Site icon Ayurvedam

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી બીજ, હદયરોગ, અલ્સર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહીં જરૂર પડે દવાની

ફણસનું શાક ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકાર હોય છે. ફણસમાં વિટામિન સી, ઈ, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ વગેરે જેવા વિટામિન હોય છે. જે શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. ફણસમાંથી શરીરને બધા જરૂરી વિટામીન્સ પ્રોટીન કેલિશયમ મળી રહે છે.  ખરેખર ફણસને આયુર્વેદિક દવા માનવામાં આવે છે ઘણા પ્રકારના આયુર્વેદિક ગુણધર્મો ફાણસમાં હોય છે. હવે અમે તમને જણાવીશું ફણસના ફાયદાઓ વિશે.

ફણસ માં કેટલાક ગુણધર્મો એવા હોય છે જે કેન્સરના જોખમને દૂર કરવામાં મદદ કરે છે. તબીબી સંબંધમાં, તેને એન્ટિ કેન્સર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે, જે કેન્સર વિરોધી અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે ફણસનું સેવન કરવું જોઈએ.

ચહેરા પરની કરચલીઓથી છૂટકારો મેળવવા માટે ફણસની પેસ્ટ બનાવી લેવી અને તે પેસ્ટમાં એક ચમચી દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવવું. ત્યાર પછી ચહેરાને ગુલાબ જળ અથવા ઠંડા પાણીથી સાફ કરી લેવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે.

દરરોજ ફણસનાં બીજ ખાવાથી શરીરમાં આયર્ન વધે છે. ફણસનાં બીજ લોહનો સારો સ્રોત છે. આયર્ન તમારા મન અને હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખે છે. આ સિવાય તે શરીરમાં લોહીની કમી દૂર કરે છે. જો તમે થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છો છે તો તમારે ફણસનું સેવન કરવું જોઈએ. કોપર તત્વ તેમાં જોવા મળે છે. જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને સંતુલિત રાખે છે.

ફણસનાં બીજમાં વિટામિન એ હોય છે, જેથી તમારી દૃષ્ટિ સારી રહે. વિટામિન એ આંખો માટે આવશ્યક પોષક તત્વો છે. વિટામિન એ હોવાને કારણે, તે તમારા વાળને સારા રાખે છે અને વાળ તૂટતા અટકાવે છે અને આંખો ના નંબર, મોતિયા વગેરે જેવી બીમારી સામે તે રક્ષણ આપે છે.પાચક તંત્રની સમસ્યા ફણસનાં બીજથી પણ દૂર થાય છે. ફણસનો ઉપયોગ પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પાવડર તરીકે થઈ શકે છે.

મો ના અલ્સર માટે ફણસ એક વરદાન છે. ફણસ ના કાચા પાંદડા ચાવવા જોઈએ અને અલ્સરને દૂર કરવા માટે થૂંકવું જોઈએ. આ પ્રક્રિયાને બે અથવા ત્રણ વખત પુનરાવર્તિત કરવી જોઈએ. ફોલ્લાઓ પેટની ગરમીને કારણે થાય છે, આ કિસ્સામાં ફણસ પેટને ઠંડુ રાખે છે. જે તમારા પેટ માટે ખૂબ ઉપયોગી છે.

ફણસનાં બીજમાં પ્રોટીન અને બીજા પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે માનસિક તણાવ ઘટાડે છે. આ ત્વચાના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ બીજનું સેવન કરવાથી ત્વચાની ચમક વધારે રહે છે અને તમારા વાળ પણ સારા બને છે. ફણસમાં પોટેશીયમ મળી આવે છે જે કે હાર્ટની સમસ્યાને દૂર કરે છે કેમ કે તે બલ્ડ પ્રેશરને લો કરી નાખે છે આ રેશાદાર ફળમાં મોટા પ્રમાણમાં આર્યન મળી આવે છે જે કે એનિમીયાને દૂર કરે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારે છે.

વિટામિન સી અને ઇ ફણસ માં જોવા મળે છે. જે શરીરની પ્રતિરક્ષા વધારે છે. જો તમને બીમારીના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે તો આવી સ્થિતિમાં ફણસ નું સેવન કરવું જોઈએ. ફણસના બીજનું ચૂરણ બનાવીને તેમાં થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો સ્વચ્છ થઈ જાય છે અને ચેહરા પરના ડાઘ તેમજ ધબ્બા પણ દૂર થઈ જાય છે.

ફણસમાં ખનિજનું પ્રમાણ પણ વધારે હોય છે જે હોર્મોન કંટ્રોલ કરે છે. મેગ્નેશિયમથી ભરપુર ફણસ હાડકાને સ્વસ્થ અને મજબુત બનાવે છે. ફણસમાં હજાર પોટેશિયમ હૃદયની સમસ્યાથી તમને છૂટકારો અપાવવામાં મદદ કરે છે. ફણસ અલ્સર અને પાચન સંમ્બધી સમસ્યાને દૂર કરે છે. તેમાં ફાઈબર હોય છે જે કે કબજીયાતની સમસ્યાને દૂર કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version