શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. તેમાંય વળી ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે.
હોઠ ફાટવાના બે મુખ્ય કારણો છે – અંદરનું અને બહારનું. વિટામીન બી અને સીની ઉણપને લીધે અને હવા, મૌસમનું પરિણામ, સતત ઠંડો પવન ફુંકાવો આ બધી જ વસ્તુઓ જવાબદાર છે. આનાથી વધારે ક્રિમ, લોશન તેમજ લિપ્સ્ટીકનો પ્રયોગ પણ હોઠની સુંદરતાને બગાડે છે.
ફાટેલા હોઠ ને મુલાયમ બનાવવાના ઘરગથ્થું ઈલાજ
હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે. એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.
દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.
એક ચમચી નારિયેલના તેલ લઈ તેમાં એક ચમચી દાણાદાર ખાંડને અડધી ચમચી લીંબૂના રસ સાથે મિક્સ કરી.આ મિક્સરને હળવા હાથે હોઠ પર લગાવવાથી હોઠની ડેડ સ્કિન સાફ થઇ જાય છે.ત્યારબાદ આ સ્ક્રબનો ઉપયોગઆ મહીનામાં 3-4 વાર કરવાથી ફાટેલા હોઠ સારા થઇ જશે.
એક ચમચી મધની સાથે 1/3 ચમચી તજનો પાઉડર ભેગો કરીને તેનો મિક્સિંગમાં પેસ્ટ બનાવી,આ બનાવેલ પેસ્ટને 5 થી10 મિનિટ હોઠ પર લગાવી રાખો અને તેને ઠંડા પાણીથી સાફ કરી લો.આ પ્રક્રિયાનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરવાથી તમારા હોઠ સુંદર અને ગુલાબી થઇ જશે.
એક ચમચી વેનિલા અર્કની સાથે બ્રાઉન શુગરની અડધી ચમચી મિક્સ કરી.આ મિક્સચર કરેલું હોઠ પર 5 મિનિટ લગાવી રાખવું અને આ કર્યા પછી તેને પાણીથી ધોઇ લેવું.આ પ્રક્રિયાને અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી ફાટેલા હોઠ કોમળ અને મુલાયમ થઈ જશે.
મધ અને એલોવેરા જેલને બરાબર માત્રામાં મિક્સ કરીને તેને ફ્રીઝમાં રાખી, દરરોજ થોડી પેસ્ટ રાત્રે હોઠ પર લગાવો. હોઠ યોગ્ય થઈ જશે. બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને ઘાટી પેસ્ટ બનાવો અને તેને એક ટૂથબ્રશની મદદથી હોઠ પર લગાવો. હળવેથી મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. તેનાથી ફાટેલા હોઠ યોગ્ય થઇ જશે.
ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે. પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને. હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.
25 ગ્રામ નારિયેળનું તેલ, 25 ગ્રામ એરંડાનું તેલ, 30 ગ્રામ સફેદ મીણ, 15 ગ્રામ જૈતુનનું તેલ, આ બધી જ વસ્તુને સારી ભેળવી લો અને મીણને હલ્કુ ગરમ કરીને મલહમ બનાવી લો. દરરોજ સુતા પહેલાં આને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.