Site icon Ayurvedam

નકામી લાગતી આ વસ્તુ ક્ષય, ચામડીના રોગો ઉપરાંત અનેક નાના-મોટા રોગો માં રામબાણ છે, જરૂર જાણો તેના ફાયદા

આપણા હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે.

આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બાયોગેસની અંદર મુખ્યત્વે મિથેન વાયુ રહેલો હોય છે. આમ, તે પુન:પ્રાપ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. ગાયના છાણનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે.

ગાય ના છાણ ની અંદર હેજ ના જીવાણું ને ખતમ કરવાની શક્તિ હોય છે,ક્ષય ના રોગીઓ ને ગાય ના તબેલા ની અંદર રાખવા થી છાણ અને ગૌ મૂત્ર ની ગંધ થી ક્ષય રોગ ના જીવાણું મરી જાય છે.

ગાયના છાણ નો ઉપયોગ કરી ને હવાન કુંડ નું પણ નિર્માણ કરવામાં આવે છે અને અગ્નિ પ્રગટવા માટે પણ છાણા નો ઉપયોગ કરવામાં આવે છે. મરેલ પશુ ને એક સિંગડા ની અંદર છાણ ભરી તેને જમીન ની અંદર દાટી દેવાથી સમાધિ ખાતર મળે છે જે કેટલા બધા એકર જમીન માટે ફાયદાકારક સાબિત થાય છે.

પ્રાચીન સમયમાં માટી અને ગાય ના છાણ ને શરીર પર ઘસી સાધુ સંત સ્નાન કરતા હતા તેની પાછળ નું ધાર્મિક કારણ એ છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે એવું માનવામાં આવે છે.

ગાયના ગોબર(છાણ)નું મહત્વ ચામડીના રોગોના ઉપચારમાં સર્વવિદિત છે.ગાયના દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર (છાણ)ના પાણીને સામૂહિક રુપે પંચગવ્ય કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ઔષધિ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે.

ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ પશુનું છાણ કાગળ બનાવવા વાપરી શકાય તેમ છે. છાણમાંથી 7 ટકા કામ આવે છે બાકીનું છાણ ખાતર બનાવવા કે ગોબર ગેસ પ્લાંટ બનાવવા વાપરી શકાય તેમ છે.

રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેન વલ્લભભાઇ કથીરિયાએ સોમવારે ‘કામધેનુ દીપાવલી અભિયાન’ ના દેશવ્યાપી અભિયાન દરમિયાન ગાયના છાણમાંથી બનાવેલી ચિપનું લોકાપર્ણ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે આ ચિપ મોબાઇલ હેન્ડસેટમાંથી નીકળતા રેડિયેશનને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

ગાયના છાણની બનેલી આ ચિપ તમારા મોબાઈલમાં રાખો છો, તો તે રેડિયેશનને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જો તમે બીમારીથી બચવા માંગતા હો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ ચિપનું નામ ગૌસત્ત્વ કવચ રાખવામાં આવ્યું છે. ગૌસત્ત્વ કવચનું નિર્માણ ગુજરાતના રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું છે.

ગાયનું છાણ દરેકનું રક્ષણ કરશે, આ એન્ટી રેડિયેશન છે. તે વૈજ્ઞાનિક રૂપે સાબિત થયું છે. તે એક કિરણોત્સર્ગ ચિપ છે જેનો ઉપયોગ મોબાઇલ ફોનમાં કિરણોત્સર્ગ ઘટાડવા માટે થઈ શકે છે, જે તમને રોગોથી સુરક્ષિત રાખશે.

ખાવા-પીવાથી લઈને શરીરની સાફસફાઇ સુધી લોકો રાસાયણિક રીતે બનાવેલા વસ્તુનો ઉપયોગ કરવાને બદલે કુદરતી રીતે તૈયાર રોજિંદા વસ્તુનો ઉપયોગ પસંદ કરે છે. આવી જ એક જરૂરિયાત સાબુની છે.

હમણાં સુધી લોકો સ્નાનમાં સુગંધિત કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલા સાબુનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તમે પણ ગાયના છાણમાંથી બનાવેલા સાબુનો ઉપયોગ કુદરતી રીતે કરી શકો છો.ભારત સરકારના ખાદી વિલેજ ઉદ્યોગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા સામાન્ય લોકો માટે શરૂ કરાયું છે.

Exit mobile version