ડાર્ક સર્કલ
શું તમારી આંખોની આસપાસ પણ કાળાપણું છે!!! હોય તો આ ઉપાય થી થઇ જશે જલ્દી ઠીક. હેલો મિત્રો, એક સુંદર માહિતી સાથે તમારુ સ્વાગત છે. દરેક વ્યક્તિ આ દુનિયાની ભીડમાં પોતાને સુંદર બતાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, તમે જાણો છો કે સુંદરતા તો ઉપરવાળા (ઈશ્વર) એ આપેલી ભેટ છે, જો કે આ સમસ્યા મોટા ભાગે સ્ત્રીઓ માં થાય છે, પુરુષો ના ચહેરા તો સાફ જ જોવા મળે છે.
જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા માનસિક તણાવ માં હોય તો તેની માંઠી અસર આંખો પર પડે છે અને તેને લીધે આખ ફરતે કાળાપણું થઈ છે, જેને આપણે ડાર્ક સર્કલ કહીએ છે. ડાર્ક સર્કલ તમારી સુંદરતા ને ગ્રહણ લગાવી દે છે, સુંદરતા ને બધાની સામે ફિકી પાડી દે છે. પરંતુ તમે પોતાને સુંદર અને આકર્ષક આં ઘરેલુ ઉપાય થી બનાવી શકો છો.
સારવાર:
આયર્ન અને કેલ્શિયમની અછત ઘણીવાર આંખોની આસપાસના ડાર્ક સર્કલ નું કારણ બને છે. લાલ પાકેલા ટમેટાં વિટામીન A & C અને આયર્નનું ઉત્તમ સ્રોત છે.
પદ્ધતિ:
બે ભાગ ટામેટા માં એક ભાગ લીંબુનો રસ અથવા દહીં ચહેરા પર અથવા આંખો નીચે ખૂબ ધીમે થી લગાવો. દિવસ માં બે – ત્રણ વખત લગાવો આંખોનાં ડાર્ક સર્કલ દૂર થઈ જસે, આંખના ડાર્ક સર્કલો ને દૂર કરવા માટે કાકડીનો રસ ખૂબ જ મદદરૂપ સાબિત થયો છે, તમે આંખો પર તેને રૂ થી લગાવી ને રાત્રે સૂવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે.
ફુદીના નાં પાન ને પીસીને આંખો પર લગાવવા થી ડાર્ક સર્કલ થોડા દિવસ માં ઠીક થઈ જાય છે.આ પ્રયોગ થી ડાર્ક સર્કલ દૂર કરવામાં ખૂબ મદદ મળશે. અનાનસ પણ ડાર્ક સર્કલો ને મટાડવા માં અત્યંત ઉપયોગી છે. પૂરતા પ્રમાણમાં માં પાણી પીવા થી આંખોના ડાર્ક સર્કલ ને દૂર કરવા માટે ખૂબ મદદરૂપ છે. દરરોજ ડાર્ક સર્કલ પર નારંગીનો રસ અને ગ્લિસરીન નું મિશ્રણ ને દરરોજ લગાવાથી ડાર્ક સર્કલ થી છુટકારો મળે છે. બદામ નું તેલ પણ ડાર્ક સર્કલ પર લગાવાથી કાળાપણું દૂર થઈ જાય છે.