શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગેસના રોગમાં કેવો ખોરાક લેશો ? બહુ જ ઉકાળેલા તળેલા પદાર્થો ન લો. મેંદાનો ઉપયોગ ન કરો. ઘઉં એના થુલા સાથે જ ઉપયોગમાં લો. રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળોનો શક્ય એટલો ઉપયોગ કરો. સાક૨-ગોળ, મધ કે ફળોના સ્વરૂપમાં લો. શોધિત ખાંડ સફેદ ન લ્યો.

રોજિંદા ખોરાકમાં કેવળ સૂકો-ભૂંજેલો-તળેલો ખોરાક ન લ્યો. ખાસ કરીને કબજિયાત થાય તેટલી હદે એવો ખોરાક લેવો હિતકારી નથી. ખોરાકને અંતે દહીં, છાશ, લીંબુ જેવા બનાવેલા પદાર્થોનો ઉપયોગ કરો. (જો ખોરાક લીધા પછી હોજરીમાં દાહ, બળતરા થતી હોય તો આવા ખાદ્ય-પદાર્થો લેવા હિતકર નથી.)

ઉગ્ર પ્રકારનાં પીણાં, વિશેષ ઉકાળેલી ચા, કૉફી પણ ગેસના રોગમાં નુકસાનકર્તા નીવડે છે. કઠોળવાળો ખોરાક-દહીં છાશ, લીંબુ સાથે વિશેષ સુપાચ્ય બને છે. પણ એકલા જ લ્યો. એની સાથે સ્ટાર્ચવાળા પદાર્થ ન લ્યો. દૂધ જો ગેસ કરતું હોય તો એમાં લીંબુ નીચોવીને ફાડી નાખો અને પછી લ્યો અથવા તેમાં સૂંઠ પીપરીમૂળ મેળવીને લ્યો. ગેસના દર્દીએ વિશેષ પાણી પીવાનું બંધ કરવું જોઈએ. એથી પાચકરસો નબળા પડશે. ખાસ કરીને દૂધ-ઘીવાળા પદાર્થો લીધા પછી વિશેષ પાણી ન લેવું જોઈએ.

ગેસના દર્દીઓને ઢોકળાં, ઈડલી, જલેબી કે પલાળીને ફણગા ફૂટેલા હોય તેવાં કઠોળ વિશેષ ફાવે છે અને તે પચાવવામાં સુપાચ્ય રહે છે. અતિ ઠંડાં દ્રવ્યો પણ સતત લેવાથી ગેસ પેદા થવાની શક્યતા વધે છે. ગેસ અને ખોરાકની આટલી સંભાળ-સૂચના સર્વ સામાન્ય દર્દીઓ માટે માર્ગદર્શક બનશે.

ગેસના દર્દી માટે સામાન્ય ઉપચાર: ગેસ એ મળદોષનું કારણ છે. આ રોગીઓ તીવ્ર ઔષધો લઈને રાહતો મેળવવા કરતાં રોગને પેદા કરનાર મળનો સડો દૂર થાય તેવા ઉપચાર પ્રથમ કરવા જોઈએ. મળદોષનો ઉત્તમ ઉપચાર લંઘન છે, જ્યાં સુધી કકડીને ભૂખ લાગે ન ત્યાં સુધી ખાવું નહિ. નિયમિત વ્યાયામ – કસરત ક૨વી. હરડે, સૂંઠ અને સિંધવની ફાકી લેવી.

જીરાળુ લેવાથી પણ ફાયદો થાય છે. આદુનો રસ નિયમિત લો. આદુ ગરમ પડશે એવી બીક કાઢી નાખો.  હિંગ, વજ, ચિત્રકમૂળ, સૂંઠ, સંચળ એક-એકથી બમણા મેળવી તેને ખાંડીને એક એક ચમચી ચૂર્ણ જમ્યા પછી લો. ઉપરના ઘરઘથ્થુ ઉપચારોમાંથી કોઈ પણ ઉપચાર પ્રાથમિક સારવારમાં કરવાથી પૂરતો લાભ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top