ફૂદીનાનાં પાંદડાનો ઉપયોગ ચટણી અને પીણાં તૈયાર કરવામાં વધુ થાય છે. ફૂદીનાનાં લીલાં પાંદડાં ઘણા ગુણકારી હોય છે. તેનાં પાંદડાઓની પ્રકૃત્તિ ઠંડી હોય છે જે ઉનાળા જેવી ઋતુમાં પેટને શીત રાખવામાં ઉપયોગી થાય છે.
ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે, અને તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા વિષે લગભગ બધા જાણે છે કે આ ઘણો ફાયદાકારક છે. અહી તમને જણાવી દઈએ કે ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે, અને આનાથી મોટી-મોટી તકલીફોનો ઉપચાર થાય છે. અને ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.
વિશ્વમાં ફુદીનો સૌથી વધારે પ્રમાણમાં મળી રહેતી ઔષધિ છે. જેનો સામાન્ય ઉપયોગ પણ થઇ રહ્યો છે. ફુદીનામાં એવા ગુણ છે જે સ્વાસ્થને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રસપ્રદ બાબત એ છે કે બહુ ઓછા લોકો જાણે છે કે, ફુદીનો વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે. સ્થૂળતા વધવા માટે સૌથી મોટુ કારણ ખરાબ પાચનક્રિયા હોય છે. જો તમે વજન ઉતરાવાનું વિચારી રહ્યા છો તો તેમાં ફુદીનાની ચા સૌથી સારો વિકલ્પ પૂરવાર થશે. જે કોઇ પણ સાઇડ ઇફેક્ટ વગર ફાયદો કરશે.
ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને આરોગ્ય અને સૌંદર્ય વધારવા માટે કરાય છે. તમને તેનો પ્રયોગ ચટણી, શરબત કે રાયતાના રૂપમાં તો કરાય જ છે પણ ફુદીનાની ચા વિશે બહુ ઓછા જ લોકો જાણે છે અને આ પણ ફુદીનાની આ ચા મજેદાર સ્વાદની સાથે ઘણા સરસ ફાયદા માટે પીવાય છે. તો તમે પણ જાણી લો ફુદીનાની ચા પીવાના આ ચમત્કારિક ફાયદા..
ફુદીનાની ચા, ગ્રીન ટીને પણ ટક્કર આપે છે. ફુદીનામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોવાથી તે કોઇ પણ સમયે લાગેલી ભૂખને મારી શકે છે અને તેની સાથે પાચનક્રિયાને પણ સુધારે છે. ફુદીનામાં હાજર કૈફીન અને કૈટિચિન શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે, જેથી વધારાની ચરબી પણ ઘટાડી શકાય છે. જે લોકો સમયસાર વર્કઆઉટ કરે છે તેમને ફુદીનાની ચા પીવાની સલાહ આપવામાં આવે છે.
જે લોકોએ ફુદીનાની ચા નું સેવન કર્યુ હોય તેમની લાંબા સમયની સ્મરણશક્તિ અને સતર્કતામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. બીજી બાજુ કૈમોમિલ ચા નુ સેવન કરનારાઓમાં ફુદીનાની ચા અને ગરમ પાણીનુ સેવન કરનારા લોકોની તુલનામાં સ્મૃતિ અને એકાગ્રતાની ક્ષમતામાં ઉણપ જોવા મળે છે.
ફૂદીનાવાળી ચા પીવાથી ત્વચા અને પેટની સમસ્યા દૂર થાય છે. ફૂદીનાવાળી ચા પીવાથી ત્વચા અને પેટની સમસ્યા દૂર થાય છે. જો તમે પણ જાડાપણ ઓછું કરવા ઈચ્છો છો તો તમારે જરૂર આ ફુદીનાની ચા પીવી જોઈએ.ફુદીનાની ચા વગર કોઈ સાઈડ ઈફેક્ટના વજન તો ઓછું કરશે જ અને તનાવથી પણ રાહત અપાવશે.
તાજગી અને ઠંડક આપવામાં આ ફુદીનાની ચાનો કોઈ જવાબ નથી. વિશ્વાસ માનો આ ફુદીના ની ચા તમને રિફ્રેશ કરાવે છે અને પેટની ગર્મીને શાંત કરી ઠંડક બનાવી રાખે છે. જો તમે ખૂબ જ મુશ્કેલીથી કોઈ વસ્તુને યાદ રાખી શકો છો તો ફુદીનાની ચા પીવો. કારણ કે એક શોધમાં જાણવા મળ્યુ છે કે ફુદીનાની ચા સ્વસ્થ લોકોની યાદગીરીને લાંબા સમય માટે સુધારી શકે છે.એટલા માટે તે મગજ માટે ખૂબ ફાયદાકારી છે.
ફુદીનાની ચામાં મેંથોલ હોય છે જે ફેટ સેલ્સને ઓછું કરવામાં ફાયદો કરે છે.આ ચા તમારા પેટની ફેટ ઓછી કરે છે. અને તેમાં તમે ખાંડનો પ્રયોગ ન કરશો.