કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. આમ તો બધા જાણે છે કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવા ફાયદાકારક હોય છે.
અનાજ-કઠોળને ફણગાવવા કે અંકુરિત કરવા બે રીતોનો ઉપયોગ થાય છે. એક રીત કે જે તમામ ગૃહિણીઓ અપનાવે છે. અનાજને તેનાથી બેગણા પાણીમાં પલાળવું. અનાજ બરાબર પલળી જાય એટલે તેમાંનું પાણી કાઢીને તેને કપડાંમાં બાંધવામાં આવે છે. ઘણીવાર તે પોટલીને લટકાવી રાખવામાં આવે છે. ગરમીની ઋતુમાં આ પોટલી પર પાણી છાંટીને તેને ભીની રાખવામાં આવે છે કારણ કે અંકુર લાવવા માટે ભેજ જરૂરી છે. કઠોળના પ્રકાર પ્રમાણે તેમને અંકુરિત થવામાં ઓછો-વત્તો સમય લાગે છે. કેટલાંક અનાજ બે દિવસે તો કેટલાક ચાર પાંચ દિવસે અંકુરિત થાય છે.
ફણગાવેલા ઘઉં નું સેવન ડાયાબીટીસ ના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. ફણગાવેલા ઘઉં માં ડાયટરી ફાઈબર પુષ્કળ પ્રમાણ માં હોય છે. જે આહાર નું સેવન કર્યા બાદ ગ્લુકોઝ ની પ્રક્રિયા ને કાર્યશીલ કરવામાં સહાયરૂપ બને છે. માટે જો નિયમિત આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવામાં આવે તો ટાઈપ-૨ ડાયાબીટીસ થી રક્ષણ મેળવી શકાય.
આ ઉપરાંત ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી શરીર માં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત તત્વો નો નાશ થાય છે. આમ, ફણગાવેલા ઘઉં નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.
ફણગાવેલા ઘઉં નું સેવન હ્રદય રોગ થી પીડાતા વ્યક્તિઓ ના નિદાન માં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. હ્રદય ને તંદુરસ્ત તથા સ્વસ્થ રાખવા માટે ઘઉં નું સેવન કરવું જરૂરી છે . ફણગાવેલા ઘઉં માં પુષ્કળ પ્રમાણ માં ન્યુટ્રીશન્સ નો સમાવેશ થાય છે. જે હ્રદય સાથે સંકળાયેલા રોગો ને શરીર માં પ્રવેશવા દેતું નથી તથા તેના થી શરીર નું રક્ષણ કરે છે.
ઘઉં નો ફણગાવેલો ભાગ એ તેનો સૌથી અગત્ય નો તથા લાભદાયી ભાગ છે. તેમાં પુષ્કળ પ્રમાણ માં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. એક ઘઉં ના દાણા મા ત્રણ પાર્ટ હોય છે. તેમાં પહેલો પાર્ટ હોય છે બહાર નું પડ , બીજો પાર્ટ હોય છે એન્ડોસ્પર્મ અને ત્રીજો પાર્ટ હોય છે અંકુર. આ અનાજ ના સૌથી મહત્વના પાર્ટ હોય છે. ઘઉં માં ૨.૫% થી લઈને ૩.૮% સુધી નો પાર્ટ જ ફણગાવેલો પાર્ટ હોય છે.
આ અનાજ ના અન્ય પાર્ટસ ની સાપેક્ષ માં વધુ પડતું પોષણ ધરાવતો હોય છે. તથા સ્વાદિષ્ટ હોય છે. માટે જો ફકત ૭ દિવસ સુધી ઘઉં ની સાપેક્ષ માં ફણગાવેલા ઘઉં નું સેવન કરવા માં આવે તો તેના દ્વારા શરીર ને અનેક પ્રકાર ના લાભો પહોંચે છે. પાચનશક્તિ વીક પડવાના કારણે આ કબજીયાત ની સમસ્યા ઉદભવી શકે. આ કબજીયાત ની સમસ્યા ઉદભવવા ના કારણે યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકીએ નહી. સામાન્ય રીતે આ સમસ્યા શરીર માં ફાઇબર ની ઉણપ ના કારણે પણ ઉદભવી શકે છે. અને ફણગાવેલા ઘઉં માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે.
આજના સમયમાં બદલાતી જીવનશૈલીના લીધે વજનનું વધવું એ સામાન્ય બાબત બનતી જાય છે. વધતું વજન અનેચરબી ઘટાડવું આવશ્યક બને છે. જો વેઇટ લોસ કરવા માંગો છો, તો ફણગાવેલા ઘઉંનો આહારમાં અવશ્યસમાવેશ કરવો જોઈએ. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. અને ફણગાવેલાઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારનીજરૂરીયાત નથી પડતી.