આ વસ્તુ ના સેવન થી પેટ માં ગેસ ની સમસ્યા માંથી મેળવો કાયમ માટે છુટકારો…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના આ સમયમાં નાના બાળકો હોય કે પછી કોઈ યુવાન દરેક લોકો પેટ ની ગેસ સબંધિત સમસ્યા થી પરેશાન હોય છે. પેટ ની ગેસ સબંધિત સમસ્યા થી બચવા માટે દવાઓ નો પ્રયોગ ખુબ જ વધારે પ્રમાણ માં થઈ રહ્યો છે, જેની ખરાબ અસર શરીર ની કીડની જેવા અંગો પર પણ પડી શકે છે.આંતરડામાં ખરાબ બેક્ટેરિયા જમા થવાને કારણે ડાઈજેશન બરાબર નથી થતું. જેના કારણે પેટમાં ગેસ બને છે. આ પ્રોબ્લેમ પેટમાં ઈન્ફેક્શન, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, કબજિયાતને કારણે પણ થાય છે. ગેસ્ટ્રિક થવાના અનેક કારણો છે.

પથરી, લિવરની સમસ્યા, હૃદયની નબળાઈથી પણ ગેસ બને છે.વડીલોમાં પ્રોસ્ટેટનું વધવું પણ ગેસનું કારણ બને છે.આંતરડાઓ ત્યારે પણ કામ કરતાં હોય છે જ્યારે પેટમાં બિલકુલ ભોજન નથી હોતું. આંતરડા અસંખ્ય સ્વસ્થ અને અસ્વસ્થ બૈક્ટેરિયાનુ ઘર હોય છે અને ગેસ ઉભો કરે છે. પેટ પાચન માટે એસિડ બનાવે છે. જ્યારે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં આવે તો પેટનુ એસિડ અને આંતરડા મથવાની પ્રક્રિયાથી વધુ ગેસ ઊભો થાય છે.

પેટનો ગેસ વધવાના કારણો:

ચા કે કોફી  ગેસનુ સૌથી સામાન્ય કારણ છે. ચા સાથે ઉકાળેલુ દૂધ આંતરડાની લાઈનિંગમાં બળતરા અને ગેસયુક્ત તત્વ ઉભા કરે છે. કોફીમાં એસિડિક પી.એચ થાય છે જે ગેસ કરે છે.ભૂખ હોય એના કરતાં વધારે ઠાંસી-ઠાંસીને જમવાની ટેવ હોય, જમ્યા પછી ઘણા તરત ચવાણુ કે ફરસાણ, મીઠાઈ ખાતા હોય છે. પહેલાંનું ખાધેલું પચ્યું ના હોય તો પણ ખાવાની આદતથી ગેસ થાય.કઠોળને આયુર્વેદમાં દુર્જર કહ્યા છે. ચોખા, ચણા, વાલ, વટાણા, વગેરેથી ગેસ ખૂબ થાય છે. ફણગાવેલા કઠોળથી પણ ગેસ થાય છે.દૂધ સાથે ફળો વધારે કે ખટાશ લેવાથી – વિરુદ્ધ ભોજનથી અગ્નિમંદ થતાં ગેસ થાય છે. આગસ, પ્રમાદ ગેસ થવા માટેનાં મજબૂત કારણો છે.શારીરિક શ્રમ વગરનું બેઠાડુ જીવન જીવવાથી ગેસ વધુ થાય છે.રાત્રે મોડા જમવાથી પાચન મંદ થતાં,ઉજાગરા કરવાથી પણ પાચન નબળું પડતાં, ચિંતા, ઉદવેગ, સતત ગુસ્સો, વગેરેની અસર જઠરાગ્નિપર પડે છે. છેવટે ગેસની સમસ્યા ઉદભવે છે. સ્ત્રીઓને મોનોપોઝના સમયમાં ગેસ-ઓડકારની સમસ્યા સતાવે છે.

