Site icon Ayurvedam

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા, તેના સેવનથી થાય છે આવા અદભૂત લાભ

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે.

1. આયુર્વેદિક ઔષધિ છે દુર્વાઃ

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે.

2. લોહીની ઉણપ દૂર કરેઃ

દુર્વાના રસને લીલુ લોહી પણ કહેવામાં આવે છે. તે પીવાથી એનિમિયા અર્થાત્ લોહીની ઉણપ દૂર કરી શકાય છે. તે લોહીને સાફ કરીને રક્ત કોશિકાઓને વધારવામાં મદદરૂપ બને છે.

3. ત્વચાની સમસ્યામાં રાહતઃ

દુર્વામાં એન્ટિ ઈન્ફ્લમેટરી અને એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે. આ કારણે તમને ત્વચાની ખંજવાળ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે. હળદરના પાવડર સાથે આ ઘાસની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી ત્વચાની ફોલ્લીઓ દૂર થશે.

4. ગુણોથી ભરપૂરઃ

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાતી દુર્વાનો સ્વાદ તૂરો-મીઠો હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પિત્ત, કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે.

5. માથાના દુઃખાવામાં રાહતઃ

આયુર્વેદના જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે.

6. મોંના ચાંદામાં રાહતઃ

દુર્વાના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના ચાંદામાં તરત જ રાહત મળે છે. તે આંખ માટે પણ ખૂબ સારી છે. દુર્વાના ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખો તેજ બને છે.

7. યુરિન ઈન્ફેક્શમાં ફાયદાકારકઃ

દુર્વાના રસને મિશ્રી સાથે મિક્સ કરી પીવાથી પેશાબમાં લોહી પડતુ હોય તો રાહત મળે છે. 1 કે 2 ગ્રામ દુર્વાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી ગાળીને પીવાથી યુરિન ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે.

Exit mobile version