લોકો ગરોળી ઘરમાં હોવાનું શુભ માને છે. પણ તમને જણાવીએ કે ગરોળી એક એવું જીવ છે જેનાથી તમે ઘણા બધા નુકશાન પણ થઈ શકે છે. તેથી લોકો ગરોળીને ઘરથી બહાર કાઢવાની પૂરે કોશિશ કરે છે પણ કાઢી નહી શકતાં. ગરોળી પ્રત્યક્ષ તમને કોઈ નુકસાન પહોંચાડતી નથી પરંતુ ગરોળીનું મળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય શકે છે તેથી આજે અમે તમને એક એવું ઉપાય જણાવીશું જેનાથી તમે ગરોળીને તમારા ઘરથી બહાર કાઢી શકશો.
મોર આપના દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. પરંતુ શું તમે જાણો છો તેના પીછાં ના ઉપયોગથી તમારા ઘરની ગરોળી દૂર ભાગી શકે છે.. જૂના જમાનામાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા જેથી ગરોળી દૂર રહે.
ગરોળી ને ડુંગળીની સુગંધ પસંદ નથી હોતી. આ માટે જ્યાં ગરોળી આવવાની સંભાવના લાગે ત્યાં ડુંગળી ની છાલ રાખી દો. આવું કરવાથી ત્યાં ગરોળી નહિ આવે. આ શિવાય ઈંડાની છાલ થી પણ ગરોળી દુર રહે છે. ગરોળી ને તેની સ્મેલ પણ નથી ગમતી તો આ ઈંડા ની છાલ ને પણ બારી દરવાજા અને ગરોળી આવે તેવી જગ્યાએ રાખી દેવાથી ગરોળી ઘરમાં પ્રવેશી નથી શક્તિ.
મરી પાવડર દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. આ મરી પાઉડરના ઉપયોગથી ઘરમાં રહેતી ગરોળી દૂર કરી શકો છો. મરી પાઉડર પાણી સાથે મિક્સ કરીને ઘરની દિવાલો પર છાંટવાથી ઘરમાં ગરોળી દેખાશે નહીં. કોફી પાવડરને તમાકુ પાવડરની સાથે મિક્સ કરી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી ત્યાં રાખી દો જ્યાં ગરોળીઓ આવે છે. તેને ખાઈને તે ભાગી જશે અથવા તો મરી જશે.
ડુંગળીમાં સલ્ફર વધારે પ્રમાણમાં હોય છે. તેની ગંધ ગરોળીને પસંદ આવતી નથી. ડુંગળીને સ્લાઈસમાં કાપીને તેને દોરામાં બાંધી લાઈટ્સ વગેરેની પાસે લટકાવી દો. તેનાથી ત્યાં આવનારી ગરોળી ભાગી જશે. ગરોળી ભગાડવા માટે એક બોટલમાં ડુંગળીના રસની સાથે કેટલાક લસણના રસના ટીંપા મિક્સ કરી લો. આ રસમાં થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. તે બાદ જ્યાં વધારે ગરોળી આવી રહી છે ત્યાં આ રસને છાંટી દો. આમ કરવાથી ઘરમાં ગરોળી આવશે નહીં.
આપણે બધા આપણા કપડા વચ્ચે જે ફીનાઈલ ની ગોળી રાખીએ છીએ જેથી જીવાત ન આવે અને કપડા ના બગાડે. આ ફિનાઈલ ની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં ૨ થી ૩ ગોળી મૂકી દો. ગરોળી આવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.
ગરોળી ને ભગાડવા માટે નેપથેલીન બોલ્સ નો ઉપયોગ કરવો જોઈએ. આનો ઉપયોગ કરવો પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે. જેને તમે રસોડા અને કબાટ માં રાખી શકો છો. આવું કરવાથી ગરોળી તમારા ઘરથી દુર ભાગશે. લાલ મરચું પાવડર દરેક ઘરના રસોડામાં હોય છે. આ લાલ મરચાના પાવડર નો ઉપયોગ ગરોળી ભગાડવા માટે પણ થાય છે. ઘરના ખૂણા પર લાલ મરચું પાવડર છાંટવાથી ગરોળી ભાગી જાય છે.