બદામની તુલનામાં ચણા ઓછી કિંમતમાં વધુ ફાયદો આપે છે. એટલા માટે તેને ગરીબોનો બદામ પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સારા અને સ્વસ્થ શરીર માટે સારો આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ આજના સમયમાં બજારના મસાલા અને જંકફૂડને લીધે લોકોના શરીરને નબળા થઇ ગયા છે. વેજિટેરિયન માટે ચણા પ્રોટીનનો સારો સોર્સ છે.
પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફૉલેટ જેવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે હાર્ટ સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. ચણામાં પણ મોટાભાગના દાળોની જેમ એન્ટી ન્યુટ્રિઅન્સ હોય છે જે પચવામાં મુશ્કેલી લાવી શકે છે. અંકુરિત ચણા પાચનતંત્રમાં સુધારો કરે છે અને વિટામિન અને પ્રોટીનનું સ્તર વધારતા હોય છે.
આજના સમયમાં પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આનું એક કારણ દૂષિત પાણીનો વપરાશ પણ હોઈ શકે છે પરંતુ તમને જણાવી દઈએ કે તમે ચણાનું સેવન કરવાથી પથરીની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. આ માટે, રાત્રે થોડાક ચણા પાણીમાં પલાળીને સવારે તેની સાથે થોડું મધ મિક્ષ કરીને સેવન કરી શકો છો. નિયમિત ચણા ખાવાથી પથરી સરળતાથી ઓગળી જાય છે.
આજના સમયમાં તણાવની સમસ્યા એ મોટાભાગના લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. ઘણા પુરુષો આ તાણને લીધે શારીરિક અને માનસિક રીતે નબળા થઈ જાય છે. આ કિસ્સામાં, ફણગાવેલા ચણા તે પુરુષો માટે રામબાણ ઉપચાર છે.
જો તમને કમળાના લક્ષણો દેખાય છે તો તરત જ તમારી સારવાર કરાવી લો, નહીં તો તમે બીમારી પડી શકો છો. કમળોમાં ચણા તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે 100 ગ્રામ દાળમાં બે ગ્લાસ પાણી મિક્સ કરીને થોડા કલાકો પલાળી રાખો. હવે તેને ચાળણીની મદદથી, દાળ અને પાણીને અલગ કરો અને અસરગ્રસ્ત વ્યક્તિને 4-5 દિવસ માટે તેનું સેવન કરવું જોઈએ. આ કરવાથી કમળાની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે.
ચહેરાના ગ્લોને વધારવા માટે નિયમિત ચણાનું સેવન કરવાથી ફાયદો થાય છે. સાથે જ તમે ઘરે ફેસ પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. સવારના નાસ્તામાં રોજ પલાળેલા ચણા ખાવાથી સુંદરતા વધે છે તેમજ મગજનો વિકાસ થવામાં પણ મોટો ફાયદો થાય છે. ચણામાં મીઠું નાખ્યા વિના ચાવીને ખાવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે. તેનાથી ખુજલી રેશિઝ જેવી સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થાય છે. યુવાનીમાં ફણગાવેલા ચણાનું સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે અને વૃદ્ધાવસ્થામાં સેવન કરવાથી શરીરના અંગ પ્રત્યંગો સ્વસ્થ તેમજ બળવાન રહે છે.
જો તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી હોય તો તમારે ફણગાવેલા ચણાનું સેવન નક્કી કરવું જોઇએ. જેનાથી તમને ઘણા બધો ફાયદો થશે. કારણ કે ફણગાવેલા ચણામાંથી તમારી ઇમ્યુન એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, વાયરલ રોગો વગેરેમાં પણ ફાયદો થશે.
ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ અને વિટામીન્સ વધુ માત્રામાં હોય છે. ફણગાવેલા ચણા તમને વધુ પડતી ભુખથી પણ સંતોષ આપે છે. જો તમને વારંવાર ભુખ લાગતી હોય તો તમારે ફણગાવેલા ચણાનું સેવન કરવું જેથી કરીને તમને ફાયદો તો થશે જ તેની સાથે સાથે તમારી ભુખને પણ કંટ્રોલ કરશે.
