીના દીવાથી 1 ટન ઑક્સિજન મળે છે.
ઘીનાં ટીપાં સવારે નાકમાં મૂકવાથી કફ નહિ થાય, બપોરે મૂકવાથી પિત્ત અને સાંજે મૂકવાથી વાયુ થશે નહિ. શરદી માથાનો દુખાવો અને અનિદ્રા મટાડવા ગાયનું ઘી ઉત્તમ છે. પગના તળિયે ઘી ઘસવાથી ઊંધ સારી આવે છે.
આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવાં સ્નેહદ્રવ્યો તદ્દ્ન બંધ કરી દેવામાંઆવે તો શરીરમાં વાયુની વૃદ્ધિ, મંદાગ્નિ, કૃશતા, શુષ્કેતા તથા વાયુની વૃદ્ધિના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.
વાયુ પ્રકૃતિવાળા માટે એટલે જ ઘીનું સેવન અત્યંત જરૂરી છે. ઘી મનુષ્યિની જ્ઞાનશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે તેમ જ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠે તત્ત્વ છે. તે પ્રકુપિત થયેલા વાયુનું શમન કરે છે.
ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પિત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરનાં વાત, પિત્ત અને કફ ત્રણે દોષ માટે ઘી પોષણરૂપ હોવાથી શ્રેષ્ઠ્ ટોનિક છે. એક વર્ષ જૂનું ઘી ત્રણે દોષો મટાડે છે. તે મૂર્ચ્છા, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર-વાઈ તથા તિમિર (આંખનો એક રોગ) નો નાશ કરે છે. આવું જૂનું ઘી ધીમે ધીમે જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને આમનો નાશ કરે છે. તેમ જ કોઢ, નેત્રશૂળ, કર્ણશૂળ, મૂર્ચ્છા, સોજા, હરસ, ઉન્માદરોગ અને યોનિદોષમાં ફાયદાકારક છે.
આયુર્વેદમાં મુખ્ય આઠ પ્રકારનાં ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ઘી જેમ જેમ વધારે જૂનાં થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે, પરંતુ રોજિંદા આહારમાં, તર્પણમાં, પરિશ્રમ કર્યા બાદ બળના ક્ષયમાં, પાંડુરોગ, કમળો, નેત્રરોગ તથા સામાન્ય સ્વસ્થ મનુષ્યજ માટે તો તાજું ઘી જ સર્વશ્રેષ્ઠે ગણાય છે. ઔષધોપચારની દ્રષ્ટીએ જ જૂનું ઘી વધારે હિતકારી છે. રોજિંદા ઉપયોગમાં નવું ઘી ગુણકારી છે.