ઘરે રહીને જ વગર ખર્ચે કફ દૂર કરી ફેફસા સાફ કરવાનો આ 100% અસરકારક ઉપચાર અપનાવી લ્યો અત્યારે જ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારના સમયમાં ઘણી બીમારીઓ લોકોમાં જોવા મળે છે જેમાં આંખો બળવી, ગળા માં દુઃખવું  આવી તકલીફો ને લીધે ફેફસામાં પૂરતું ઓક્સિજન મળતું નથી જેના કારણે ફેફસામાં મોટી અસર થતી હોય છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે આર્યુવેદીક રીતે ફેફસ ને સાફ કઈ રીતે રાખી શકાય તેના વિશે.

આદુ, હળદર અને લસણ દ્વારા ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે જેમાં 1 લીટર પાણી, 2 ચમચી  હળદર, થોડું લસણ, થોડું આદુ અને થોડો ગોળ લો. આ મિશ્રણ કરતા પહેલા ગરમ પાણી કરીને આ મિશ્રણ એમાં નાખી દો એને ચોથા ભાગનું ઉકળવા દો. પછી તેનો બાફ લો. આને તમે ફ્રીઝમાં ભરીને મૂકી શકો જેમાં દરરોજ સવાર સાંજ 2 ચમચી લઈ શકો છો.

શ્વાસ લેવાની કસરત એ ફેફસાંની સફાઈનો એક સારો ઉપાય છે. તમે શ્વાસ લેવાની કસરત દ્વારા ફેફસાંનું કાર્ય સુધારી શકો છો. ખાસ કરીને જો તમે ધૂમ્રપાન કરો છો અથવા જો ફેફસાના રોગ છે. તેથી આ શ્વાસ લેવાની કસરત ફેફસાના કચરાને સાફ કરીને ચોક્કસપણે ફેફસાંનું કાર્ય સુધારશે અને તેને સાફ રાખવામાં મદદ કરશે.

ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રીન ટી ને એક શક્તિશાળી એન્ટી-ઓક્સીડેન્ટ માનવામા આવે છે તેનાથી કાર્ડિયોવેસ્કુલર, જુદા-જુદા પ્રકાર ના કેન્સર તેમજ ફેફસાંઓ માથી તરલ પદાર્થ ને દુર કરવાનુ કાર્ય સારી રીતે થાય છે. આ ગ્રીન ટી મા વિદ્યમાન જડીબુટ્ટીઓ માનવ શરીર ના ફેફસાંઓ ની લાઈનીંગ થી લઈ ને બલગમ સુધી ને ઢીલું કરવામા મદદગાર સાબિત થાય છે.

ફેફસાંને સાફ કરવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જ્યારે વરાળ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે. શિયાળાની સીઝન માં પ્રદૂષણ અને ધુમ્મસની સમસ્યા વધુ હોય છે, તેથી દરરોજ સ્ટીમ થેરેપીનો ઉપયોગ કરો જેથી ફેફસાં દૂષિત થવાથી દૂર રહે છે. હળદર, બ્રોકલી, કોબી, ચેરી, ઓલીવ્ઝ, અખરોટ અને બીન્સ જેવી એન્ટીઇન્ફલેમેટ્રી શાકભાજીઓ આપણી શ્વાસની નળીઓને સાફ રાખવામાં અને શ્વાસની તકલીફને દુર કરવામાં ઉપયોગી છે.

મધ, જે એન્ટી ઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, તે ફેફસાની બળતરા અને ફેફસાનો કચરો દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. મધ અસ્થમા, ક્ષય રોગ, ગળાના ચેપ અને ફેફસાંને રાહત સહિતના ઘણા શ્વસન રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ 1 ચમચી મધનું સેવન ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જેઠીમધના એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ ફેફસાની ઈન્ફેકશનને દુર કરવામાં ખુબ જ લાભકારી છે. ગળાની ખરાબી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં જેઠીમધ સુચવાથી શ્વસન તંત્ર સાફ થઈ જાય છે. જેનાથી ફેફસા સરળતાથી કામ કરવા લાગે છે. દાડમના એન્ટીઓક્સીડેંટ ફેફસામાં ફેલાયેલા ઝેરીલા પદાર્થોને આસાનીથી સાફ કરે છે. દિવસમાં 1 કટોરી દાડમ ખાવા ફેફસાં માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પણ દુર થઈ જાય છે. ફેફસામાં રહેલા કચરાને દુર કરવામાં દાડમ ખુબ જ ઉપયોગી છે.

અજમાનું સેવન ફેફસાને સ્વસ્થ રાખવામાં ખુબ જ કારગર છે. તેમાંથી અજમાનું ચૂર્ણ એક છે. જેમાં વિટામીન અને પોષકતત્વો કફ અને કચરાને ઓછા કરે છે, જેનાથી ફેફસાની અંદર ઓક્સીજન પ્રવાહ સરળતાથી જાય છે. દરરોજ ખાલી પેટ એક ચમચી મધ પીવાથી શરીરમાંથી અને ફેફસામાંથી કફ સાફ થાય અને સાથે ફેફસામાં રહેલો કચરો પણ દુર કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top