શું તમારામાં પણ દેખાય છે આ સંકેત? તો હોય શકે છે આ જીવલેણ વાઇરસની અસર, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઈબોલા વીષાણુ(વાઈરસ)ના ચેપથી લાગુ પડતી માંદગી બહુ જ ખતરનાક હોય છે, અને ઘણા કીસ્સાઓમાં જીવલેણ નીવડે છે. એના ચેપથી માંદા પડેલા લોકોનો સારા થવાનો ચાન્સ હાલમાં 50% ગણાય છે. જંગલી પ્રાણીઓ વડે એનો ચેપ મનુષ્યોને લાગે છે, અને એક માનવીનો ચેપ બીજાને લાગે છે, એટલે કે પછીથી એ માણસો દ્વારા સમાજમાં ફેલાય છે.

ઇબોલા એક માણસને બીજા માણસનો ચેપ લાગવાથી ફેલાય છે. એ ચેપ અન્ય ચેપવાળા મનુષ્યના સીધા સંપર્કમાં આવવાથી લાગે છે, જેમ કે છોલાયેલી ચામડી, લોહી, લાળ, શરીરમાંથી સ્રવતું કોઈ પણ પ્રવાહી અથવા રોગીષ્ટે વાપરેલી વસ્તુઓ જેમ કે પાથરણાં, કપડાં જેના પર આ પ્રવાહી લાગ્યું હોય તેના સંપર્કમાં આવવાથી એનો ચેપ લાગે છે, પણ આ રોગ હવાથી ફેલાતો નથી.

 

શરીરમાં વાઈરસ પ્રવેશ્યા પછી રોગનાં લક્ષણો પ્રગટ થવામાં 2થી 21 દીવસનો સમય લાગે છે. જ્યાં સુધી રોગનાં લક્ષણો દેખા ન દે ત્યાં સુધી એવા માણસોનો ચેપ બીજાને લાગતો નથી. શરુઆતમાં એકાએક તાવ સાથે અશક્તી લાગે છે, સ્નાયુઓનો દુખાવો, માથાનો દુખાવો તથા ગળામાં બળતરા થાય છે. આ પછી ઝાડા-ઉલટી, ચામડીની રતાશ, કીડની અને લીવર (યકૃત)નાં કાર્યોમાં વીક્ષેપ અને કેટલીક વાર આંતરીક અને અથવા બાહ્ય રક્તસ્રાવ પણ થાય છે. જેમ કે પેઢામાંથી લોહી પડવું, ઝાડામાં લોહી પડવું વગેરે. લેબોરેટરીનાં પરીક્ષણોમાં સફેદ રક્તકણોની સંખ્યા ઘટેલી જોવા મળે છે.

ઈબોલા વાઈરસના તાવનું નીદાન કરવું મુશ્કેલ હોય છે, કેમ કે એ ઈબોલાનો તાવ છે કે મૅલેરીયા, ટાઈફોઈડ કે મેનનજાઈટીસનો તાવ છે એને અલગ તારવી શકાતું નથી. આ બધા તાવોનાં લક્ષણોમાં ઘણું સામ્ય છે.

ઈબોલા વાઈરસ (ઈડીવી) વાઈરલ રક્તસ્ત્રાવી તાવના કારણે થતી એક બિમારી છે,જેને ઈબોલા રક્તસ્ત્રાવી તાવ (ઈએચએફ) તરીકે પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિની લોહી પદ્ધતિને અસર કરે છે.

તે મનુષ્ય અને મનુષ્યગત પ્રાણીઓ (નર વાંદરાઓ જેમ કે વાંદરા,ગોરિલ્લા અને ચિમ્પાન્ઝી)ને થતી એક ગંભીર અને પ્રાણઘાતક બિમારી છે. આ ચેપ વાઈરસના કારણે ફેલાય છે.જે જંગલી પ્રાણીઓ દ્વારા લોકોમાં ફેલાય છે આ ઉપરાંત આ બિમારી આ બિમારી મનુષ્ય વસ્તીમાં પ્રસારિત થાય છે.

ઈડીવીના ચેપના કારણોમાં ૯૦% કિસ્સાઓમાં વ્યક્તિનું મૃત્યું થાય છે. ઈવીડીનો પ્રકોપ (અચાનક રોગનો પ્રવેશ) ઉષ્ણ કટિબંધીય વરસાદવાળું વાતાવરણ ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ગામોમાં ઉત્પન્ન થવાં માટેનો જાણીતો વિસ્તાર છે.

ઈબોલાની સૌથી વધારે અસર પશ્ચિમ આફ્રિકામાં વર્ષ ૨૦૧૪થી ચાલે છે જેમાં ગિની, લાઈબેરીયા, સિરિયા, લિયોન અને નાઈજીરીયામાં પણ અસર જોવા મળે છે,ઓગસ્ટ ૨૦૧૪માં સૌથી વધારે ૧,૭૫૦ જેટલાં સંદિગ્ધ કેસો જોવા મળ્યાં હતાં. ગંભીર ચેપથી પીડાયેલા દર્દીને ઊંડી તબીબી દેખરેખની જરૂરિયાત હોય છે.આ બિમારી માટે કોઈ ઉપચાર અથવા રસી ઉપલબ્ધ નથી.

જો દર્દી મોં વડે પી શકે તેમ હોય તો તે રીતે નહીંતર નસ વડે સતત પ્રવાહી આપતા રહેવું, જેથી લોહીમાં પાણીની ઘટ ન પડે- ડીહાઈડ્રેશન ન થાય. આ રોગમાં અન્ય જે ચીહ્નો પ્રગટ થયાં હોય તેનો ઉપાય કરતા રહેવાથી દર્દીને બચાવવાની શક્યતા રહે છે. જો કે ઈબોલાની અસરકારક દવા હજુ શોધી શકાઈ નથી. આમ તો કેટલીક આશાસ્પદ પદ્ધતીઓ ચકાસવામાં આવી રહી છે. વળી હજુ સુધી એને માટે કોઈ રસી (વેક્સીન) શોધી શકાઈ નથી. જો કે બે રસી બાબત એ માનવો માટે સલામત અને યોગ્ય છે કે કેમ તેનાં પરીક્ષણ થઈ રહ્યાં છે.

કોઈપણ ઈબોલા પીડિત દર્દી કે જાનવરથી દૂર રહો, હાથ રોજ સાફ કરો,  હાથના ગ્લોઝ અને સુરક્ષા એપ્રિન પહેરીને ઈબોલા દર્દી પાસે જાવ,  ઈબોલાથી સંક્રમિત માંસ ન ખાય આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top