આજ થી જ શરૂ કરો આ પાચન શક્તિને મદદરૂપ થનાર અમૃતાહાર, ઓછી કેલરી અને ભરપૂર એનર્જી થી આપશે બધી બીમારીઓ માંથી મુક્તિ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હેલ્થ જાળવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરે છે, કારણ કે માનવામાં આવે છે કે કાકડી, ટમેટા, મૂળી, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક હોય છે, પણ જો લીલાં શાકભાજી તથા સલાડની સાથે જ ભોજનમાં અંકુરિત અનાજને સામેલ કરવામાં આવે તો વધારે ફાયદો બમણો થઈ જાય છે. કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે.

જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે અને તે પાચનને પણ મજબૂત બનાવે છે.  કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લેવા જોઈએ. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.

કઠોળ પલાળતી વખતે પાણી યોગ્ય પ્રમાણ મા ન લો તો કઠોળ વ્યવસ્થિત રીતે ફૂલતા નથી. આથી જો,  એક કપ કઠોળ લો છો તો તેની સામે ચાર ગણુ પાણી ઉમેરવું જોઈએ. આવુ કરવાથી કઠોળ યોગ્ય રીતે પલળશે. કઠોળ યોગ્ય રીતે ફણગાવવા હોય તો સૌપ્રથમ દાળને ચાળણીમાં કાઢી લો. પછી તેમાંથી પાણી નીતરી જાય ત્યાં સુધી તેના પર ભીનુ કપડુ ઢાંકીને પલાળવા દો. આવુ કરવાથી કઠોળ સારી રીતે ફણગાવી શકાય છે.

કઠોળને યોગ્ય રીતે ફણગાવવા માટે તેને ઓછામાં ઓછો ૨૪ થી ૩૬ કલાક માટે પલાળવા જોઈએ. કઠોળ ફણગાવટી વખતે એને એવી જગ્યાએ રાખવુ જ્યાં વધારે ગરમી કે ઠંડી ન હોય. ફણગાવેલા ભોજનને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે.ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે.

ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે.

જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે. તો તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે, ફણગાવેલા અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો (ન્યુરોલોજીકલ-ડીસોર્ડર્સ) માંથી સાજા થવામાં મદદ મળે છે.

ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.અંકુરિત અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે. ફણગાવેલા અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.

સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા જેના થી સાંધા દુખાવા માં રાહત થાય છે. સવારનો નાસ્તો એ ફણગાવેલા અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.

દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે. ફણગાવેલા કઠોણ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે.  સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.

ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.

ફણગાવેલું અનાજ પાચનતંત્રને મજબુત બનાવી સક્રિય બનાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર ખાસા પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સામાન્ય બનાવી રાખે છે. ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. તે એન્ટિ-ઓક્સીડેન્ટ અને વિટામિન એ,બી,સી તેમજ ઇથી ભરપૂર હોય છે. એન્ટિ ઓક્સિડન્ટના કારણે તે  રોગપ્રતિકારક શક્તિને સુધારે છે, તેમજ તેમાં રહેલો ક્ષાર શરીરની બીજી જરૂરિયાતોને પણ પૂરી કરે છે.

ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારનું પ્રોટિન હોય છે જેના કારણે શરીરને શક્તિ મળે છે અને માંસપેશીઓ પણ મજબુત બને છે. ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં કેલરી હોય છે. માટે જે લોકો ઇચ્છતા ન હોય કે તેમનું વજન વધે તે અંકુરીત અનાજને પોતાના ડાયેટમાં સમાવી શકે છે. યુવાનીમાં ફણગાવેલા ચણાનું સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે.  અને વૃદ્ધાવસ્થામાં સેવન કરવાથી શરીરના અંગ પ્રત્યંગો સ્વસ્થ તેમજ બળવાન રહે છે.

ફણગાવેલા ચણા સુપાચ્ય તેમજ પૌષ્ટિક હોય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન જેવા ખનિજ તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. અંકુરિત ચણામાં પ્રોટીન ખુબ હોય છે. માટે જ ચણાને અમૃત અન્ન કહેવામાં આવે છે. ફણગાવેલી મેથી કડવી, પૌષ્ટિક, જ્વર તેમજ કૃમિ નાશક હોય છે. તે ભુખ વધારે છે અને હૃદયને અપાર શક્તિ આપે છે.

નિયમિત રીતે અંકુરિત મેથી ખાવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે પણ ફણગાવેલી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચા પીવાથી ઉધરસ અને બ્રોંકાઇટિસ વિગેરે શ્વસનતંત્રને લગતી તકલીફો દૂર થાય છે. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખુબ જ લાભદાયક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top