લોકો સામાન્ય રીતે આફ્ટર શેવ પછી ફટકડીનો ઉપયોગ કરે છે. આ સિવાય કેટલાક લોકો પાણીને સાફ કરવા માટે પણ ઉપયોગ કરે છે. પરંતુ અહીંયા ઈજા થવા પર પણ ઉપયોગમાં લઈ શકાય છે,એ ઘણા ઓછા લોકો જાણે છે.
વાગેલા ઘા ને રુજવવા માટે ફાયદાકારક :
જો ઈજા પર કોઈ ઘા થઈ ગયો હોય અને ત્યાંથી સતત લોહી નીકળતું હોય તો તે ઘાને ફટકડીના પાણીથી ધોવું જોઈએ. તેનાથી થોડા જ સમયમાં લોહી નીકળતું બંધ થઈ જશે અને ઘાને રાહત મળશે. જો તમે ફટકડીનાં પાણીનો ઉપયોગ ન કરો તો તમે તેને બારીક પીસીને વાપરી શકો છો.
ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફુલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે. ફટકડી લોહીને વહેતું અટકાવે છે. એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે.
ચામડી ના દરેક રોગો માટે ફાયદાકારક :
ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. રાહત મળશે. ફટકડી ચહેરા પરની કરચલીઓ પણ ઘટાડે છે. આ એવી બ્યુટી ટિપ્સ છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચોક્કસપણે કામ કરે છે.આવી રીતે કરો ફટકડીનો ઉપયોગ.
શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.
ફટકડીનો મલમ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેથી, જ્યારે તેનો ઉપયોગ ચહેરા પર થાય છે, ત્યારે તે માત્ર ડાઘને ઓછું કરે છે, સાથે ચહેરા પર ગ્લો પણ લાવે છે. જો કોઈને દાંત નો દુખાવો થાય છે, તો તેણે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ.
પગ ના સોજા અને થાક દૂર કરવા :
ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દૂર થાય છે. આવું રોજ એકવાર કરો. જો તમે ઈચ્છો, તો ફટકડીના મોટા ટુકડાને પાણીમાં નાખીને અને તેને ચહેરા પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.
કેટલાક લોકોને વધુ પડતો પરસેવો આવે છે,તો કેટલાકને ઓછો થાય છે, પરંતુ સમસ્યા ત્યારે વધી જાય જ્યારે શરીરમાંથી પરસેવાની સાથે દુર્ગંધ પણ આવવા લાગે છે.જો તમને પણ ઘણો પરસેવો થાય છે અને પરસેવામાંથી દુર્ગંધ આવે છે, તો ફટકડીનો ઉપયોગ તમારા માટે ખાસ ફાયદાકારક રહેશે. ફટકડીનો બારીક પાવડર બનાવો. નહાતા પહેલા આ ફટકડીના પાવડરની થોડી રકમ પાણીમાં નાંખો. આ પાણીથી નહાવાથી તમારી સમસ્યા દૂર થશે.
ઝાડાની પરેશાની થી બચવા માટે :
ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે. ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો વ્યક્તિના મોંમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે, તેનો ઉપયોગ કુદરતી માઉથવોશ તરીકે થઈ શકે છે. દાંતનો દુખાવો અથવા મોંમાંથી દુર્ગંધ ,બંને કિસ્સામાં ફટકડીના પાણીથી બનાવવામાં આવેલો ગાર્ગલ થોડા દિવસોમાં સમસ્યા હલ કરે છે.
જ્યારે પેશાબમાં ઇનફેક્શન આવે છે ત્યારે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જેમને યુરિન ઇન્ફેક્શન છે તેને પોતાનો ખાનગી ભાગને પાણીથી સાફ કરવો જોઈએ. થોડા દિવસો સુધી આવું કરવાથી ઇન્ફેક્શન નું જોખમ દૂર થાય છે.
મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે. દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવી લો. આ મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.
એક રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારુ પી ને લથડીયા ખાતા બેભાન બનેલા તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરે છે. માસિક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. આનાથી સોઝો, ઝખમ અને લાલાશ દૂર થશે.