Site icon Ayurvedam

ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવાના રામબાણ ઈલાજ

જીવન જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે. જે લોકો ફેંફસાની બીમારી થાય છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અત્યારની જીવનશૈલીમાં ફેંફસાની બિમારી પણ વધી રહી છે. ફેંફસા આપણા શરીરના સૌથી સક્રિય અને મહત્વપૂર્ણ અંગ છે. આપણે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી જીવિત રહી શકીએ છીએ પરંતુ શ્વાસ લીધા વિના આપણે સહેજ પણ જીવી શકતા નથી. હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક પછી શ્વસન તંત્ર સંબંધિત બીમારીઓ વિશ્વમાં મોતનુંચોથુ કારણ બની છે. ફેંફસાના કાર્યો આપણા શરીરની કોશિકાઓ કાર્ય કરવા અને વિકસિત હોવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે. જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે ફેંફસા હવામાંથી ઓક્સિજન લઇને લોહીમાં મેળવી દે છે. ફેંફસા આપણા શરીરના દરેક અંગ માટે કાર્ય કરે છે. શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન ના મળે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે જેમાં શ્વસન તંત્ર જ નહીં પણ હૃદય સંબંધિત સમસ્યાઓ થાય છે.

ફેફસા આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે કારણ કે જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે અને શ્વાસ લેવા માટે ફેફસા સ્વસ્થ હોવા જરૂરી છે. જો આપણે ફેફસાને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવધાની રાખીએ તો આપણે જીવનભર માટે ફેફસાને સ્વસ્થ રાખી શકીએ છીએ. જો ફેફસા પર કોઈ બાહ્ય હુમલો ન થાય તો ફેફસાને સરળતાથી સ્વસ્થ રાખી શકાય છે. જો કેટલાક અપવાદને છોડી દઈએ તો ફેફસા ત્યાં સુધી સ્વસ્થ રહે છે જ્યાં સુધી આપણે પોતે તેને કોઈ મુશ્કેલીમાં એટલે કે ધૂમ્રપાન જેવી આદતોના શિકાર ન બનાવીએ.

શા માટે ગંભીર વિષય?

વિશ્વભરમાં સેકડો લાખો લોકો દરવર્ષે ફેફસા સંબંધી રોગો જેમ કે ટીબી, અસ્થમા, નિમોનિય, ઈન્ફ્લુએન્ઝા, ફેફસાનું કેન્સર અને ફેફસા સંબંધી અન્ય કેટલાક દીર્ધ પ્રતિરોધક વિકારોથી પીડિત છે અને દુઃખની વાત તો એ છે કે તેના કારણે લગભગ એક કરોડ લોકો મોતને ભેટે છે. ફેફસાના રોગો બધાં જ દેશ અને સામાજિક સમૂહને પ્રભાવિત કરે છે પરંતુ ખાસ કરીને ગરીબ, વૃદ્ધો, યુવાઓ અને નબળા લોકો ફેફસાના રોગોના ઝડપથી શિકાર બને છે. ફેફસામાં ફેલાતા સંક્રમણ વિશે લોકોમાં તેની જાણકારીનો અભાવ છે. પ્રદૂષિત વાતાવરણ, ઘરની અંદર પ્રદૂષણ જેમ કે લાકડા, કોલસા કે કંડાને બાળીને ભોજન બનાવવું, ધૂમ્રપાન, તમ્બાકૂનું સેવન વગેરે અનેક કારણોસર ફેફસા સંબંધી રોગીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. પરંતુ યોગ્ય જીવનશૈલી અને ધૂમ્રપાનમુક્ત વાતાવરણ બનાવવામાં આવે તો ફેફસા સંબંધી સંક્રમણોને ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે.

લક્ષણ:

લાઈફસ્ટાઈલ અને ખાનપાન જ ફેફસા સંબંધી રોગોનું કારણ નથી. લોકોમાં આ આ બીમારી વિશે શરૂઆતમાં જાણકારીનો અભાવ પણ કારણ છે. લોકો સામાન્ય રીતે ખાંસી, છાતીમાં દુઃખાવો, કફ વગેરેની સમસ્યાને બેધ્યાન કરે છે જેના કારણે ટીબી અને ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. તેનાથી જોડાયેલા આ લક્ષણો એકવાર જાણો. સતત ખાંસી આવ્યા કરવી, શ્વસા લેવામાં સમસ્યા, છાતીમાં દુઃખાવો થવો,સ્વાસ લેતી વખતે અવાજ આવવો, ખાંસી સાથે લોહી પડવું, ત્વચાનો રંગ બદલાવો, સોજાની સમસ્યા રહેવી, ધૂમ્રપાન છે ફેફસાનું દુશ્મન.

