Site icon Ayurvedam

ગળ્યું ખાવાથી નહિ પણ આ કારણોથી થાય છે ડાયાબિટિસ, વગર દવાએ આ ઉપચાર અપાવશે કાયમી છુટકારો..

ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસ ની બિમારી થી પીડાય રહ્યા છે, લોકોના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમાં ખાંડ નું સ્તર વધવા લાગે છે. મીઠાઈ ને ડાયાબિટીસ નો સૌથી મોટું કારક માનવામાં આવે છે પરંતુ આ સત્ય નથી.

ડાયાબીટીસ ની સમસ્યા થયા પછી ખાંડ અને મીઠા નો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણકે બ્લડ માં શુગર ની માત્રા વધી જાય છે, વધારે ગળ્યા નું સેવન શરીર માટે નુકસાન દાયક તો થાય જ છે તેથી ગળ્યું ખાઓ, પરંતુ સીમિત માત્રામાં. ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે કારણકે તે વારસામાં આવે છે.

યુવાન વયે પણ ડાયાબિટીસ થઈ શકે છે. ઓ પ્રકારની ડાયાબિટીસ ચોકકસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ત્રણ પેઢીઓ સુધી આ રોગ જોવા મળે છે. માનસિક તાણને કારણે શરીરમાં ઇન્સ્યુલિન નું ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લોહીમા શુગર વધવા લાગે છે. ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ થવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે.

શરીર મા વધારા ની ચરબી. માર્કેટમાં મળતા જંકફૂડનુ વધુ પડતુ સેવન તમારા શરીરમાં ચરબી ના થર જમાવી દે છે. જે મોટાપા ની સમસ્યાની સાથે ડાયાબિટીસ ની બિમારી ને પણ નોતરુ આપે છે. માનસિક તાણને કારણે પણ ડાયાબિટીસ થવાની શકતા વધી જાય છે.

ઉંમર વધવાની સાથે શરીરમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. નાના બાળકોને પણ આ બીમારી થઇ શકે છે, પરંતુ એવું બહુ ઓછા કેસ માં થાય છે. જ્યારે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ બીમારી જલ્દી થાય છે. તેમાં ઓછો વ્યાયામ કરવો માંસપેશીઓ ની કમી અને ઉંમર વધવાની સાથે વજન વધવું સામેલ છે.

જો તમે કલાકો ના કલાકો ઓફિસમાં બેઠા બેઠા કાર્ય કરો છો અને રોજીંદા જીવનમાં યોગ્ય કસરત  નથી અનુસરતા તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. અન્ય કારણ મા અપૂરતી ઊંઘ. જે માણસ યોગ્ય ઊંઘ લઈ નથી શકતા તે ડાયાબિટીસ નો શિકાર બની શકે છે.

ક્યારેક ઊંઘ પુરી ના થાય તો તે સામાન્ય છે પરંતુ, જો આ તમારો રોજીંદો ક્રમ છે તો તમે ડાયાબીટીસ ની બિમારી ને આવકારી રહ્યા છો. જ્યારે લોકો પોતાના દૈનિક જીવન માં વ્યસ્ત રહે છે અને એ નથી દેખતા કે વ્યાયામ વગર તેમના શરીર પર શું અસર પડી રહી છે. જે લોકો બિલકુલ પણ એક્સરસાઈઝ નથી કરતા તેમનામાં આ બીમારી થવાની સંભાવના વધારે હોય છે.

ડાયાબિટીસ થી છૂટકારો મેળવવા માટે લીમડાના પાનને રોજ ચાવવાથી પણ લાભ થાય છે તમે ઇચ્છો તો તેના જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો. તે રક્ત ખાંડ ઘટાડવામાં અને રક્ત વાહિની માં અવરોધ દૂર કરવામાં મદદ કરે છે. કડવા કારેલા નો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

કારેલા માં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે લોહીમાં શર્કરા ના  સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સવારે તેનો રસ ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે. હળદર શરીરમાં કોઈપણ પ્રકારના રોગ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટિબાયોટિક્સ અને અન્ય ગુણધર્મો રોગને મટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝમાં જો બેથી ત્રણ ગ્રામ હળદર આમળા ના પાવડર સાથે લેવામાં આવે તો ફાયદો થાય છે. ડાયાબિટીસ થી રાહત મેળવવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફાસ્ટ ફૂડ ન ખાઓ કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે છે. તેના બદલે, તમારા મેનૂમાં ફળો, જવ, ઘઉં, મરી, અને લસણ વગેરે ખાઓ.

ડાયાબિટીસ માટે પણ મેથી ફાયદાકારક છે. તેમાં હાજર ટ્રાય નાઇલોન અને આલ્કેલોઈડ બ્લડ સુગર નું સ્તર ઘટાડે છે. આ સિવાય તે કાર્બોહાઇડ્રેટ્સ નું પાચન અને શોષણ સુધારે છે. તેનું સેવન કરવા માટે દરરોજ એક ચમચી મેથી નો પાવડર નવશેકું પાણી સાથે ભેળવીને પીવો. ડાયાબિટીસના દર્દીઓએ કસરત કરવી જ જોઇએ. આ શરીરને સક્રિય બનાવશે અને ગ્લુકોઝને શરીરના કોષોમાં પહોંચવામાં મદદ કરશે.

ડાયાબિટીસમાં એરોબિક્સ, જિમ્નેસ્ટિક્સ, સ્વિમિંગ અને યોગ ખૂબ ફાયદાકારક છે. ઘણી વાર નિંદ્રા ના અભાવે લોકોને ડાયાબિટીસની સમસ્યા પણ રહે છે. તેથી દરરોજ 7 થી 8 કલાક પૂરતી ઊંઘ લેવી જોઈએ, તેનાથી ટેન્શનમાં પણ રાહત મળશે. અને શરીર નીરોગી બની રહે છે.

Exit mobile version