વાયરલ ઇન્ફેકશનથી ફેફસાને નુકસાન થાય છે. ફેફસાને શ્વસનતંત્રનુ સૌથી મહત્વનુ અંગ ગણવામાં આવે છે. આ અંગથી વ્યક્તિ પોતાના શરીરની અંદર રહેલા ઓક્સિજનને લોહી સુધી પહોંચાડવાનુ કામ કરે છે અને લોહીની અંદર સમાવિષ્ટ વધારાના કાર્બન ડાયોક્સાઇડને ફેફસાં મારફતે બહાર કાઢે છે.
જો કોઈ વ્યક્તિને ફેફસામાં કોઇપણ પ્રકારની સમસ્યા થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામા તકલીફ પડી શકે છે. તો આજે આપણે ફેફસાને સાફ કરવાના અને મજબૂત બનાવવાના ઉપાયો વિશે જાણીશું. ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવો છે. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવું, પાચનક્રિયા વધારવા માટે અને ફેફસાને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ગ્રીન ટીમાં રહેલા છે. જેથી ગ્રીન ટી ફેફસામાં બળતરા અને ખંજવાળ દુર કરવામાં ઉપયોગી છે. મસુર ની દાળ અને મેથી ફેફસા ને સ્વસ્થ રાખે છે.દરરોજ તેનો ઉપયોગ કરો. લાઈકોપીન નામના તત્વથી ભરપૂર એવા ટામેટા આપણા ફેફસાને મજબૂત કરવા અને ફેફસાના કેન્સરથી બચવા માટે ખૂબ જ જરૂરી છે.
ગરમ પાણી માં કલહાર ના પાંદડા પલાળી ને તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખો તેમાં મધ નાખી ને ચા બનાવો.ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે . ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે.
શ્વાસ લેવાના યોગ ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે, શ્વાસના અનુલોમ, વિલોમ અને અને પ્રાણાયામ કરવામાં આવે તો શરીરમાં સફાઈ થાય છે. જેથી શ્વાસ સાથે જોડાયેલી તમામ પદ્ધતિઓ અપનાવીને તમે ફેફસાની સફાઈ કરી શકો છો. ફેફસા માટે વિટામિન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે.ફળો માં નારંગી ,લીંબુ ,ટામેટાં ,કીવી ,સ્ટ્રોબેરી,દ્રાક્ષ વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણ માં હોય છે. તેથી ફેફસા ને ફાયદો છે.
ફેફસાની સફાઈમાં મધ પણ ખુબ જ ઉપયોગી છે. મધ ખુબ જ સારું એન્ટી ઓક્સીડેંટ ધરાવે છે. તે બળતરા દુર કરવામાં ઉપયોગી છે. મધનું સવારે નયણા કોઠે સેવન કરવામાં આવે તો તે ફેફસાની બળતરા અને ફેફસાનો કચરો સાફ કરવામાં ઉપયોગી થાય છે. આ સિવાય મધ અસ્થમા, ટીબી, ગળાનો શ્વાસનો રોગ અને ફેફસાના ચેપને અટકાવવામાં ઉપયોગી થાય છે.
અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેફસા માટે તે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. ખોરાકમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્વાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે. આદુ શરીરના વાયુ માર્ગને શુદ્ધ કરવા માટેની સૌથી સારી વસ્તુ છે. જે ફેફસાં સાફ કરવા ઉપરાંત પેટને પણ સ્વચ્છ રાખે છે. ગેસ પણ નથી થવા દેતું અને શરદી પણ ભગાવે છે.
ગાજર માં રહેલી કેરોટીન તત્વ ફેફસાના કેન્સરને રોકે છે તે ફેફસાંને સાફ કરે છે. આ માટે ગાજર અવશ્ય ખાવું જોઈએ. કોબી રોજ ખાવાથી કે સલાડ બનાવી ખાવાથી ફેફસાં શુદ્ધ થાય છે. ફેફસાની શુદ્ધિ માટે લીલી શાકભાજી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. મેથી તમારા ફેફસામાં જામેલા કફને તોડવા માટે સૌથી સારી વસ્તુ છે. ફેફસાંને એકદમ ચોખ્ખા બનાવવા મેથી અવશ્ય ખાવી જોઈએ. તમે મેથીવાળી ચા પણ પી શકો છો અથવા મેથી નું પાણી પણ પી શકો છો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.