Site icon Ayurvedam

શું તમે પણ કરી રહ્યા છો દૂધ સાથે આનું સેવન? ચેતી જાજો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જરૂર જાણો સ્વાસ્થયને થતાં આ નુકશાન વિશે

વિ રુદ્ધ આહાર એટલે શું ? સાદી સમજણ એ કે, અન્ન જીવનનો આધાર છે. ખોરાક એ શરીરના બંધારણ, વિકાસ, બુદ્ધિ અને કાર્યક્ષમતાનો પાયો છે. શરીરના સૂક્ષ્મ કોષો (સેલ્સ) થી લઈને મનોમય કોષ સુધીની જટીલ દેહરચનાનો આધાર પણ ખોરાક થકી થતાં પોષણને આભારી છે. અન્નં વૈ પ્રાણઃ – અન્ન જ પ્રાણ છે. આમ ખોરાકનો કેટલો બધો પ્રભાવ શરીર અને મન પર રહેલો છે ? પણ જો ખોરાક યોગ્ય રીતે – સમજણપૂર્વક ન લેવામાં આવે તો રાસાયણિક વિકૃતિઓ પેદા થાય અને આપણું શરીર અવનવા રોગોનું ઘર બને.

ટૂંકમાં ભોજન કર્યા પછી જો શરીરના દોષો વધે અને એનો યોગ્ય નિકાલ ન થતાં રોગજન્ય સ્થિતી સર્જાય તો એ વિરુદ્ધ આહાર થયો કહેવાય. દૂધ જેવા રોજીંદા ખોરાક વિશે જોઈએ તો દૂધ સાથે નીચે જણાવેલી વસ્તુઓ વિરોધી થાય. જેમકે ખાટાં કે મીઠા ફળો, દહીં, કઢી, શ્રીખંડ જેવાં ખાટાં પદાર્થો, ઈડલી, ઢોંસા, બ્રેડ, જેવી આથાવાળી વાનગીઓ, મઠ, વાલ જેવાં કઠોળ, મૂળો, સરગવો, કાંદો વિશેષ કરીને માંસ અને માછલી એમાં પણ કોડ-લીવર ઓઈલના ટીપાં દૂધ સાથે આપવાનો રીવાજ તદ્દન ખામીભર્યો છે.

દૂધ સાથે ઉપર જણાવેલી વસ્તુઓનો સંયોગ કરવાથી કોઢ, કરોળિયા, ખરજવુ, ખંજવાળ, કુષ્ટ જેવા અગણિત ત્વચાના રોગો થઈ શકે. આજકાલ દૂધ સાથે કૃત્રિમ રંગ અને સુગંધમુક્ત પદાર્થોના સંયોજનથી બનેલા આઈસક્રીમ, કોલ્ડ-ડ્રીંક વગેરે કેટલું નુકસાન કરી શકે ? આહારની દ્રષ્ટિએ આ ચિંતાનો વિષય છે.

દૂધ લીધું હોય એના ચાર-પાંચ કલાક પહેલાં અને પછી જ ઉપર જણાવેલી વસ્તુ લેવી હિતાવહ છે. આ સિવાય અડદ સાથે ગોળ અને મૂળા તથા ગોળ સાથે લસણ અને મૂળા પણ વિરુદ્ધ છે.

દૂધ સાથે લીંબુ થી બનેલી કોઈ વસ્તુ જેવી કે શાકનું સેવન ન કરવું જોઈએ. જો તમે એમ કરશો તો શરીરને ફાયદો નહીં પણ નુકસાન થશે. આના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેમજ સ્કીન ઇ્ન્ફેક્શન થઈ શકે છે. આમ, દૂધ સાથે લીંબુના સેવનથી દાદર, ખરજવું કે એક્ઝિમા થઈ શકે છે.

દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ સાથે ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે. અડદ સાથે દૂધ ખાવાથી હાર્ટએટેક થવાનો ખતરો છે.

દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન નુકસાનકાર છે. મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ. આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે. દૂધની તાસીર ઠંડી હોય છે પણ એને ગરમ વસ્તુ સાથે પીવું ન જોઈએ. માછલી સાથે તો ક્યારેય દૂધ ન પીવું જોઈએ. આ રીતે દૂધ પીવાથી સફેદ ડાઘ, ગેસ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

દૂધ સાથે ક્યારેય સંતરા અને અનાનસનું સેવન ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે. સાથે રીંગણ પણ ન ખાવા જોઈએ. આથેલી વસ્તુઓ અને દૂધ પણ સાથે ન ખવાય. ઘણીવાર આપણે આથેલાં ઢોકળા કે ઈડલી સવારે નાસ્તામાં દુધ સાથે કે ચાય સાથે લઈએ છીએ જે ભારે નુકસાન કરે છે.

દૂધ સાથે સોલ્ટ એટલે કે નિમક પણ વિરોધી વસ્તુ છે. આપણે ઘણી વાર નમકીનવાળી વસ્તુઓ દૂધ સાથે લેતા હોઈએ છીએ, જેમ કે ગાંઠિયા, અથવા કોઈ પણ નિમકવાળું નમકીન દૂધ સાથે ખતરનાક છે. દુધ સાથે તેલ કે તેલમાં તળેલી વસ્તુઓ પણ વિરોધી આહારમાં આવે છે. દૂધ સાથે રીંગણ પણ ન ખાવા જોઈએ. આથેલી વસ્તુઓ અને દૂધ પણ સાથે ન ખવાય.

દૂધ સાથે એટલે એમાં ચાય પણ સમજી લેવાની કેમ કે એમાં પણ દૂધ તો આવે જ ને ! એટલે હું દૂધ કહું એટલે સાથે સાથે ચાય પણ સમજી લેવાની. દૂધ સાથે પ્યાજ એટલે કે લસણ ના ખાવું જોઈએ. એ વિરોધી આહાર છે. પૌવા કે ઉપમા કે પરોઠામાં જો પ્યાજ નાખ્યું હોય અને એ વસ્તુ દૂધ સાથે ખાઓ તો એ વિરોધી આહાર છે અને એનું સેવન કરવું એ ભયંકર ભૂલ છે.

જો લગભગ દરેક પંજાબી ભોજનમાં કાંદા અને ક્રીમ એક સાથે જોવા મળે છે. એનાથી સલક્ષ્ય બચવું જોઈએ. દૂધ સાથે દહીંની બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ, જેમ કે ઘણી વાર દહીંમાં વઘારેલો ભાત આપણે દૂધ કે ચાય સાથે લઈએ છીએ, આ યોગ્ય નથી.

Exit mobile version