ધતુરો એક એવું ફળ છે જે મહાદેવને ખુબ જ પ્રિય છે, લોકો મહાદેવને પ્રસન્ન કરવા માટે અને એની પૂજા કરવા માટે ધતુરાના ફળ જરૂર ચડાવે છે. દમ-શ્વાસના દર્દીને જેમણે દુઃખી થતાં જોયા હોય તેમને જ ખ્યાલ આવે છે. એવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયા નો ટેકો લઈને બેસી રહેવું પડે. ઉધરસ આવે પણ કફ છૂટો ન પડે પસીનો લાગે, ગભરામણ થાય, હાથ-પગ ઠંડા પડી જાય, ફેફસામાં કફનો અવાજ ચાલુ થઈ જાય, સૂવાનું મન તો થાય પણ સુવા જાય તો સાથે તકલીફ વધી જાય. ઉધરસ સાથે ક્યારેક કફ છૂટો પડે તો થોડી રાહત થાય, આવી સ્થિતિમાં દર્દી પોતે અને દર્દી પ્રત્યે પ્રેમ રાખતા તમામ લોકો કોઈક એવા જ ઉપચારની શોધમાં હોય છે જે તત્કાળ રાહતનો અનુભવ આપે ધતુરો એ શ્વાસ રોગ નો એક આવું જ અસરકારક ઔષધ છે.
ઉધરસ માટે ઉપયોગી
ધતુરા ના છોડ પર કાંટા વાળા ફળ બેસે ત્યારે લીલા લાવી તેની અંદર ના બીજ કાઢી નાખવા .એ પછી સમાંય તેટલું હળદર નું ચૂર્ણ ભરી એક નાની માટલી માં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યારબાદ કપડાં પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું. ગેસ પર ચાર-પાંચ કલાક સુધી આ માટલીનેતાપ આપો એ પછી માટીનું મો ખોલી કે કોલસા જેવો કાળો ભાગ બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.
વાળ માટે ઉપયોગી
ધતુરાના રસથી માથામાં હળવા હાથે માલીશ કરવાથી વાળની બધી સમસ્યા ઝડપથી દુર થઇ જાય છે, એનાથી વાળ મજબુત અને સ્વસ્થ થઇ જાય છે તેમજ વાળમાં ચમક પણ આવે છે અને વાળ ખરતા પણ બંધ થઇ જાય છે. ધતુરાના પાંદડાને ધૂપમાં સુકવીને એનું ચૂર્ણ બનાવી લેવું અને પછી દરરોજ સવારે ગરમ પાણી સાથે આ ચૂર્ણનું સેવન કરવું, એનાથી થોડા જ દિવસમાં લાભ જોવા મળશે.
સાંધાના દુખાવા માં
સાંધાના દુખાવા માટે ધતુરાના ફૂલને પીસી, જેતુનના તેલ સાથે મિક્ષ કરીને માલીશ કરવાથી સાંધાના દુખાવામાં ઘણો ફાયદો મળે છે. આ મિશ્રણની માલીશ દરરોજ સાંજે કરવી, જેનાથી ખુબ જ ઝડપથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.ધતુરાના પાંદડા, ફૂલ અને મૂળને પીસીને એની પેસ્ટ તૈયાર કરી, એમાં જરૂરત પ્રમાણમાં તલનું તેલ મિક્ષ કરવું, પછી એને જ્યાં દુખાવો થતો હોય એ સ્થાન પર માલીશ કરવી, એનાથી દુખાવો થોડા જ સમયમાં સારો થઇ જશે. આ મિશ્રણનો ઉપયોગ દરરોજ કરવાથી શરીર તંદુરસ્ત રહેશે.
યૌન કમજોરી થી છુટકારો
ધતુરાના બીજમાં અક્લગરો અને લવિંગને સાથે ભેળવીને નાની નાની પોટલી બનાવવી. તે સેક્સ પાવરને વધારે છે. ધતુરાનાં બીજના તેલનું માલીશ પગના તળિયા ઉપર કરવાથી તે ઉત્તેજિત અસર દર્શાવે છે. ધતુરો, કપૂર, મધ અને પારાને સરખા ભાગમાં ભેળવીને વધુ ઝીણું વાટીને તેના લેપને લિંગના આગળના ભાગ (સોપારી) ને છોડીને બાકી ભાગ ઉપર લેપ કરવાથી સંભોગ શક્તિ તેજ બની જાય છે.
અન્ય ઉપયોગો
સરસીયાનું તેલ 250 મી.લિ., 60 મીલીગ્રામ ગંધક અને 500 ગ્રામ ધતુરાના પાંદડાનો રસ આ બધાને એક સાથે ધીમા તાપ ઉપર પકાવો. જ્યારે તેલ વધે ત્યારે તે ભેગું કરીને કાનમાં એક કે બે ટીપા નાખો. તેનાથી કાનના દુ:ખાવામાં તરત લાભ થાય છે. ધતુરાના ફળનું ચૂર્ણ 2.5 ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.