શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે.
અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી ગણાય છે. અસ્થમાના દર્દીએ ફણસ સમારીને તેને બાફી લીધા પછી તેને ગાળીને તેનો રસ કાઢીને પીવો જોઈએ. આનાથી અસ્થમાં કંટ્રોલમાં રહે છે.
થાયરોઈડના દર્દી માટે પણ ફણસ બેસ્ટ હોય છે. તેના સેવનથી હાડકાં મજબુત બને છે. એટલું જ નહીં તેમાં કેલરી અને ફેટ બરાબર હોય છે. તેથી તેના સેવનથી વજન પણ ઉતરે છે.
ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપર ફૂડ છે.
ફણસના બીયડ મેગ્નીશીયમ, મેગ્નીજ વેગેરે જેવા તત્વોથી ભરપૂર હોય છે જે હાડકામાં કેલ્શિયમ અવશોષણમાં મદદરૂપ કરે છે. તે લોહીની ગંઠાઈ રચનાને અવરોધિત કરીને રક્ત પરિબળમાં પણ મદદ કરે છે.
ફણસ એક એવી શાકભાજી છે જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેનું નિયમિત રીતે સેવન કરે છે. ફણસનું વાનસ્પતિક નામ આર્ટોકાર્પસ હેટેરોફિલ્લસ છે. ફણસમાં પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફણસ શાક તરીકે ખાવા સિવાય તેનું અથાણુ અને પાપડ પણ બનાવવામાં આવે છે. આદિવાસીઓ દ્વારા અનેક રોગોના ઈલાજ માટે પણ ફણસનો ઉપયોગ કરવામાં આવે છે.
ફણસમાં વિટામીન એ જોવા મળે છે જે આંખના સ્વાસ્થ માટે ખૂબ જ જરૂરી છે. તેની સાથે આંખો સાથે સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ, ઇન્ફેક્શનથી પણ બ ચી શકાય છે. મોતિયાબિંદ, આંખમાં પાણી આવવું, આંખો સૂકાઈ જવી વગેરે જેવી ગંભીર બીમારીઓના પ્રકાર છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટની માત્ર આંખો માટે સૂરજની નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
આ રેસાદાર ફળમાં મોટા પ્રમાણમાં આર્યન મળી આવે છે જે એનીમિયાને દૂર કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે. હાડકાં માટે પણ ફણસ ખૂબ જ સારું ગણાય છે. તેમાં રહેલા મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
પોટેશિયમ ફણસમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે અને હાર્ટ એટેકથી પણ બચાવે છે.તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ હોય આવી સ્થિતિમાં ફણસ નું સેવન કરવું જોઈએ. વિટામિન સી અને ઇ બંને ફણસ માં જોવા મળે છે. જે શરીરની રક્ષા વધારે કરે છે. આ સિવાય ફણસમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે એનિમિયાની સમસ્યાને દૂર કરે છે.
ફણસ અલ્સર અને પાચન સબધિત સમસ્યાને દૂર કરે છે. અને તેમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યા ને દૂર કરે છે. તમે થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છો તો તમારે ફણસ નું સેવન કરવું જોઈએ. કોપર તત્વ ફણસમાં જોવા મળે છે. જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને સંતુલિત રાખે છે. ફણસમાં વિટામિન એ હોય છે, તે આંખો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમારી દૃષ્ટિ ઓછી થઈ ગઈ છે તો તમારે તેનું સેવન કરવું જ જોઇએ.