ગેસની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાય:

એક ચમચી અજમાની સાથે ચપટી સંચળ ભોજન કર્યા પછી ચાવીને ખાવાથી પેટમાં ગેસ ભરાવાની સમસ્યાથી છુટકારો મળે છે. તેમજ આદુ અને લીંબુનો રસ એક-એક ચમચી લઈને તેમાં સંચળ મિક્સ કરીને જમ્યાં પછી તેનું સેવન કરવું તેનાથી હંમેશા માટે ગેસની તકલીફ દૂર થઈ જશે. તે સિવાય છાશ  પણ બહુ ગુણકારી છે. એક ગ્લાસ છાશ માં બે ગ્રામ અજમો અને એક ગ્રામ સંચળ નાખીને જમ્યાં પછી પીવાથી ગેસની સમસ્યા નથી થતી. છાશ માં મરી અને અજમા મિક્સ કરીને છાસ નું સેવન કરવું, છાશ માં મરી નાખીને પીવાથી પેટ સબંધિત બધી સમસ્યા દુર થઇ જાય છે.

દરરોજ સવારે ઉઠીને લીંબુ ના રસ માં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એનું ખાલી પેટ સેવન કરવું, લીંબુ માં બેકિંગ સોડા મિક્સ કરી ને પીવાથી પેટ સબંધિત ઘણી સમસ્યા દુર થઇ શકે છે.જમતી વખતે વચ્ચે-વચ્ચે લસણ અને હિંગ થોડી માત્રામાં ખાતા રહેવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. રોજ 1નાનકડી હરડે મોંમાં નાખીને ચૂસતા રહેવાથી પણ પેટમાં ગેસ ભરાવાની સમસ્યા દૂર થાય છે. હરડે અને સૂંઠનો પાઉડર, અડધી-અડધી ચમચી લઈને તેમાં સહેજ સિંધાલૂણ મિક્સ કરવાથી ભોજન પછી પાણી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે.

કાળી ચામાં લીંબુનો રસ અને સિંધાલૂણ નાખીને પીવાથી પેટમાં ગેસ નહીં થાય અને વધારાનો ગસ નીકળી જશે. તેમજ દરરોજ ચપટી હીંગ, સંચળ, અમજમો અને શેકેલો જીરાનો પાવડર હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવું. આવું કરવાથી હંમેશા માટે ગેસની સમસ્યાથી છૂટકારો મળશે.લસણની બે-ત્રણ કળીને વાટીને તેમાં ચપટી મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી પણ પેટમાં ગેસ નહીં થાય. તે સિવાય એક કપ પાણીમાં એક ચમચી જીરૂં, ચપટી સંચળ અને એક આદુનો ટુકડો નાખીને ઉકાળો, પછી તેમાં મધ મિક્સ કરીને પીવો. આવું દરરોજ કરવાથી પેટની દરેક સમસ્યાથી છૂટકારો મળશે. તેમજ વજન પણ ઓછું થશે.

બને ત્યાં સુધી જમવાનો સમય એક સરખો રાખવો. એમાં ફેરબદલ ન કરવું.ભોજન ખૂબ ચાવીને ખાવું જોઈએ. ચાવીને જમવાથી લાળસ્ત્રાવ સાથે ખોરાક ભેગા થાય છે. લાળસ્ત્રાવમાં રહેલું ટાયલીન નામનો એન્ઝાઇમ સ્ટાર્ચમય પદાર્થોને શર્કરામાં રૂપાંતરિત કરી દે છે. એટલે જઠરમાં સ્ટાર્ચવાળા પદાર્થો ઝડપથી પચી શકે છે.ગેસની સમસ્યાવાળાઓએ નિયમિત કસરત, યોગદાન, પ્રાણાયામ, ધ્યાન, મસાજ માટે રોજ એકાદ કલાક ફાળવવો.સૂંઠ, સંચળ અને હિંગ, આ ત્રણેયને સરખા ભાગે લઈ ફાકી બનાવી ઘરમાં રાખી મૂકવી. જ્યારે પણ ગેસની તકલીફ લાગે ત્યારે જમ્યા પછી અડધી ચમચી ફાકી પાણી સાથે લેવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top