ફણગાવેલા ચણા શરીરની માંસપેશીયોને તાકાતવર બનાવે છે અને શરીરની એકદમ મજબુત રાખે છે. તથા ચણામાં ફાઇબરની માત્રા પણ ખુબ વધારે હોય છે તેનાથી આપણા પેટને સારી રીતે સાફ કરવામાં મદદ મળે છે. ફાઇબરના કારણે આપણું પાચનતંત્ર પણ સારૂ રહે છે. જે પેટને સાફ રાખે છે અને ડાઇજેશન સુધારે છે. ફળગાવેલા ચણા ખાવાથી કબજિયાત અને પેટના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.
ચણાને રાત્રે ફણગાવીને સવારે ખાલી પેટે લેવાથી ડાયાબીટીસમાં પણ રાહત થાય છે. ચણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં ખૂબ નીચું હોય છે જેમાં મળતા ફાઈબર અને પ્રોટીનથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે.
ચણાને એકદમ ચાવીને ખાવાથી તેના ઘણા ફાયદા થાય છે. ચાણા ખુબ જ પૌષ્ટીક હોય છે. તે પચવામાં હળવા, ઠંડા તથા બળવર્ધક હોય છે. ચણાનું સેવન કમળો, માથાનો દુખાવો, રક્તપિત્ત, કફરોગ તથા પિત્તરોગથી રાહત થાય છે. તેમન ચણામાં વધારે પડતું આયર્ન હોય છે.
ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ કરે છે. ફળગાવેલા ચણા મગજને તિક્ષ્ણ બનાવવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
અંકુરિત ચણા ધાતુ પુષ્ટ કરનારા, માંસપેશીઓને સુદૃઢ બનાવનારા અને શરીરને વજ્ર સમાન બનાવનારા તથા લગભગ બધા જ ચર્મ રોગનો નાશ કરનારા છે. જો તમે ફળગાવેલા કાળા ચણાનું સેવન કરશો તો તેનાથી શરીરને ભરપૂર માત્રામાં પોષણ મળે છે.તેનાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. જેમકે અંકુરિત ચણાનું સેવન ફેફસાંને મજબૂત કરે છે, લોહીમાં કૉલેસ્ટેરૉલ ઓછું કરે છે અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં સહાયક નિવડે છે.
ફણગાવેલાં દેશી ચણા તાકાત અને એનર્જીનો બેસ્ટ સોર્સ છે. રેગ્યુલર ખાવાથી નબળાઇ દૂર થાય છે. ફણગાવેલાં દેશી ચણાની સાથે ગોળ ખાવાથી વારંવાર યૂરિન જવાની પ્રોબ્લેમ ઠીક થાય છે. પાઇલ્સની પ્રોબ્લેમમાં પણ રાહત મળે છે. ફણગાવેલાં દેશી ચણા ખાવાથી બોડીમાં ઇમ્યૂનિટી વધે છે. શરદી-ખાંસી જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે.
ચણા શરીરમાં એનર્જી લાવે છે અને ભોજનમાં રુચિ પેદા કરે છે. સૂકા શેકેલા ચણા ખૂબ રુક્ષ અને વટ અને રક્તપિત્તનો નાશ કરે છે. બાફેલા ચણા કોમળ, ફાયદાકારક, પિત્ત, શુક્રાણુનાશક, ઠંડા, કશૈલે, વાતકારક, ગ્રાહી, હળવા, કફ અને પિત્ત નાશ કરનાર છે.ચણા શરીરને તંદુરસ્ત બનાવે છે. લોહીમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. યકૃત(જીગર) અને બરોળ માટે ફાયદાકારક હોય છે, આરોગ્યને નરમ કરે છે, લોહીને સાફ કરે છે, ધાતુ વધારે છે, અવાજને સાફ કરે છે, લોહીને સંબંધિત બીમારીઓ અને વાદીમાં ફાયદાકારક છે.
ચણામાં આવતા અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા 3 ફૈટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટએટેકથી બચાવે છે.સારી ઊંઘ આવે છે, ચણામાં આવતા એમોનિયા એસિડ ટ્રાયપટોફેન અને સેરોટોનિન સારી ઊંઘ લાવામાં મદદ કરે છે.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.