ફેફસાંના રોગો થી બચવાના ઉપાયો

વિટામિન ‘સી ‘ વાળા ફળો અને શાકભાજી

વિટામિન સી આપણા ફેફસાં માટે સૌથી વધુ ગુણકારી અને ફાયદાકારક હોય છે. ખાટા ફળો જેવા કે, મોસબી, લીંબુ, ટામેટા, કીવી, સ્ટ્રોબેરી, દ્રાસ, અનાનસ, કેરી વગેરેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. શરીરના ઝેરી પદાર્થોને દુર કરવામાં વિટામિન સી સૌથી ફાયદા કારક છે.

વાયુ પ્રદૂષણથી હમેશા બચીને રહેવું

મોટાભાગે ગરમીની સિઝનમાં કેટલીક જગ્યાએ ઓઝોન અને અન્ય પ્રદૂષક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ફેફસાની સમસ્યાઓથી પરેશાન લોકો વાયુ પ્રદૂષણથી સંવેદનશીલ હોવાથી બહુ જલ્દી પ્રભાવિત થાય છે. જેથી આવા લોકોએ જ્યારે પણ બહાર જવું ત્યારે મેડિકેટિડ માસ્કનો ઉપયોગ કરવો અને શરીરને સમયાંતરે ડિટોક્સીફાઈ કરતાં રહેવું જોઈએ.

લસણ

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે એક પ્રકારથી આપણા ફેફસાંને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. સાથે જ લસણનો પ્રયોગ કફની તકલીફને દુર કરવામાં મદદ કરે છે.

તુલસી

તુલસી પણ એક ખુબ જ ગુણકારી એન્ટીઓક્સીડેન્ટ છે અને તે છાતીમાં કફને દૂર કરવામાં મદદ કરે છે. કેટલાક તુલસીના પત્તાને ચામાં નાખીને પીવી જોઇએ.
જેઠીમઘમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને તે આપણા ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.

આદું

આદુ શરીરને ડિટોક્સીફાઇ કરવામાં સૌથી વધારે ફયાદાકારક માનવામાં આવે છે અને દરરોજ સવારે આદુનો રસ, મધની સાથે ગરમ પાણી પીવાથી આપણા ફેફસાં ડેટોક્સ થાય છે.

પાણી

ફેફસાના સ્વાસ્થ્યને હમેશાં દુરસ્ત રાખવા માટે પાણી બહુ જ જરૂરી હોય છે. પાણીથી ફેફસા હાઈડ્રેટ રહે છે અને ફેફસાની ગંદકી પણ બહાર નિકળી જાય છે અને ફેફસા તંદુરસ્ત રહે છે. આમ તો યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરના વિષાક્ત પદાર્થો અને અનેક સમસ્યા દૂર થાય છે. જેથી શિયાળો હોય કે ઉનાળો ઓછામાં ઓછું 4 લિટર પાણી તો પીવું જ જોઈએ. જેથી તમારા ફેફસાની સાથે-સાથે શરીરના અન્ય અંગો પણ સ્વસ્થ રહે.

કામ કરતી વખતે રાખો સાવધાની

કેટલાક એવા કાર્યો જે કરવાથી જાણે અજાણે ફેફસાને ભયંકર નુકસાન પહોંચે છે અને ફેફસામાં વિષાક્ત પદાર્થો પ્રવેશે છે. જેમ કે મજૂરો જે બાંધકામનું કાર્ય કરે છે, વાળની સ્ટાઈલિંગ અને જસ્ટિંગ વગેરે જેવા કાર્યો કરવાથી કે કરાવવાથી તેના કારણે શરીરની અંદર જે ગંદકી જાય છે તેનાથી ફેફસાને નુકસાન થવાનો ખતરો વધી જાય છે. તો આવા કોઈપણ પ્રકારના કાર્યો કરતા પહેલાં તમારા મોઢા અને નાકને સરખી રીતે ઢાંકીને કામ કરવું અને સાવધાની રાખવી.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Exit mobile version