Site icon Ayurvedam

ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

ફુદીનો એક એવી વન્સપતિ છે જેની મૂળ વગરની ડાળખી વાવો તો પણ ઊગી જાય છે. વાવ્યા પછીથી તે જમીનમાં ઝડપથી ચારે બાજુ ફેલાઈ જાય છે. તેથી તેને ભૂપ્રસારી વનસ્પતિ પણ કહે છે. એક વખત ફુદીનો જમીનમાં બરાબર લાગી ગયા પછી તેની ડાળખીઓ  ફેલાતી જાય છે.

ડાળખીઓ ફેલાઈને જ્યાં જ્યાં જમીનને અડે ત્યાં મૂળ નાખે છે એટલે તેમાંથી બીજા નવા છોડ તૈયાર થવા માંડે છે. ભેજવાળી જગ્યાએ ફુદીનો સહેલાઈથી ઊગી નીકળે છે. એના છોડ ઘણા નાના હોય છે.

સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ફુદીનાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં વિટામિન ‘એ’ ની માત્રા જોવા મળે છે. આમ જો રોજ સવારે તમે પણ ફુદીનાનો ઉપયોગ આ રીતે કરશો તો, તમને અનેક બિમારીઓમાંથી છૂટકારો મળશે.

મો માં દુર્ગંધ આવે છે,તો મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે ફુદીનાના સુકા પાન નું ચૂર્ણ બનાવી તેના દ્વારા મંજન કરો.અને તે આમ કરવા થી તમારા મોંમાં આવતી દુર્ગંધ દુર થાય છે.

ફુદીનાને સુકવીને નહાવાના પાણીમાં રોજ એક ચમચી નાખી સ્નાન  કરવાથી શરીર તરોતાજા રહે છે. એ ઉપરાંત બસો ગ્રામ ફુદીનાના રસમાં શુદ્ધ પેટ્રોલિયમ જેલી મેળવીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ એટલે કે મલમ અઠવાડિયામાં બે વખત પાંચ મિનિટ સુધી ચહેરા ઉપર લગાડો એનાથી ચહેરાનો રંગ ઊઘડશે અને ચામડી ચમકદાર બનશે. જો ખીલ થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં  મોઢા પરના ખીલ ઉપર ફુદીનાનો રસ ચોપડી સવારે ધોઈ નાખવાથી ધીમે ધીમે ખીલ દૂર થાય છે.

ફેફ્સામાં જામેલ કફને શરીરમાંથી બહાર કાઢવા માટે ફુદીનો બહુ જ કામ આવે છે. ફુદીનાને સુકવીને તેનું બારીક ચૂરણ બનાવી લો. અને તેને દિવસમાં 2 વાર પાણી સાથે લો.ફુદીનાની ચામાં બે ચપટી મીઠું નાંખી પીવાથી ખાંસીમાં લાભ મળે છે.

ફુદીનાનો રસ પીવાથી હિચકીને ઓછી કરી શકાય છે. જો હિચકી બંધ ન થાય તો લીંબૂનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.મોંમાં ચાંદા પડી ગયા હોય ત્યારે ત્રણ-ચાર દિવસ સવાર-સાંજ ફુદીનો ચાવવાથી અથવા ફુદીનાનું શરબત પીવાથી તરત જ રાહત થવા લાગે છે.

જો કોઈ યુવતીને પીરિયડ્સ યોગ્ય સમય પર નથી આવતો તો ફુદીનાના સૂકા પાનનું ચૂરણ બનાવીને તેને મધ સાથે લેવાથી આ બીમારીને દૂર કરી શકાય છે. આમ દિવસમાં 2-3 વાર તેનું સેવન કરવાથી તમારું માસિક રેગ્યુલર સમયે થઇ જશે.

કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાકના અંતરાલ પર રોગીઓને પીવડાવો.

પતાશામાં ફુદીનાના બેથી ત્રણ ટીપાં નાખીને ખાવાથી ભૂખ સારી લાગે છે. મલેરિયાવાળા દરદીને એક મચચી ફુદીનાનો રસ અને એક ચમચી લીંબુનો રસ ભેગો કરીને પીવાથી રાહત રહે છે જ્યારે પ્લેગના રોગમાં ફુદીનાના રસનો એક ભાગ, લીંબુ  રસ બે ભાગ અને એક ભાગ ડુંગળીનો રસ મેળવી  દિવસમાં ત્રણ વાર લેવાથી ઘણી રાહત થાય છે.

ફુદીનાના પાંદડાની સાથે હિંગ, મારી, જીરું અને સિંધાલૂણ (નમક)ની ચટણી બનાવી દરરોજ ખાવાથી અપચાની ફરિયાદ દૂર થાય છે. આ સાથે જ પાચન બરાબર થવાથી ભૂખ પણ વધારે લાગે છે.

ફુદીનો ઉચ્ચ અને નિમ્ન બંને પ્રકારના BPને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ઉચ્ચ BPથી પીડાતા લોકોને ખાંડ અને મીઠાં (નમક)ના ઉપયોગ વગર ફુદીનાનું સેવન કરવું જોઈએ. બીજી તરફ નિમ્ન BPના દર્દી ફુદીનાની ચટણી અથવા રસમાં સિંધવ નમક, મરી અને કિશમિશ નાખીને ખાવું જોઈએ.

ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની ઘટ સર્જાતી હોય તેવી સ્થિતિમાં ફુદીના ખુબ જ ફાયદાકારક છે. ડિહાઇડ્રેશન થાય ત્યારે ફુદીના, ડુંગળી અને લીંબુનો રસને એકસરખી માત્રામાં લઇ પીવાથી ફાયદો થાય છે. ઝાડા-ઉલટી, ડિહાઇડ્રેશન હોય ત્યારે દર્દીને દર 2 કલાકે અડધો કપ ફુદીનાનો રસ આપી શકાય છે. તાવ આવતો હોય ત્યારે ફુદીનાના પાંદડાનો રસ કાઢીને તુલસીના પાન સાથે ઉકાળો બનાવીને પીવાથી તાવ ઉતરે છે.

Exit mobile version