ઘણીવાર પાણી સાફ કરવા માટે ફટકડી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુંદરતા અને અન્ય ફાયદા માટે પણ કરી શકાય છે? ફટકડી માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને રોજ ત્વચા પર લગાવવાથી ચહેરાનો નિખાર ઉઘડે છે અને ચહેરામાં ચમક આવે છે તેમજ ચહેરાની કરચલીઓની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. ફટકડીનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. કારણ કે ફટકડીમાં એન્ટીબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટિઓક્સિડેન્ટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ફટકડીનું પાણી પીવાથી થતા ફાયદા:
મોઢામાં અલ્સરની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, મોઢામાં છાલા પડવાના કારણે ખાવા-પીવામાં ઘણી સમસ્યાઓ થાય છે. પરંતુ જો તમે મોઢામાં છાલા પડી ગયા હોય ત્યારે ફટકડીના પાણી સેવન કરો તો તેનાથીની સમસ્યા માંથી માત્ર એક દિવસમાં છુટકારો મળી જાય છે. કારણ કે ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાને દૂર કરે છે.
શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થના કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે પરંતુ જો તમે ફટકડીના પાણીનું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર આવે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. વજન ઓછું કરવા ખાલી પેટ નવશેકા પાણી સાથે મિશ્રિત ફટકડીનું પાણી પીવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી વજન કંટ્રોલ થાય છે.
નવશેકા પાણીમાં ઓગળેલી ફટકડી પેટ માટે ખૂબ ફાયદાકારક છે. આ ફટકડી વાળું પાણી પીવાથી કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને પાચનશક્તિ મજબૂત બને છે. સૂકી ખાંસી અને ઉધરસની ફરિયાદ હોય ત્યારે ફટકડીના પાણીનું સેવન ખૂબ ફાયદાકારક છે. કારણ કે ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી-બાયોટિક ગુણ હોય છે, જે છાતીમાં જામી ગયેલા કફને દૂર કરે છે, જેનાથી ખાંસીમાં રાહત મળે છે.
દાંતને મજબૂત, સફેદ બનાવવા તેમજ દાંત અને પેઢામાંથી નીકળતા લોહીથી બચવા માટે ફટકડીના ૨૦ ગ્રામ પાઉડરને 10 ગ્રામ સિંધવ મીઠા સાથે મિક્સ કરી આ મિશ્રણ દાંત અને પેઢા પર ઘસવું જેનાથી દાંતને લગતા દરેક રોગથી છુટ્કાર મળે છે અને દાંત કળતા હોય તો તેનાથી પણ રાહત મળે છે.
ગાયના દૂધમાં ફટકડી ઓગાળી તેના 2-3 ટીપાંને નાકમાં નાખવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે. વાગેલા પરથી વહેતુ લોહી ઘટાડવા માટે ફટકડી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. ઈજાના કારણે લોહીનો પ્રવાહ વહેતો હોય તો તે જગ્યાએ ફટકડી લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ફટકડી લગાવવાથી પણ બેક્ટેરિયા વધતા નથી.