Site icon Ayurvedam

શિયાળા માં પિય લ્યો આ એક ગ્લાસ જ્યુસ આખું વર્ષ પાચન, કોલેસ્ટ્રોલ અને ચામડીના રોગ રહેશે દૂર

સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસ કરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

ગાજરમાં મળી આવતું બીટા કેરોટીન સંજ્ઞાનાત્મક ક્ષમતાને પણ સુધારે છે. મેમરીથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક અભ્યાસ અનુસાર, બીટા કેરોટીન ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ ગ્લૂટાથિયોન મેટાબૉલિઝ્મમાં સુધારો કરે છે.

ગાજરના જ્યુસનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. તેમાં મળી આવતો એન્ટી કેન્સર ગુણ તેનાથી બચાવી રાખે છે. આ સાથે જ તે પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક હોય છે. આ સાથે ગાજરનો જ્યુસ પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. ગાજર ખાવાથી આંખઓની રોશની મજબૂત થાય છે. ગાજર આંખો માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરમાં બીટા કેરોટીન મળી આવે છે જે વિટામીન એ નો જ એક પ્રકાર છે. આ પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટમાંથી એક છે.

ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. દાંત સાફ કરવા ઉપરાંત ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે અને પેઢા મજબૂત થાય છે.
ગાજરના જ્યુસનું સેવન હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તેને પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.

ગાજરના જ્યુસમાં ઓછી કેલેરી હોય છે. સોડા અને બીજા ડ્રિંક્સની જગ્યાએ જો તમે ગાજરનો જ્યુસ પીસો તો તમારું વજન ક્યારેય પણ વધશે નહીં. ગાજરનો જ્યુસ બાઇલ રિલીઝ પણ વધારે છે જેનાથી મેટાબોલ્ઝિમમાં પણ સુધારો થાય છે. બાઇલ જ્યુસથી ફેટને તોડવામાં મદદ મળે છે.

ગાજરમાં વિટામીન સી હોય છે જેનાથી હીલિંગ કરવાના ગુણ હોય છે. ઇજાગ્રસ્ત સ્કીનને સારી કરવા માટે ગાજરનો જ્યુસ ઘણો ઉપયોગી છે. કોલ્ડ અથવા ફ્લૂ એક અથવા બે સપ્તાહ માટે રહી શકે છે. એટલા માટે ઇમ્યૂન સિસ્ટમનું મજબૂત રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. ડેલી ડાયટમાં ગાડરનો જ્યુસ સામેલ કરવાથી તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે.

એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે. ગાજર વિટામિન્સ પોષક તત્વો અને ફાઇબરનો ખજાનો છે.ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે.

ગાજરનો જ્યુસ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન રહે છે. લોવર કોલેસ્ટ્રોલથી હાર્ટ બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે. જો કે દવા બંધ કરતા પહેલા એક વખત ડોક્ટરની જરૂરથી સલાહ લો. જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો. જો ખંજવાળીની તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવું.

 

Exit mobile version