Site icon Ayurvedam

મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ આયુર્વેદિક ઉપાય, ચહેરો થઈ જશે એકદમ ચમકદાર અને ખીલ રહિત, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

ફેસ ટેનિંગને દૂર કરે છે ટામેટુંચહેરા માટે ટામેટાનું માસ્ક ખૂબ સારુ છે. ટામેટાના માસ્કને મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે.ટમેટામાં લઈકોપીન ખુબ પ્રમાણમાં હોય છે જે રંગ બનાવનારા પીન્ગ્મેન્ટ ઓછું કરે છે. આ ઘરગથ્થું નુસ્ખાથી આપણા ફેસ સ્કીનથી ડેડ સેલ્સ દુર થાય છે અને ચહેરાની ત્વચાને લાઈટ કરીને આપણને ગોરા બનાવે છે. મિક્સર ગ્રાઈન્ડર માં ૨ કાપેલા ટમેટા અને ૨ ચમચી લીંબુનો રસ નાખો અને સારી રીતે વાટીને ભેળવી દો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા અને ગરદન ઉપર સારી રીતે લગાવો અને ૨૫-૩૦ મિનીટ સુધી સુકાવા દો અને પછી ધોઈ લો. રોજ ન્હાતા પહેલા આ ફેસ પેક ૭ દિવસ ચહેરા ઉપર લગાવો.

આ માસ્કને બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક બાઉલમાં ટામેટાનું પલ્પ લો અને તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઇ લો. ચહેરા પર ગ્લો લાવવાની સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.

એલોવેરાથી ચમકશે તમારી સ્કીનએલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લો.

થોડા દિવસો સુધી આ કામ કરવાથી તમને પણ ફરક જોવા મળશે. કાચુ દૂધ ઘણું ઉપયોગી હોય છે. ખાસ કરીને ચહેરાને સુંદર બનાવવા માટે કાચુ દુધ ઉપયોગી છે. તેના ઉપયોગથી ચહેરા પર કાળાશ દૂર થઇ જાય છે. કાચા દૂધને ચહેરા પર લગાવી માલિશ કરો. અને 30 મિનિટ બાદ ચહેરો રગડીને ચહેરો ધોઇ લો.

તુલસીના પ્રયોગથી તમે ચહેરાના ખીલ તથી ડાઘ ધબ્બા દૂર કરી શકો છો. તુલસી તમારા ચહેરામાં રહેલા વધારાના ઓઇલને રિમૂવ કરે છે. તેના માટે તમે 10 તુલસીના પાન લઇને તેને પાણીની સાથે પીસી લો. તેની પેસ્ટ તૈયાર કરી હવે તમારી ત્વચા પર લગાવી રાખો. આશરે 1 કલાક બાગ તમે ચહેરો ધોઇ લો. જેથી તમારા ચહેરાની સુંદરતા વધી જશે.

હળદર ખૂબ ગુણકારી હોય છે. જોકે હળદરના ઘણાં ઉપયોગ છે પરંતુ હળદરને તમે તમારા ચહેરાની રંગતમાં ચમક લાવવા માટે પ્રયોગ કરી શકો છો. તે ચહેરાથી સન ટેનિંગને દૂર કરે છે. તથા ચહેરાને ગોરો બનાવે છે. જેના માટે હળદર અને પાણી મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ 1 કલાક ચહેરા પર લગાવી રાખવાથી સારુ પરિણામ મળી શકે છે.

દૂધ અને મધ કુદરતી રીતે જ ચહેરો ગોરો કરવા માટે દૂધ ખુબ અસરકારક છે દૂધથી આપણી ત્વચાને તમામ પોષક તત્વ મળે છે અને રંગ ચોખ્ખો થાય છે. એક ચમચી મધ અને એક ચમચી દૂધ યોગ્ય રીતે ભેળવો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા ઉપર હાથથી ફેરવીને મસાજ કરો અને ૧૫ મિનીટ સુધી રહેવા દો અને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

કેસર અને ચંદન કુદરતી સુંદરતા અને ગોરાપણું મેળવવા માટે કેસર એક સારી આયુર્વેદિક ઔષધી છે. એક વાટકા માં થોડા દુધમાં ૮-૧૦ કેસરનાં રેસા એક કલાક માટે પલાળી દો. અને તેમાં એક ચમચી ચંદન પાવડરને ભેળવવાથી એક ઘરેલું ફેસ પેક તૈયાર થઇ જશે. તે શામળા ચહેરા ઉપર લગાવીને ૧૫ મિનીટ સુધી સુકાવા દો પછી પાણીથી ધોઈ લો.

ચહેરામાં ચમક અને નિખાર લાવવા માટે બદામનો ફેસ માસ્ક અસરકારક નુસખો છે. રાત્રે સુતા પહેલા દુધમાં થોડી બદામની ગીરી પલાળી દો. આ પલાળેલી બદામને પીસી લો અને આ પેસ્ટ થી પોતાનો ચહેરાની મસાજ કરો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપથી અને સારું પ્રણામ મેળવવા માટે રોજ આ ફેસ માસ્ક  ૭ દિવસ સુધી લગાવો.

ચહેરા ને ગોરો કરવાનો ઘરગથ્થું ઉપાયમાં આ કુદરતી ફેસ પેક ખુબ અસરકારક છે. તેનાથી ત્વચાને ઘણા લાભદાયી ઇંજાઈમ અને વિટામીન હોય છે જે કાળા રંગને ગોરો કરવાની સાથે ચહેરાના ડાઘ અને ધબ્બાના નિશાન પણ આછા કરે છે.

Exit mobile version