જ્યારે આપણે ત્વચા સંબંઘી રોગની વાત કરીએ તો ધાધાર, ખરજવું, ખંજવાળ એક ખરાબ બીમારી માનવામાં આવે છે. જો એક વખત આ બીમારી થઇ જાય તો તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે. આ બીમારી ચામડી કે ત્વચાની બીમારીમાં આવે છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધાર થાય છે, અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. આપણે તેને એક્જિમાના નામથી પાન ઓળખીએ છીએ તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર જ થાય છે.
ગાજરને સારી રીતે વાટીને તેમાં મીઠું નાખી તેને ગરમ કરીને ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. સીસમના પાનને સારી રીતે લસોટીને 10 દિવસ સુધી રાત્રે ખરજવા પર તેનો લેપ લગાવવાથી ખરજવું મટે છે. ભોંય રીંગણીના પાનનો રસ ખરજવા પર લગાવવાથી તે ધાધર રાહત થાય છે. ઇન્દ્રવડ ના ફળનો રસ ખરજવા પર લગાવવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.
તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે. કોપરેલ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને ખરજવા પર માલિશ કરવાથી ધાધર ની ખંજવાળમાં રાહત મળે છે. જો ધાધર પર ખંજવાળ આવતી હોય તો સરસવના તેલથી માલિશ કરવાથી ખંજવાળમાં આરામ મળે છે. રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ધાધર માં રાહત મળે છે.
તુલસીના મૂળનો ઉકાળો પીવાથી ખરજવું ઝડપથી મટવાનું શરૂ થઈ જાય છે. લીમડાના બાફેલા પાન લગાવવાથી અથવા અડધો કપ લીમડાના પાનનો રસ સવાર – સાંજ પીવાથી ખરજવું મટવા લાગે છે. ખજૂરના ઠળિયાની રાખ, કપૂર અને હિંગ મિક્સ કરીને રોજ રાત્રે ખરજવા પર બાંધવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે.
ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અડધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે. બટાટા ને બાફી, તેની પોટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો, આ રીતે દોઢ મહિના સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે.
ધાધાર અને ખરજવા ઉપર ઘાસતેલમાં ગંધક મેળવીને લગાડવાથી ખરજવું મટી જાય છે. ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખંજવાળ મટે છે.