Site icon Ayurvedam

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો

ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે.

જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો ફણસ તેના માટે રામબાણ ઉપાય ગણાય છે. ફણસની છાલમાંથી નીકળતું દૂધ જો સોજા, ઘા તેમજ ઘવાયેલા અંગો પર લગાવવામાં આવે તો આરામ મળે છે. આ દૂધથી તમારા સાંધા પર માલિશ કરવામાં આવે તો પીડામાં રાહત મળે છે.

અલ્સર માટે ઉત્તમ ઔષધ :

ફણસ અલ્સર અને પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે. કબજીયાતની સમસ્યા પણ ફણસ ખાવાથી દૂર થાય છે. ફણસના પાનની રાખ અલ્સરના ઉપચાર માટે ખૂબ ઉપયોગી હોય છે. તેના લીલા પાનને સાફ કરીને તેને સુકવી લેવી. તે સુકાઈ જાય ત્યાર બાદ તેનુ ચુરણ બનાવી લેવું. પેટમાં અલ્સરની તકલીફ હોય ત્યારે આ ચૂરણનું સેવન કરવું. અલ્સરમાં ખૂબ આરામ મળશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ દ્વારા ખાવાની ટેવમાં ફેરફાર કર્યા વિના જ ફણસને લોકોના આહારમાં સામેલ કરવા કહ્યું અને કોચીના જેમ્સને ફણસનો લોટ બનાવવાની પ્રેરણા મળી. અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવા અને ડાયાબિટીસને રોકવામાં ફણસ ઉપયોગી છે.

ફણસના ફળમાં ઘણાં મહત્વપૂર્ણ પ્રોટીન્સ, કાર્બોહાઈટ્રેડ્સ ઉપરાંત વિટામિન્સ  છે તેથી નબળાઈ ધરાવતા વ્યક્તિઓને ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. ફણસના પાકેલા ફળને ખાવાથી શક્તિ આવે છે, વજન વધે છે અને સેક્સ લાઈફમાં પણ ફાયદો આપે છે.

ડાયાબિટીસ કોંટ્રોલ કરે:

ડાયાબિટીસ ધરાવતા ૪૦ લોકોમાંથી ૨૦ જણને ૩ મહિના માટે ફણસમાંથી બનાવવામાં આવેલો ૩૦ ગ્રામ ફણસનો લોટ તેમના ઘઉં કે ચોખાના લોટમાં ભેળવવા માટે આપવામાં આવ્યો હતો અને બાકીના ૨૦ જણને રેગ્યુલર ઘઉં કે ચોખાનો લોટ આપવામાં આવ્યો હતો. આઇસીએમઆર દ્વારા માન્યતાપ્રાપ્ત આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકોએ તેમના ખાવાના લોટમાં ફણસનો લોટ ભેળવ્યો હતો તેમના શરીરમાં સુગર લેવલ કંટ્રોલમાં રહ્યું હતું.

અસ્થમા માં ફાયદાકારક :

ફણસ અસ્થમાંના દર્દીઓ માટે અત્યંત લાભપ્રદ હોય છે. ફણસને પાણીમાં ઉકાળીને તેને ગાળી લેવું. ત્યાર બાદ ઠંડુ થયા બાદ તેનું સેવન કરવું. રોજ આ પ્રયોગ કરવાથી અસ્થમાની સમસ્યામાં લાભ મળે છે.

ગળાના રોગ માં રાહત :

પાકેલા ફણસનો ૫૦ ગ્રામ છુંદો બરાબર મિશ્રણ કરી અડધા લીટર પાણીમાં ઉકાળી લેવામાં આવે અને આ  મિશ્રણને ઠંડું કરી એક ગ્લાસ પીવામાં આવે તો એક ટૉનિક જેવું કાર્ય કરે છે. ફણસનાં ફળનું અને બીજનું શાક, અથાણું અને પાપડ બનાવવામાં આવે છે. ફણસની કળીઓ વાટીને ગોળી બનાવીને તેને ચૂસવાથી ગળાના રોગમાં રાહત રહે છે.

હડકાને મજબૂત બનાવાવમાં ઉપયોગી :

ફણસમાં ખનિજનું પ્રમાણ પણ વધારે હોય છે જે હોર્મોન કંટ્રોલ કરે છે.મેગ્નેશિયમથી ભરપુર ફણસ હાડકાને સ્વસ્થ અને મજબુત બનાવે છે. હાડકા માટે ફણસ ખૂબ જ ગુણકારી હોય છે. તેમા હાજર મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે. અને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી પણ બચાવે છે. એટલુ જ નહીં વિટામીન સી અને એ તેમાં સમાયેલા હોય છે જેના કારણે શરીરની ઇમ્યુનિટી પણ સારી રહે છે.

ચહેરાની કરચલીઓ દૂર કરવામાં ઉપયોગી :

ચહેરા પરની કરચલીઓથી જો છૂટકારો મેળવવો હોય તો ફણસની પેસ્ટ બનાવી લેવી અને તે પેસ્ટમાં એક ચમચી દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવવું. ત્યાર બાદ ચહેરાને ગુલાબ જળ અથવા ઠંડા પાણીથી સાફ કરી લેવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે.

જે લોકોને મોઢામાં વારંવાર છાલા પડી જવાની ફરિયાદ રહેતી હોય તેમણે ફણસના કાચા પાનને ચાવીને થૂકી દેવું જોઈએ. આમ કરવાથી તમારા મોઢાના છાલા ઠીક થઈ જશે. તેમાં મળી આવતા ખનીજ હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે.

 

Exit mobile version