Site icon Ayurvedam

શું તમે પણ આ વસ્તુને ફરીથી ગરમ કરીને ખાવ છો? તો થઈ જાવ સાવધાન બની જાય છે ઝેર સમાન… આજે જ બંધ કરો

પાણી આપણા શરીરની પહેલી જરૂરીયાત છે અને ખોરાક એ આપણા શરીરની બીજી જરૂરિયાત છે. પરંતુ જો આ ખોરાક જ આપણા શરીરમાં ઝેરનું કામ કરે તો ? તેથી આપણા શરીરને ખુબ જ નુકસાન થઈ શકે છે. આમ જોવા જઈએ તો વાસી ખોરાક ખાવાથી આપણા શરીરને એનક પ્રકારે નુકસાન થાય છે .

દરેક લોકો વધેલ ખોરાકને  ફ્રિજમાં સ્ટોર કરીને રાખે છે અને ત્યારબાદ આ ખોરાકને ગરમ કરીને લોકો ખાય છે. પરંતુ આમ કરવાથી તમારા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર અમુક એવા ખોરાક છે. કે જેને ફરીથી ગરમ કરીને ખાવાથી શરીરમાં ઝેર સમાન કાર્ય કરે છે. તો મિત્રો આજે અમે તમને આ જ ખોરાક વિશે જણાવીશું કે જે ફરી ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે.

બીટ એ સામાન્ય રીતે દરેક મોસમમાં જોવા મળે છે. બીટ શરીરમાં લોહીની માત્રાને પૂરી પાડે છે. બીટને આમ તો સલાડના રૂપમાં ખાવામાં આવે છે. પરંતુ અમુક લોકો બીટનું શાક બનાવતા  હોય છે. બીટમાં નાઈટ્રાઇડ ની માત્રાનું વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી નાઈટ્રાઇડ ની માત્રા વધુ હોવાથી બીટના શાકને ગરમ કરવા કરતાં ઠંડુ ખાવું વધુ હિતાવહ માનવામાં આવે છે. આમ બીટના શાકને ફરી ગરમ કરવાથી તે તેના ગુણધર્મો ગુમાવે શકે છે. એટલા માટે બીટના શાકને બીજી વાર ગરમ કરીને ક્યારેય ન ખાવાની સલાહ આપવામાં આવે છે .

બટેટાનું શાક બનાવી વધારે સમય માટે રાખી મુકવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વ રહેતા નથી. બટેટાનું શાક ઠંડુ થવાથી બોટ્યુલિઝમ નામના બેક્ટેરિયા પેદા કરે છે. આ બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.  અને જ્યારે આ બટેટાના શાકને ફરી ગરમ કરવામાં આવે છે.  ત્યારે પણ આ બેક્ટેરિયાનો નાસ થતો નથી. આ બેક્ટેરિયા નો શરીરમાં પ્રવેશ થવાને કારણે તે સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર પાડે છે.

અમુક લોકો ખાવાની વસ્તુને તેલમાં ડીપ ફ્રાય કર્યા બાદ વધેલા તેલને બીજા શાક માટે ઉપયોગ કરે છે. એકવાર તેલનો ઉપયોગ થઈ ગયા બાદ ફરીથી એ જ તેલનો ઉપયોગ કરવામાં આવે તો ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે. કે જે સમય જતા શરીરમાં કેન્સર અને અલ્જાએમાં જેવી બીમારી ઉત્પન કરી શકે છે.

ઈંડા એ પ્રોટીન માટે  ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. સામાન્ય રીતે અમુક લોકો બાફેલા ઈંડાને ફરી ગરમ કરીને ખાય છે. ઈંડાને ફરી ગરમ કરીને ખાવાથી તેમાં રહેલા પ્રોટીનની માત્રા ઘટી જાય છે.  અને સાથે  જ પાચન પ્રક્રિયામાં નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. જેથી તમને જઠર જન્ય રોગ થવાની શક્યતા વધારે પ્રમાણ માં રહે છે.

Exit mobile version