શરીરને સ્વસ્થ રાખવા માટે ફળોનું સેવન ખૂબ જરૂરી છે. કેમકે ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ફળોમાં પણ જો નાસપતીની વાત કરવામાં આવે તો તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાસપતીનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી, નાસપતીનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.
નાસપતીમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફાઇબર અને ફોલેટ જેવા તત્વો હોય છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. સફરજન, કેળા અને સંતરા જોવા મળતા દરેક વિટામિન્સ માત્ર આ એક નાસપતિમાં જોવા મળે છે
નાસપતીથી થતા ફાયદા:
ડાયાબિટીસના દર્દીઓ માટે નાસપતીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કેમકે નાસપતીમાં એન્ટી ડાયાબિટીક અસર હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. નાસપતીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. નાસપતીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે.
શરીરમાં લોહીની કમી હોય તો રોજ નાસપતીનું સેવન કરવું જોઈએ. કારણ કે, નાસપતીમાં આયર્ન મળે છે, જે શરીરમાં લોહીનું સ્તરને ઝડપતી વધારે છે. નાસપતીનું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે નાસપતીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે હૃદયને રાખે છે, સાથે જ તેનું સેવન કરવાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે નાસપતીનું સેવન ફાયદાકારક છે. કેમકે નાસપતીમાં રહેલા ફાઈબર શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. નાસપતીના સેવનથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. કારણ કે નાસપતીમાં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. વળી, નાસપતીના સેવનથી ત્વચા સંબંધી કરચલીઓ દૂર થાય છે.
કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડવા માટે નાસપતીનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં રહેલા કેન્સર વિરોધી ગુણ કેન્સરના કોષોને વધતા રોકવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં ઊર્જાની કમી હોય ત્યારે નાસપતીનું સેવન ફાયદાકારક છે. કારણ કે ઘણા એવા પોષક તત્વો નાસપતીમાં છે જે ઉર્જાના સ્તરને વધારવામાં મદદ કરે છે, જેથી આખો દિવસ સુસ્તી અને નબળાઇનો અહેસાસ થતો નથી.
નાસપતીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે. તે હાડકાંને નબળા થવાથી બચાવવાનું કામ કરે છે. નાસપતીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.