જ્યારે મીઠાઈની વાત આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ગોળને ખાંડ કરતા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. સફેદ ખાંડનું સેવન કરવાથી અનેક રોગો થાય છે. ગોળને ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સારું કામ કરે છે.
દૂધ અને ગોળ બંને કેલ્શિયમનો ભરપુર સ્ત્રોત છે. તે શરીરને સ્વાથ્ય રાખવાની સાથે સાથે હાડકાંની બીમારીયો સ્ટિયોપોરોસિસ અથવા તો વધતી ઉમર થતા દુઃખાવાથી સુરક્ષિત રાખે છે આથી રોજ દૂધ અને ગોળ ખાવો જોઈએ. ગોળ અને દૂધનું સેવન એક સાથે કરવાથી ત્વચા ઉપર ખૂબ જ સારી અસર પડે છે. ત્વચા મુલાયમ થઈ જાય છે અને તેમાં નિખાર આવી જાય છે. વળી ખીલની સમસ્યા પણ ખતમ થઇ જાય છે.
ઘણા લોકોને એનિમિયા હોય છે. જો તમે પણ તમારા શરીરમાં લોહીની કમી દૂર કરવા માંગતા હોય તો દૂધમાં ગોળ મિક્સ કરીને દરરોજ પીવો. જો શરીરમાં લોહીનો અભાવ હોય તો ગોળ ખાવાનું સારું માનવામાં આવે છે, પરંતુ દૂધ સાથે ગોળનું સેવન કરવાથી તેના સ્વાસ્થ્ય લાભ બમણા થાય છે.
દૂધ એક એવી વસ્તુ છે જેનો સીધો સબંધ મગજ સાથે છે. જો દૂધ અને ગોળ એક સાથે ખાશો તો તે તમારો તણાવ ઓછો થાય છે. દૂધમાં તાણ ઓછું કરવા માટેના ઘટકો હોય છે. જો તમે દરરોજ દૂધ સાથે ગોળનું સેવન કરો છો તો તમને ક્યારેય તણાવ આવશે નહીં. જો ગોળ અને દૂધ મિક્સ કરી રોજ ખાવામાં આવે તો તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને તમારો થાક દૂર થાય છે.
ગરમ દૂધમાં ગોળ નાખીને પીવાથી લોહી સાફ થાય છે. તેનાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. પેટમાં દુખાવો છે તો દૂધ સાથે ગોળનુ સેવન કરવાથી રાહત મળે છે. તેનાથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે.
પીરિયડ્સ દરમિયાન દુખાવો થવા પર મહિલાઓએ દૂધમાં ગોળ ઉમેરીને આ દૂધનું સેવન કરી લેવું. આ દૂધની મદદથી દુખાવો એકદમ ગાયબ થઈ જશે. વળી જરૂરી નથી કે તમે આ દૂધને પીરિયડ્સ દરમિયાન જ સેવન કરો, તમે ઈચ્છો તો આ દૂધનું સેવન દરરોજ કરી શકો છો. જેથી શરીરમાં કોઈપણ પ્રકારની કમજોરી ન આવે.
અસ્થમાની બીમારીથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બીમારીથી પરેશાન લોકોએ બસ ગોળ અને કાળા તલના લાડુ ખાવા જોઈએ અને તેનું સેવન કર્યા પછી તેની ઉપર ગરમ દૂધ પીવું જોઇએ. ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. અને તે લોહીમાં રહેલા હિમ્ગ્લોબીન કાઉન્ટ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરમાં શકતી મળે છે.
રોજ દૂધ અને ગોળના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કારણકે દુધમાં મળતા વિટામીન ડી અને કેલ્શિયમ અને ગોળમાં રહેલું આર્યન સાંધાને વધારે મજબુત બનાવે છે.અને તમે ઈચ્છો તો ગોળનો એક ટુકડો આદુ સાથે ખાઓ, તેનાથી પણ ફાયદો મળશે. જો ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો સૂતા પહેલા દુધમાં ગોળ મેળવીને પીવાથી આ સમસ્યા દુર થશે. ગોળ ખાવાથી આપણું લોહી શુધ્ધ થાય છે અને દૂધ આપણા શરીરમાં ઉર્જા બનાવી રાખે છે.
ગોળ પાચન તંત્રને બીમારીઓથી બચાવે છે.તો ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ નથી થવા દેતો.અને ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે.તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે એક ટુકડો જરૂરથી ખાવો. કાનમાં દુખાવો થાય છે ત્યારે પણ ગોળ ખૂબ ફાયદાકારક છે. ગોળને દૂધ સાથે મિક્ષ કરી ખાવાથી કાનના દુખાવામાં રાહત થાય છે.
યાદશક્તિ વધારવા માટે ગોળ પણ ખૂબ ફાયદાકારક છે. નિયમિત દૂધ અને ગોળનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે અને મગજ નબળું નથી. જો સાદું દૂધ નાથી ભાવતું તો પછી દૂધમાં ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવાનું શરૂ કરો. ખાંડ વજન વધારવાનું કામ કરે છે જ્યારે ગોળમાં ઘણાં સંયોજનો છે જે ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. ગોળ અને દૂધ સાથે લેવાથી ચયાપચય પણ સુધરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.