મહિલાઓ માં વધી રહેલ ગર્ભાશય માં ગાંઠની બીમારીથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી.

રસૌલી બનવાના ઘણા કારણો હોઈ શકે છે.તેમાં એસ્ટોજન હોર્મોન્સ વધારે માત્રામાં બનવું કે પછી આનુવંશિક કારણને થઈ સકે છે. ઘણી વખત, સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓને લીધે, ગર્ભાશયમાં પણ ગાંઠ બનવાની રચના થાય છે. તેના સિવાય મોટાપો, ખોરાક યોગ્ય ન લેવો, પીરીયડસ યોગ્ય સમયે ન આવવું કે પછી 40 પછી મેનોપોઝને નો સ્ત્રાવ વધે છે.

 

ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ માંસપેશીમાં અસામાન્ય રૂપથી વધુ વિકસિત થઈ જાય છે અને ધીરે-ધીરે ગાંઠનું સ્વરૂપ લઈ લે છે.

સ્ત્રીઓના શરીરમાં ખાસ કરીને જ્યારે તે ૨૦-૩૫ વર્ષની હોય ત્યારે ઘણા હૉર્મોનલ બદલાવ આવે છે. આ બદલાવના ફળસ્વરૂપે ગર્ભાશયમાં આ ગાંઠો આકાર લે છે. હૉર્મોન્સ જ એકમાત્ર કારણ હોવાને કારણે આ પ્રૉબ્લેમ સ્ત્રીઓમાં કૉમન દેખાય છે. પરંતુ જેમ-જેમ તે મેનોપૉઝ તરફ ઢળે છે એમ-એમ તેમનાં સ્ત્રી હૉર્મોન્સનું લેવલ પણ ઘટતું જાય છે અને એને લીધે જ આ ગાંઠો એની મેળે ગાયબ થતી દેખાય છે. હૉર્મોન્સ ઘટી જવાને કારણે આ ગાંઠોની સંખ્યા પણ ઘટી જાય છે.’

આ એક પ્રકારનો ટ્યૂમર છે. મહિલાના ગર્ભાશયમાં થતી આ ગાંઠ વટાણાના આકારથી લઈને ક્રિકેટના બોલ જેટલી મોટી હોઈ શકે છે. ગર્ભાશયમાં ગાંઠ થવાના લક્ષણો જેવા કે માસિક દરમ્યાન સામાન્યથી વધુ બ્લીડિંગ, જાતીય સંબંધ વખતે તેજ દર્દ ,જાતીય સંબંધી વખતે યોનિમાંથી લોહી નીકળવું, માસિક બાદ પણ બ્લીડિંગ થવું વગેરે હોઈ છે .

મોટા ભાગે જે સ્ત્રીને ફાઇબ્રૉઇડ્સની તકલીફ હોય તેને માસિક દરમ્યાન હેવી બ્લીડિંગ, અનિયમિત માસિક, પેટમાં બ્લોટિંગ કે સતત રહેતું ડિસકમ્ફર્ટ, યુરિન અને સ્ટૂલ સંબંધિત કોઈ પણ જાતની તકલીફ, કમરનો દુખાવો જેવાં કોઈ પણ સામાન્ય ચિહ્નો દેખાઈ શકે છે.

અમુક ખાસ કેસિસમાં એ ઇન્ફર્ટિલિટી માટે પણ જવાબદાર હોઈ શકે છે. વળી જો પ્રેગ્નન્સી દરમ્યાન આ તકલીફ વધી તો સ્ત્રીને મિસકૅરેજ, બ્લીડિંગ, પ્રી-મેચ્યૉર લેબર, ગર્ભની પોઝિશનમાં બદલાવ જેવી સમસ્યા પણ આવી શકે છે.

ફાઇબ્રૉઇડ્સ ગમે ત્યારે થાય અને ધીમે-ધીમે વધતાં જાય એટલે રૂટીન રેગ્યુલર ચેક-અપ જરૂરી છે. એક વખત પકડાય કે આ સ્ત્રીને ફાઇબ્રૉઇડ્સની તકલીફ છે અને એને કારણે સ્ત્રીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ રહી છે ત્યારે અમુક હૉર્મોનલ દવાઓ આપવામાં આવે છે જેથી એને વધતાં અટકાવી શકાય છે.

પોતાના ખાન – પાનને યોગ્ય રાખીને ,પાણી પીવો અને કસરતમાં દિવસ ચક્ર ઉમેરો તો મહિલા આ સમસ્યાથી બચી શકે છે અને તેની સાથે યોગનો ખૂબ લાભ થશે.આહારમાં આ વસ્તુનું સેવન કરવાથી ગાંઠથી બચી શકીએ છીએ.

આમળામાં એન્ટી ઑકિસડન્ટોથી ભરપુર પ્રમાણ હોય છે.આમળા રસોલી ની ગાંઠ માટે ખૂબજ ઉપયોગી હોય છે.અને આ માટે એક ચમચી આમળા પાવડર અને એક ચમચી મધ મિક્ષ કરીને સવારે ખાલી પેટ ખાવાથી ફાયદો થશે. હળદર માં મોજુદ એન્ટિબાયોટિક ગુણ શરીર માંથી ઝેર જેવા તત્ત્વો દૂર કરવા મદદ કરે છે. અને ગર્ભાવસ્થાના કેન્સરનું જોખમ ઘટાડે છે.

રસૌલીની સમસ્યાન પર ખાલી પેટ રોજ એક લસણ ના ટુકડા નું સેવન કરો. લગાદાર બે મહિના સુધી સેવન કરવાથી સમસ્યાને મૂળથી દૂર કરે છે. ઓપરેશનનો ભય, ખર્ચ અને ન કરાવવા માંગતા હોય તેવા દર્દીઓની પ્રકૃતિ પરીક્ષણ, ખોરાક વગેરેમાં આવશ્યક નિયમન તથા રોગીને થતી તકલીફ તથા ફાઈબ્રોઈડની સાઈઝ વગેરેને ધ્યાનમાં રાખી આયુર્વેદિક ચિકિત્સા કરવામાં આવે છે.

આંકડાના દુધમાં માટી ભેળવીને લેપ બનાવવાથી અને નિર્ગુંડી ના 20 થી 50 મી.લી. ખીરામાં 1 થી 5 મી.લી. એરંડીયાનું તેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ, તે પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top